મારી કવિતા, મારી દુનિયા

  • 2.8k
  • 1k

મોસમ ના આ વરસાદોની, તોય વાદળાં ગરજે શાને ? ઉર મારું આનન્દે ઝૂમે, તોય આંખડી ચૂએ શાને ? પાણીના રેલા સમ જીવન, સરસર ઝટપટ વહી જાતું મૃત્યુનો ઓથાર નજીક તોય, જીવવાની આ ઝન્ખના શાને ? એક માટીના પિંડ બન્યા બે, છતાંય નસીબ કેવાં નોખાં ? હાથી ઝૂલે એકના ઘરે, દ્વિતીયને ત્યાં ફાકા શાને ? ફાટી ધરા, ને મોલ સુકાયા, મેહુલાનો અણસાર નથી છતાંય આંખોની છાજલીઓ, આકાશે મંડાય છે શાને ? ચાર કોળિયા મળે તો ઘણું, બાકી બધું પ્રદર્શન છે જીવવું થોડું વેશ છે ઝાઝા, સમજણમાં ના ઉતરે શાને ? મારું મારું સહુ કહે છે, સંગે