શ્રાપિત - 2

  • 3.8k
  • 2.7k

આસપાસના આખાં વિસ્તારમાં દુર દુર સુધી સાધુ...સાધુ...સાધુ... એવો અવાજ ગુંજી રહ્યો હતો. ઘરની અંદર સળગતી આગ લગભગ ઓલાવા આવી હતી. ઘરની બહાર ઉભેલા બધાં વ્યક્તિ એકદમ સ્તબધ બની ગયાં. ગામનાં સરપંચ પોતાનાં કાનને હાથવડે ઠંઠોડવા લાગ્યાં. છતાં અવાજ હજી ગુંજતો હતો. હ્દયમાં એક ભયાનક છબી તરી નજર સામે તરી આવતી હતી.અને કાનમાં પેલી સ્ત્રીના શબ્દો ગુંજતા હતાં. હરિપ્રસાદ દ્વારા‌ ત્યાં ઉભેલા બધાં વ્યક્તિને ઘરે જવાની મંજુરી આપવાની વાત સરપંચઝહજી પાસે કરવામાં આવે છે. " અમને મંજુરી આપો સરપંચજી ". હરિપ્રસાદ બોલ્યાં.પીળા રંગની ધોતી અને ઝભ્ભો પહેરીને પોતાની મુછો પર વળ ચડાવતાં રઘુવીર ચૌધરી જે તેજપુર ગામનાં સરપંચ હતાં. મંજુરી માંગનાર હરિપ્રસાદ