શ્રી કોલવા ભગત

  • 8.7k
  • 2.2k

જે દ્વારકા મંદિર આથમણે મોઢે છે એ મંદિરના દેવળ ફેરવીને દૅશન આપનાર સંત કોલવાભગતનો આ પ્રશંગની વાત છેદોઢેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલાં ગામડાંમાંનાં ઘણાખરા માત્ર નેસ જ હતા. તે પણ કેટલાંક તે બહુ નાના હતા. હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં તે જ ગામની સીમમાંથી કાપેલાં ૨૫-૩૦ હાથ લાંબા આડસર મળે છે.ગોંડલ રેલ્વેના લુણીધાર સ્ટેશનેથી દક્ષિણે ત્રણેક માઈલ પર કોલડા ગામ છે. ત્યાં પ્રથમ માત્ર એક નાને નેસ હતો. ઢોરને પાણી પીવાની સગવડતાવાળું એક નાનું સરખું તળાવ હતું. તેની નજીકમાં આઠ-દસ માલધારી ચરણોનાં ઝૂંપડાં હતાં. એક ઝૂંપડામાં માલદાન, કોલવો અને બહેન સોમબાઈ એમ ત્રણ ભાંડરડાં રહેતાં હતાં.