પ્રેમરંગ. - Novels
by Dr. Pruthvi Gohel
in
Gujarati Fiction Stories
"લાઈટ કેમેરા, એક્શન..."
અને સામેના છેડે એક દ્રશ્ય ભજવાયું.
"મને ભુલી જા હવે મધુ.."
"પણ હું તને કેવી રીતે ભૂલી જાવ? હું તને પ્રેમ કરું છું. હું તારા વિના જીવી નહીં શકું રમણ."
"અરે! મધુ! પ્રેમ જેવું કશું જ હોતું નથી આ દુનિયામાં. ...Read Moreછે તો માણસને માત્ર માણસની જરૂરિયાત."
"સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની. લોકો આ જરૂરિયાતને પ્રેમનું નામ આપીને એમ માનવા લાગે છે કે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આજે કદાચ તને એવું લાગતું હશે કે, તું મને પ્રેમ કરે છે પણ આવતી કાલે કદાચ એક સમય એવો પણ આવશે કે, જ્યારે હું તને યાદ પણ નહીં આવું. સમય હંમેશા પ્રેમને પણ પસાર કરી નાખે છે. લોકો કહે છે પ્રેમ કરું છું પણ હું તો કહીશ કે, પ્રેમ જેટલો મોટો કોઈ વહેમ નથી. પ્રેમ એ માણસના મનનો સૌથી મોટો વહેમ છે."
પ્રકરણ-૧ "લાઈટ કેમેરા, એક્શન..." અને સામેના છેડે એક દ્રશ્ય ભજવાયું. "મને ભુલી જા હવે મધુ.." "પણ હું તને કેવી રીતે ભૂલી જાવ? હું તને પ્રેમ કરું છું. હું તારા વિના જીવી નહીં શકું રમણ." "અરે! મધુ! પ્રેમ જેવું કશું ...Read Moreહોતું નથી આ દુનિયામાં. હોય છે તો માણસને માત્ર માણસની જરૂરિયાત." "સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની. લોકો આ જરૂરિયાતને પ્રેમનું નામ આપીને એમ માનવા લાગે છે કે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આજે કદાચ તને એવું લાગતું હશે કે, તું મને પ્રેમ કરે છે પણ આવતી કાલે કદાચ એક સમય એવો પણ આવશે કે, જ્યારે હું તને યાદ પણ નહીં
પ્રકરણ-૨ પ્રેમકપૂર પોતાના ભૂતકાળમાં સરી પડયા. "પ્રેમ! બેટા. હું કીટીપાર્ટી માં જાવ છું." પ્રેમની મા એ પોતાના દસ વર્ષના દીકરાને કહ્યું, "તારે બીજું કોઈ જોઈતું હોય તો કહે. હું આવીશ ત્યારે લેતી આવીશ." "જોઈએ તો મારે તારો સમય છે ...Read Moreપણ એ તો તું મને આપી શકવાની નથી પછી શું કામ નાહકના પ્રશ્નો પૂછે છે?" પ્રેમ મનમાં જ બોલ્યો. "તે મારાં પ્રશ્નનો જવાબ ન આપ્યો?" પ્રેમની મમ્મીએ સામેથી પ્રત્યુત્તર ન મળતાં ફરીથી પૂછ્યું. મમ્મીનો પ્રશ્ન સાંભળી પ્રેમની વિચારધારા તૂટી અને બોલ્યો, "ના, મમ્મી! મારે કંઈ નથી જોઈતું." અને પછી સ્વગત જ બોલ્યો, 'અને આમ પણ મને જે જોઈએ છે એ
પ્રકરણ-૩ મોહિની હવે સેટ પર આવી ચૂકી હતી. મોહિની એ આવતાની સાથે જ આખો સેટ ગજાવી મૂકયો. "હાય! દિલ! તારી હિરોઈન હવે આવી પહોંચી છે. બોલ હવે આજે તારે મારી પાસે શું કામ કરાવવું છે?" મોહિનીએ આદિલ કુમારની પીઠ ...Read Moreએક ધબ્બો મારતાં કહ્યું. "અરે! મોહિની! આ શું કરે છે તું? તને કંઈ શરમ જેવું છે કે નહીં? એક તો તું જાહેરમાં મને દિલ કહીને ન બોલાવ. મને નથી ગમતું. તને ખબર તો છે ને કે મારું નામ આદિલ છે." આદિલ કુમાર એ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું. "અરે યાર દિલ! અરે ના ના..! સોરી સોરી...! આઈ મીન આદિલ! તું
પ્રકરણ-૪ પ્રેમ કપૂર ફરી એક વખત પોતાના ભૂતકાળની સફરમાં ચાલ્યા ગયા હતા. માતા પિતાના પ્રેમ અને એમના સમયને પામવા માટે તરસતો નાનકડો પ્રેમ હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. સમયની સાથે સાથે પ્રેમની ડાયરીના પાનાઓ પરનું લખાણ પણ ...Read Moreવધી રહ્યું હતું. પ્રેમ એ હવે પોતાના જીવનની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. એ હવે સમજી ગયો હતો કે, મારા માતા પિતા મને ક્યારેય સમય આપી શકશે નહીં. અને પોતાના આ જીવનથી એ ખુશ તો નહોતો પણ હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરતો. એના માટે હવે એની ડાયરી જ જીવન હતી. એ હવે હંમેશા માટે પોતાની કાલ્પનિક દુનિયામાં ખુશ રહેતા શીખી ગયો
પ્રકરણ-૫ પ્રેમ કપૂર સુવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હતાં. પણ એમને ઉંઘ આવી જ રહી નહોતી. પરંતુ નિંદ્રા આજે એમનાથી નારાજ હતી. ખૂબ નસીબદાર હોય છે એ લોકો કે, જેમને પૂરતાં પ્રમાણમાં ઊંઘ આવે છે. પણ પ્રેમ કપૂરના નસીબ ...Read Moreસારા પણ નહોતા. એમની આંખ સામેથી આજે રેશમનો ચેહરો ખસતો જ નહોતો. રેશમ એ એની આંખો પર આજે કબજો કરી લીધો હતો. એના માનસપટ પર રેશમનો ચેહરો એવી રીતે છવાઈ ગયો હતો કે, એને ચારે તરફ રેશમ જ દેખાતી હતી. આંખો ખોલે તો રેશમનો ચેહરો, આંખો બંધ કરે તો પણ રેશમનો ચેહરો જ દેખાતો હતો. રેશમ એને ઉંઘવા જ નહોતી
પ્રકરણ-૬ સામે છેડેથી આદિલ કુમારનો અવાજ આવ્યો. એ બોલ્યા, "પ્રેમ કપૂર! તમે જલ્દી અહીં આવી જાવ. હું તમને લોકેશન મોકલું છું" એટલું કહી એમણે ફોન મુક્યો. ફોનમાં આદિલ કુમાર ખૂબ ગભરાયેલા લાગતાં હતા એ પ્રેમ કપૂરના ધ્યાન બહાર રહ્યું ...Read Moreપ્રેમ કપૂર એ પોતાના મેપમાં લોકેશન ઓન કર્યું અને ઝડપથી પોતાની કારમાં આદિલ કુમારએ જે લોકેશન મોકલ્યું હતું ત્યાં ફટાફટ પહોંચ્યા. તેમણે જોયું તો એમને સમજાયું કે, પોતે એક હોસ્પિટલ પાસે આવી પહોંચ્યા છે. આદિલ કુમાર એમની સામે ખૂબ ઘેરી ચિંતામાં ઉભા હતાં. પ્રેમ કપૂર એ પુછ્યું, "કેમ? શું થયું અચાનક? આમ આવી રીતે તમે મને અચાનક અહીં કેમ બોલાવ્યો?
પ્રકરણ-૭ મોહિનીએ જ્યારે આંખો ખોલી અને એને જ્યારે સામે પ્રેમ કપૂરનો ચેહરો દેખાયો ત્યારે એ બોલી, "પ્રેમ! મને ન ઓળખી તે? તારી રેશમને ન ઓળખી? હું રેશમ છું પ્રેમ! તારી રેશમ!" અને મોહિનીની આ વાત સાંભળીને પ્રેમ કપૂર તો ...Read Moreજ જડની જેમ ઉભા જ રહી ગયા. મોહિનીની આંખોમાં એને રેશમની આંખો દેખાઈ. આવી જ હતી રેશમની આંખો! આવી જ સુંદર! પાણીદાર આંખો હતી રેશમની! આવું જ તેજ હતું રેશમની આંખોમાં પણ! પ્રેમ કપૂરની નજર સામે રેશમની આંખો તરવરી ઊઠી. ઘણી વખત આપણી જ આસપાસમાં અથવા આપણી આસપાસના લોકો દ્વારા એવી ઘટનાઓ બનતી હોય છે કે, જે આપણને સમજમાં જ
પ્રકરણ-૮ આદિલ કુમાર ડૉક્ટરની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને બંને ડૉક્ટરની કેબિનમાં દાખલ થયા. "શું વાત છે ડૉક્ટર? મને અચાનક ડર લાગવા માંડ્યો છે. તમે આવી રીતે અચાનક અહીં બોલાવ્યો એટલે હું એટલું તો સમજી જ ગયો છું કે, ...Read Moreબરાબર નથી. શું તકલીફ છે મોહિનીને?" હા, તમે બિલકુલ બરાબર જ સમજયા છો. મોહિનીની સ્થિતિ સામાન્ય નથી. ગંભીર છે." ડૉક્ટરે જવાબ આપતાં કહ્યું. "એટલે તમે કહેવા શું માંગો છો ડૉક્ટર સાહેબ? મોહિનીને કંઈ થઈ તો નહીં જાય ને?" આદિલ કુમાર ડૉક્ટરની વાત સાંભળીને ખૂબ ગભરાઈ ગયા. આજે પહેલી વાર એમને એહસાસ થયો કે, મોહિનીનું એમની જિંદગીમાં શું મહત્વ છે? શું
પ્રકરણ-૯ પ્રેમ કપૂરએ પોતાની ડાયરી બંધ કરી. એ હવે વિચારોમાં ગૂંચવાયા. એમનું મન અનેક પ્રશ્નોથી ભરેલું હતું અને એ પણ એવા પ્રશ્નો કે, જેના કોઈ જ ઉત્તર એમને ક્યાંયથી મળી રહ્યાં નહોતા. એ મનોમન વિચારી રહ્યા, 'રેશમ અને હું ...Read Moreસાથે ભણતાં હતાં. અને મોહિની અને આદિલ કુમાર પણ કોલેજમાં સાથે હતા. એટલે એના પરથી એટલું તો સાબિત થાય જ છે કે, રેશમ અને મોહિની બંને એક તો નથી જ. પણ એ બંને વચ્ચે શું સંબંધ છે? બંને વચ્ચે સામ્યતા માત્ર એટલી જ છે કે, બંને પોતાના પરિવાર વિષે વાત કરવા માંગતી નથી. કેટલાંક પરિવારો એવા પણ હોય છે કે
પ્રકરણ-૧૦ડૉક્ટરના ચેહરા પરના ભાવ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યાં હતાં એ પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંનેએ નોંધ્યું. થોડીવારમાં ડૉક્ટરના ચેહરા પરના ભાવ સ્થિર થયા. એ બોલી ઉઠ્યા, "મને તો હવે અત્યારે એક જ રસ્તો સૂઝે છે." "શું?" પ્રેમ કપૂર ...Read Moreઆદિલ કુમાર બંને અધીરા થઈને એકસાથે બોલી ઉઠ્યા. "હિપ્નોટીઝમ!" ડૉક્ટર બોલ્યા અને એમણે બંનેના ચેહરા સામે જોયું. "હિપ્નોટીઝમ? એનાથી શું થશે?" આદિલકુમારને કંઈ સમજ ન પડતાં એમણે ડૉક્ટરને પ્રશ્ન કર્યો. "હું તમને બધું જ વિગતવાર સમજાવું છું." ડૉક્ટર બોલ્યા. "પણ ડૉક્ટર સાહેબ! એનાથી રેશમ! ઓહ! સોરી! આઈ મીન મોહિનીને કંઈ નુકશાન તો નહીં થાય ને? એની તબિયત પર કોઈ ગંભીર
પ્રકરણ-૧૧ મોહિનીને ખૂબ જ ઝડપથી શ્વાસ ચડવા લાગ્યો. પ્રેમ કપૂર મોહિનીની આવી હાલત જોઈને ખૂબ જ ગભરાઈ ગયાં અને એમણે ખૂબ જ ઝડપથી ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર આવ્યા અને એમણે મોહિનીને તપાસી. પ્રેમ કપૂર ડૉક્ટર હવે શું કહે છે એના ...Read Moreરાહ જોતાં ત્યાં જ રૂમના બારણાં પાસે ઊભાં રહી ગયા. ડૉક્ટર હજુ પણ મોહિનીને તપાસી જ રહ્યાં હતાં. હવે પ્રેમ કપૂરની ધીરજ ખૂટવા લાગી હતી. એમણે ડૉક્ટરને પૂછ્યું, "ડૉક્ટર સાહેબ! આમ અચાનક આ રીતે મોહિનીને ફરી આ શું થયું છે?" ડૉક્ટર બોલ્યા, "હવે વધુ મોડું કરાય એમ નથી. મને લાગે છે કે આપણે હવે ડૉ.અનંત પાઠકને બોલાવવા જ પડશે." "ડૉ.
પ્રકરણ-૧૨ પ્રેમ કપૂર હવે હોસ્પિટલમાં આવી પહોંચ્યા. હોસ્પિટલમાં આદિલ કુમાર, શાહિદ, ડૉ. રાકેશ અને ડૉ. અનંત બધા જ હાજર હતા. પ્રેમ કપૂર પણ જ્યાં બધા હતા ત્યાં જ આવી પહોંચ્યા. બધાનાં મનમાં અત્યારે અનેક પ્રકારના પ્રશ્નો રમી રહ્યા હતા. ...Read Moreઆજે એ દિવસ હતો કે, જ્યારે બધાં લોકોને કદાચ પોતાના પ્રશ્નોના ઉત્તર મળવાના હતા. મોહિની અત્યારે પોતાના બેડ પર સુતી હતી. ડૉ. અનંત બોલ્યા, "અત્યારે હવે તમે બધાં લોકો બહાર જાઓ. હું જ્યારે મોહિનીને હિપ્નોટાઈઝ કરું ત્યારે અહીં વધુ લોકો હાજર ન રહે તો વધુ સારું. જો વધુ લોકો અહીં હાજર હોય તો એની કદાચ મોહિની પર વિપરીત અસર પણ
પ્રકરણ-૧૩અંતે એ દિવસ આવી જ પહોંચ્યો જેની બધાં ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બીજા દિવસે ફરી એકવાર ડૉ. અનંત મોહિનીની સારવારમાં લાગી ગયા. ડૉ. અનંત બોલ્યા, "મોહિની! ભૂતકાળની ઘટનાઓને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમારા માતા પિતા અને ...Read Moreબહેનને યાદ કરો. કયાં છે એ લોકો? શું કરી રહ્યા છે એ લોકો?" મોહિની હવે ફરી એકવાર ભૂતકાળની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. એ બોલી, "હું અને મારી બહેન અમે બંને ઘરની બહાર આંગણાંમાં રમી રહ્યાં હતાં. અને અમને બંને બહેનોને ખૂબ મજા પણ પડી રહી હતી. પછી રમતા રમતા અચાનક મારી બહેનને તરસ લાગી એટલે એ પાણી પીવા ગઈ. એ
પ્રકરણ-૧૪ડૉ. અનંતે આજનું સેશન અહીં જ પૂરું કર્યું અને બહાર આવ્યા. ડૉ. અનંતે બહાર આવીને કહ્યું, "હવે બાકીનું સેશન આપણે આવતીકાલે લઈશું. હવે મોહિનીને વધુ કષ્ટ આપવું યોગ્ય નથી. હવે તમે બધાં શાંતિથી ઘરે જાવ." "રેશમ!" મોહિનીના મુખેથી આ ...Read Moreસાંભળતા જ બહાર વિડીયો રેકોર્ડિંગ જોઈ રહેલા પ્રેમ કપૂરના કાન સરવા થઈ ગયા હતા. એમની સ્થિતિ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. એમણે મોહિનીના મુખેથી જે કાંઈ પણ સાંભળ્યું એ સાંભળીને એ ખૂબ જ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા હતા. એમનું બસ ચાલે તો એ અત્યારે ને અત્યારે જ મોહિનીના પિતાનું ખૂન કરી નાખે એટલો ગુસ્સો
પ્રકરણ-૧૫પ્રેમ કપૂર હવે પોતાના માતા પિતાને ત્યાં મળવા આવ્યા હતા. એમણે દરવાજા પરની ડોરબેલ વગાડી. પ્રેમની માતાએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ એમને સામે પ્રેમ કપૂર દેખાયા. પ્રેમને જોઈને એની મા ખૂબ ખુશ થઈ ગઈ. એણે તરત જ પ્રેમને ...Read Moreઆપતા અંદર આવવા કહ્યું, " પ્રેમ! બેટા! અમે બંને તારી જ રાહ જોઈ રહ્યા હતા. હું અને તારા પિતા અમે બંને તને મળવા માટે ખૂબ ઉત્સુક છીએ. તારા પપ્પા તો તને બહુ જ યાદ કરે છે. ઘરના ઉંબરાના દ્વારેથી પ્રવેશ કરતાં જ પ્રેમને પોતાના ઘરની બધી જૂની યાદો તાજી થવા લાગી. હા! આ એ જ ઘર હતું, એ જ આંગણ
પ્રકરણ-૧૬ડૉ. અનંત હવે મોહિનીના રૂમમાં દાખલ થયા. બધાં હવે શું થશે એની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ડૉ. અનંતે મોહિનીને હિપ્નોટાઈઝ કરવાનું શરૂ કર્યું. બધાંની નજર હવે ટીવી પર થઈ રહેલા વીડિયો રેકોર્ડિંગ પર મંડાઈ.ડૉ. અનંતે મોહિનીને કહ્યું, "તમે જણાવ્યું ...Read Moreતમારી બહેનનું નામ રેશમ હતું. બરાબર ને?""હા." મોહિનીએ માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો."તો શું તમે તમારી આ બહેન વિશે અમને બધાને જણાવી શકશો? કેવા હતા તમારા અને તમારી બહેન બંનેના સંબંધ? અને ક્યાં છે અત્યારે તમારી બહેન?" ડૉ. અનંતે પૂછ્યું.ડૉ. અનંતનો આ પ્રશ્ન સાંભળીને પ્રેમ કપૂરના કાન તરત જ સરવા થયા. એ ખૂબ જ આતુરતા પૂર્વક મોહિનીના જવાબની રાહ
પ્રકરણ-૧૭પ્રેમ કપૂર પોતાની ડાયરીમાં કવિતા લખી રહ્યા હતા ત્યાં જ પાછળથી એમની મા આવી અને એણે પ્રેમને પૂછ્યું, "શું કરી રહ્યો છે દીકરા?""કંઈ નહીં મા! બસ એ તો એમ જ કવિતા લખી રહ્યો હતો." પ્રેમ કપૂર બોલ્યા."શું વાત છે ...Read Moreસાવ સાચું કહે. જ્યારથી તું આવ્યો છે ત્યારથી હું જોઈ રહી છું કે, તું બહુ ચિંતામાં છે? એવી શું વાત છે જે તને આટલું બધું પજવી રહી છે? દીકરા! હું તારી મા છું. શું મને પણ તું તારા મનની વાત નહીં કહે? મા ને પોતાના દિલની વાત કહેવાથી મન હળવું થાય છે. કે પછી આટલાં વર્ષોના વિરહ પછી હવે આપણે
પ્રકરણ-૧૮ પ્રેમ કપૂર અને આદિલકુમાર બંનેના મનમાં અત્યારે એક જ પ્રકારના વિચારો ચાલી રહ્યા હતા અને એ હતી રેશમની શોધ. અને એ માટે હવે બંને એ પોતાની રીતે પ્રયત્નો પણ કરવા માંડ્યા હતાં. ડૉ. અનંત આજે હવે મોહિનીનું છેલ્લું ...Read Moreલેવાના હતાં. પ્રેમ કપૂર અને આદિલ કુમારને આજે કદાચ પોતાના અમુક પ્રશ્નોના જવાબ મળવાનાં હતા એવી એ બંનેને આશા હતી. અને પછી મોહિનીને રજા આપી દેવાના હતાં. મોહિનીની તબિયતમાં હવે ઘણો સુધારો હતો. ડોક્ટર અનંતે મોહિનીને હિપ્નોટાઈઝ કરવાનું શરૂ કર્યું. એમણે હવે મોહિનીને પૂછ્યું, "મોહિની! તમે જેમ કહ્યું તે પ્રમાણે તમારી બહેનનું નામ રેશમ છે પણ અત્યારે એ ક્યાં છે
પ્રકરણ-૧૯ પ્રેમ કપૂર હજુ પણ ડૉ. અનંતના આ જવાબ અને વર્તનથી ખુશ નહોતાં એ ડૉ. અનંતના ધ્યાન બહાર રહ્યું નહીં. એમણે કહ્યું, "પ્રેમ કપૂર! તમે મારી કેબિનમાં આવો. તમારા પ્રશ્નોના જવાબ પણ હું ત્યાં જ આપીશ. પ્રેમ કપૂર પોતાના ...Read Moreઅનેક સવાલો લઈને ડૉ. અનંતની સાથે એમની કેબિનમાં દાખલ થયા. ડૉ. અનંત હવે પોતાની કેબિનમાં દાખલ થયા. એમણે પ્રેમ કપૂરને પોતાની સામે રહેલી ખુરશીમાં બેસવા માટે કહ્યું, "આવો પ્રેમ કપૂર બેસો." પ્રેમ કપૂરે ખુરશીમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. એમના મુખ પર હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્નન હતું. એમના મનમાં અત્યારે પણ અનેક પ્રશ્નો રમી રહ્યા હતાં. એ જોઈને ડૉ. અનંતે એમને
પ્રકરણ-૨૦ શાહિદે આવીને બધાને કહ્યું, "મોહિનીના ઘર પર પથ્થરમારો કોણે કર્યો હતો એની જાણ થઈ ગઈ છે." "કોણે? કોણ છે એ કે, જેણે મોહિનીના ઘર પર પથ્થર મારો કર્યો હતો? એને તો અમે લોકો જીવતો નહીં છોડીએ." એની આ ...Read Moreસાંભળીને પ્રેમ કપૂર અને આદિલકુમાર બંને જણાં એકસાથે જ પૂછી ઉઠ્યા. કારણ કે, બંનેના મનમાં આ પ્રશ્ન તો ઘણાં સમયથી રમી જ રહ્યો હતો અને બંને પોતાની રીતે આ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરી રહ્યાં હતાં. પણ હજુ સુધી બંનેમાંથી કોઈને પણ આ પ્રશ્નનો જવાબ મળી જ રહ્યો નહોતો અને આજે અચાનક જ શાહિદે આવીને બંનેને આ વાત કરીને એકદમ
પ્રકરણ-૨૧ જેવો શાહિદનો ફોન પત્યો એટલે શાહિદે ફોન મૂકીને પ્રેમ કપૂરને કહ્યું, "તમારા માટે એક સારા સમાચાર છે. બાદલ આવતી કાલે તમને મળવા માટે તૈયાર થઈ ગયો છે. આવતી કાલે એ જ્યાં કહે ત્યાં આપણે જવાનું છે. તમે આવતી ...Read Moreએને મળવા માટે તૈયાર થઈ જજો." "તારો ખૂબ ખૂબ આભાર. શાહિદ!" પ્રેમ કપૂરે શાહિદનો આભાર વ્યક્ત કરતાં કહ્યું. બીજા દિવસે શાહિદ પ્રેમ કપૂરને લઈને બાદલને મળવા ગયો. બાદલે શાહિદને પોતાનું લોકેશન મોકલી દીધું હતું. એટલે બંને જણા એ લોકેશનની જગ્યાએ પહોંચ્યા હતા. પ્રેમ કપૂરે બાદલને હેલ્લો કર્યું. સામે બાદલે પણ પ્રેમ કપૂર જોડે હાથ મિલાવ્યો અને બોલ્યા, "બાદલ ભાઈ! આમ
પ્રકરણ-૨૨ પોતાની બહેનને મળવાની આશાની ખુશી અને આદિલકુમાર સાથેના પોતાના પ્રેમનો એકરાર એ બંનેની ખુશી આજે મોહિનીના ચેહરા પર ખૂબ છલકી રહી હતી. આદિલ કુમારે મોહિનીને કહ્યું, "મોહિની! મને લાગે છે કે, હવે આપણે આપણી સીરિયલ પ્રેમ પરીક્ષાનું શૂટિંગ ...Read Moreચાલુ કરી દેવું જોઈએ. ઘણો સમય થઈ ગયો છે આમ પણ શૂટિંગ બંધ કર્યું એને પણ. માટે મને લાગે છે કે, હવે આપણે વધુ વિલંબ ન કરવો જોઈએ. હવે જો આપણે વધુ વિલંબ કરીશું તો લોકોનો રસ પણ આ સીરિયલ માંથી ઓછો થઈ જશે અને પછી આપણને જોઈતા ટી. આર. પી. પણ નહીં મળે." "હા, તું બિલકુલ ઠીક કહે છે
પ્રકરણ-૨૩ બાદલે જ્યારે કહ્યું, "રેશમની ખબર તો મળી ગઈ છે પ્રેમ કપૂર! પણ.." "પણ શું બાદલ? મને જલ્દીથી કહે. મારી ધીરજ હવે ખૂટી રહી છે. હું હવે વધુ રાહ જોઈ શકું તેમ નથી. રેશમ ઠીક તો છે ને? ...Read Moreછે એ? મને જલદી કહે બાદલ!" પ્રેમ કપૂર બોલવા લાગ્યા. પ્રેમ કપૂરની ધીરજ હવે ખરેખર ખૂટવા લાગી હતી. એ ખૂબ જ અધીરા બની ગયા હતાં. "તમે પહેલાં તો શાંત થઈ જાઓ. પ્રેમ કપૂર! બહુ પેનિક ન થઈ જાઓ. હું તમને બધું જ કહું છું પણ બધી વાત ફોનમાં થઈ શકે તેમ નથી. હું તમને રૂબરૂ મળીને જ બધી વાત કરવા માંગુ
પ્રકરણ-૨૪ સાંજના પાંચ વાગી ગયા હતા. બધાં પ્રેમ કપૂરના ઘરે આવી પહોંચ્યા હતા. હવે માત્ર બાદલની જ રાહ જોવાઈ રહી હતી. એવામાં જ ડોરબેલ રણકી. બધાંની નજર હવે દરવાજા પર મંડાઈ. અંતે એ દિવસ આવી જ ગયો કે, જેની ...Read Moreજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અમુક સમય એવો પણ આવે છે કે, જ્યારે ઈશ્વર માનવીની ધીરજની પણ કસોટી કરી લે છે. આજે પ્રેમ કપૂર, મોહિની અને આદિલકુમાર એ બધાંએ અત્યાર સુધી જે ધીરજ જાળવી રાખી હતી એનો અંત હવે ખૂબ જ નજીક હતો. માત્ર ઘરથી એના દરવાજા જેટલું જ અંતર હતું. આજે બધાંની ધીરજની એ કસોટી હવે પૂરી થવાની
પ્રકરણ-૨૫ શાહિદના ઘરે એક માણસ આવીને ખૂબ જોરથી બરાડા પાડી રહ્યો હતો, "અરે ઓ શાહિદ! સાલા નાલાયક! નીકળ ઘરની બહાર. હું તો તને છોડીશ નહીં. નીકળ સાલાં! બહાર આવ." શાહિદને હજુ સમજાઈ રહ્યું નહોતું કે, કોણ આવી રીતે એના ...Read Moreબહાર બરાડા પાડે છે? એ બહાર આવ્યો. અને એ આંગંતુકને જોતાં જ ચોંકી ઉઠ્યો. એ આગંતુક બીજું કોઈ નહીં પણ મોહિની અને રેશમનો નાલાયક સગો બાપ હતો. શાહિદ બહાર આવ્યો અને એને જોઈને એ વધુ જોરજોરથી બરાડા પાડવા લાગ્યો, "એ સાલા નાલાયક! ક્યાં છે મારી દીકરી? બોલ ક્યાં છુપાવી છે તે એને? અને ક્યાં છે તારો પેલો જાસૂસ મિત્ર બાદલ?
પ્રકરણ-૨૬ પોતાના પિતાના અકસ્માતની વાત સાંભળીને રેશમ અને મોહિની બંને બહેનો બોલી ઉઠી, "આપણે હોસ્પિટલ જવું જોઈએ. ગમે તેમ હોય પણ અંતે તો એ આપણો બાપ છે. આપણે બંનેએ આપણી ફરજ ન ચૂકવી જોઈએ." અને એ સાથે જ બધાં ...Read Moreહવે હોસ્પિટલ જવા માટે રવાના થયા. બધાં હવે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આદિલકુમાર, પ્રેમ કપૂર, મોહિની અને રેશમ બધાં જ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. આદિલ કુમારે આવીને શાહિદને પૂછ્યું, "શાહિદ! આ બધું આમ અચાનક કઈ રીતે બની ગયું? અને ક્યાં છે મોહિનીના પિતા? કેવી છે એમની તબિયત? બહુ વાગ્યું તો નથી ને એમને?" આદિલકુમાર એકસાથે આટલાં બધાં સવાલોની ઝડી વરસાવવા
પ્રકરણ-૨૭ "વોટ?! આ શું બોલો છો?" મોહિનીની વાત સાંભળીને ડૉ. અનંત એકદમ ચોંકી ઉઠ્યાં હતાં. એમને આગળ શું બોલવું એ કંઈ સમજાઈ રહ્યું નહોતું. પોતે જેમને બચાવ્યો હતો એ માણસ મોહિનીનો બાપ હતો એ જાણીને ડૉ. અનંત ખૂબ જ ...Read Moreમૂકાઈ ગયાં હતા. થોડીવારમાં એ પોતે થોડા નોર્મલ થયાં. એટલે બોલ્યા, "કમાલ છો! હો તમે બંને બહેનો તો?! જે બાપે તમારી બંને પર અત્યાચાર કરવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું એના માટે આજે તમે બંને બહેનો અહીં હોસ્પિટલ સુધી આવી છો એના જેવું મોટું આશ્ચર્ય તો મારા માટે બીજું કંઈ જ નથી. જે માણસે તમારી જોડે આટઆટલું કર્યુ હોય એને
પ્રકરણ-૨૮ મોહિનીએ જ્યારે પોતાના પિતાને પૂછ્યું, "બાપુજી! અમારી મા ક્યાં છે?" ત્યારે પોતાની દીકરી મોહિનીનો અચાનક આ પ્રશ્ન સાંભળીને એના પિતા એને શું જવાબ આપવો એ વિચારી રહ્યાં. પણ મોહિનીના આ પ્રશ્નનો ઉત્તર રેશમે આપ્યો. રેશમ બોલી, "આપણી મા ...Read Moreઆ દુનિયામાં નથી રહી મોહિની! એ તો આપણને છોડીને બહુ વર્ષો પહેલાં જ જતી રહી હતી. પણ જતાં જતાં પણ એ સારું કામ કરતી ગઈ અને આપણાં બંનેની જિંદગી સુધારતી ગઈ." મોહિની તો આ સાંભળીને સાવ જડની જેમ ત્યાં જ ઉભી રહી ગઈ હતી. પોતાની મા ના મૃત્યુના સમાચાર એને આ રીતે મળ્યાં એટલે એ થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી. પણ
પ્રકરણ-૨૯ સમય વીતી રહ્યો હતો. મોહિની અને રેશમના પિતાનો પગ હવે બિલકુલ સાજો થઈ ગયો હતો. પગમાંથી પ્લાસ્ટર પણ હવે નીકળી ગયું હતું અને ચાલતાં થઈ ગયા હતાં. હવે એ બિલકુલ સ્વસ્થ હતા. એ બિલકુલ સ્વસ્થ થયા એટલે થોડા ...Read Moreપછી મોહિની અને રેશમ બંનેના લગ્ન ગોઠવવામાં આવ્યા. પ્રેમ કપૂર અને આદિલ કુમાર પણ બહુ જ ખુશ હતા. રેશમના પિતાએ પ્રેમ કપૂરના માતા પિતા સાથે લગ્નની વાત કરી અને લગ્નની તારીખ નક્કી કરી નાખી હતી. અને એ જ દિવસે આદિલ કુમાર અને મોહિનીના લગ્ન પણ ગોઠવવામાં આવ્યા હતા. બંને બહેનોના એકસાથે જ લગ્ન થવાનાં હતા. આદિલ કુમારના પરિવારમાં તો કોઈ
પ્રકરણ-૩૦ ટેલિવિઝન એકેડમીના એવોર્ડ્સ ફંક્શનની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. રેડ કાર્પેટ પર બધા મહેમાનો આવવા લાગ્યા હતા. અને શાહિદ એનો હોસ્ટ હતો જે એક પછી એક બધાં જે મહેમાનો આવી રહ્યા હતા એમના ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો. ...Read Moreજ સિતારાઓ આજે ધરતી પર ઊતરી આવ્યા હતા. બધી હિરોઈનો ખૂબ જ સરસ ડ્રેસિંગ કરીને આવી હતી અને ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. કોઈ વન પીસમાં સજ્જ થઈને આવી હતી, તો કોઈએ ગાઉન પહેર્યું હતું તો કોઈએ સલવાર-કમીઝ અને કેટલીક હિરોઈન સાડીમાં પણ સુંદર અને શોભાયમાન લાગી રહી હતી. એક લાલ રંગની કાર રેડ કાર્પેટ પાસે આવીને અટકી. એમાંથી