એડજસ્ટમેન્ટ નો જાદુ

  • 2.4k
  • 808

એડજસ્ટમેન્ટ નો જાદુ ચંદનવનમાં રાજા બબ્બર શેર ગઈ ચૂંટણીમાં મહા મહેનતે ફક્ત 3 મતથી જીત્યો. આ વખતે ચીલી પોપટે તેના મિત્ર આલુ હાથીને જીતાડવા મરણીયો પ્રયાસ કર્યો હતો છતાં બબ્બર શેર જ જીતી ગયો અને જંગલનો ફરી પાછો નવા રાજા તરીકે નિયુક્ત થયો. પરંતુ આ શું ? ચીલીને પોતાની હારનું જરા પણ દુઃખ નથી ! બબ્બર શેર અંદર જ સમસમી ઊઠયો. તેમણે વજીર ગલ્બા શિયાળને બોલાવી, જંગલમાં ચાલતી અનીમલ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ મી. જિરાફ જરીવાલાને બોલાવવા હુકમ કર્યો. રાજાનું તેડું આવતા થોડી જ વારમાં પ્રિન્સિપાલ મી. જિરાફ જરીવાલા રાજા બબ્બર શેર સમક્ષ હાજર થયા. રાજાએ સીધી જ મુદ્દાની વાત