મમ્મીનાં બહેનપણી હરિદ્વાર ગયા

  • 2.7k
  • 1k

મમ્મીનાં બહેનપણી હરિદ્વાર ગયા...હું જ્યારે ખૂબ નાનો હતો ત્યારે હું એમને મારા સગા માસી જ સમજતો પણ પછી મોટો થયો એટલે ખબર પડી કે તેઓ તો મમ્મીની નાનપણની બહેનપણી છે. એટલો બધો પ્રેમ અને એટલી બધી આત્મીયતા જે કદાચ મારી સગી માસીઓએ પણ મમ્મીને નહીં આપી હોય એટલી દેવી માસીએ આપી હશે. એવું કહેવાય છે, ખુબજ સારા મિત્રો એક બીજાના લગ્નમાં હાજર રહી શકતા નથી, એવું એમને પણ બનેલું, એક જ દિવસે લગ્ન, એટલે એક બીજાના લગ્નમાં શામેલ થઈ શક્યા નહીં, એવું મમ્મીએ જણાવેલું. અઠવાડિએ કે 15 દિવસે અચૂક બેઉ બહેનપણીઓ મળે, ચા નાસ્તા સાથે વાતોમાં 3-4 કલાક ક્યાં કાઢી નાખે ખબર