બેકસૂર

(33)
  • 2.9k
  • 2
  • 952

બેકસૂર રાકેશ ઠક્કરપોલીસ ઇન્સ્પેક્ટર રાજકુમાર આજે રંગીન મિજાજમાં હોય એમ લાગતું હતું. તેમના મોબાઇલમાં જૂની ફિલ્મોના રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા. ત્યાં તેમનો મિત્ર અખિલ ત્યાં આવી પહોંચ્યો. તે રાજકુમારના મોબાઇલમાં વાગતું "હમ-તુમ ઇક કમરે મેં બંધ હો... ઔર ચાબી ખો જાય...." ગીત સાંભળીને નવાઇ પામ્યો. અને આવતાંવેત જ બોલ્યો :"રાજ શું વાત છે? ભાભીની યાદ આવે છે કે કોઇ બીજીની?" "નાલાયક! આવતાની સાથે જ આવા સવાલ કરીને મને ફસાવવા માગે છે? બીજીની યાદ કહું તો હમણાં તું તારા ભાભીને કહી શકે અને ખરેખર તારા ભાભીની કહું તો ચાલુ નોકરીએ ગાયનો સાંભળે છે એમ લોકોને કહેવા માટેનો મોકો શોધે છે કે શું?" "અરે! ના-ના