પ્રેમરંગ. - 24

  • 1.9k
  • 1
  • 872

પ્રકરણ-૨૪ સાંજના પાંચ વાગી ગયા હતા. બધાં પ્રેમ કપૂરના ઘરે આવી પહોંચ્યા હતા. હવે માત્ર બાદલની જ રાહ જોવાઈ રહી હતી. એવામાં જ ડોરબેલ રણકી. બધાંની નજર હવે દરવાજા પર મંડાઈ. અંતે એ દિવસ આવી જ ગયો કે, જેની બધાં જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અમુક સમય એવો પણ આવે છે કે, જ્યારે ઈશ્વર માનવીની ધીરજની પણ કસોટી કરી લે છે. આજે પ્રેમ કપૂર, મોહિની અને આદિલકુમાર એ બધાંએ અત્યાર સુધી જે ધીરજ જાળવી રાખી હતી એનો અંત હવે ખૂબ જ નજીક હતો. માત્ર ઘરથી એના દરવાજા જેટલું જ અંતર હતું. આજે બધાંની ધીરજની એ કસોટી હવે પૂરી થવાની