પ્રેમમાં હત્યા

(35)
  • 2.7k
  • 4
  • 848

પ્રેમમાં હત્યા -રાકેશ ઠક્કર"જો મારા પ્રેમમાં વચ્ચે આવીશ તો કાસળ કાઢી નાખીશ..." ભરતે આમ કહ્યું ત્યારે તેના શરીરમાંથી લખલખું પસાર થઇ ગયું. તેને ખ્યાલ હતો કે માણસ પ્રેમમાં પાગલ બની જાય છે. તેને સારા નરસાનું ભાન રહેતું નથી.અશોકે તેને શાંત પાડતાં કહ્યું:"ઠીક છે...તું ભાઇબંધ છે એટલે કાંઇ કહેતો નથી. પણ કોઇ છોકરીને ખાતર તું સગા ભાઇ જેવા દોસ્તારનું માથું વાઢવા તૈયાર થઇ ગયો એની નવાઇ લાગે છે..."ગામમાં પશાભાના ખેતર પાસે મોટા ઝાડ નીચે દોસ્તારોની બેઠક જામી હતી ત્યારે હસીમજાકમાં વાત ખૂન પર પહોંચી જશે એવી કોઇને કલ્પના ન હતી. ભરત, અશોક, નવીન અને રમેશ રોજની જેમ ટોળટપ્પાં કરવા આવીને બેઠા હતા.