મોત સાથે પ્રીત

  • 3.9k
  • 1.6k

આ શરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, 'મને મરવા દે; મોતની સાથે રમવા દે.' જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય-જુગ ચાલતો હતો.એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતાં ખાતાં એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું : "અરે મામા, ગધપણમાંય માનસને જીવવું શે ગમતું હશે ? આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાળું વરસે એમાં શી મઝા પડે છે ?”મામા બોલ્યા : “ભાઈ, શું કરવું ? માત આવે ત્યારે જ છુટકારો થાય