નેહડો ( The heart of Gir ) - 20

(28)
  • 4.5k
  • 1
  • 2.7k

આજે રાધી અને કનો જંગલમાં આઘેરેક નીકળી ગયા હતા. વાતાવરણ વાદળછાયું હતું. સુરજદાદો વાદળા વચ્ચે સંતાકુકડી રમી રહ્યો હતો. ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાતાવરણમાં ઉકળાટ વધુ હતો. ઓતરાદા પવનની લહેરખીઓ આવી રહી હતી. હમણાં ઘણા દિવસોથી વરસાદ પડયો ન હતો. ચોમાસામાં ગીરનું જંગલ લીલુંછમ જ હોય છે, પરંતુ વરસાદની ખેંચને લીધે બપોરનાં તડકામાં ઘાસ લછાવા લાગ્યું હતું. વરસાદની ખૂબ જરૂર હતી. એકાદો વરસાદ પડી જાય તો ગીર ફરી લીલું છમ થઈ ઊઠે તેમ હતું. ધીમે ધીમે દરિયાદેવ પરથી વરસાદ ભરેલી વાદળીઓ આવી અને આકાશમાં જમાવડો કરવા લાગી હતી. આકાશ ગોરંભાય ગયું હતું. કનોને રાધી ટેકરીઓના