પરિવર્તન એ સંસાર નો નિયમ છે

  • 3.8k
  • 3
  • 892

*"દુંદાળા-ફાંદાળા"*e Unfocused* મોડે તો મોડે મોડે પણ કંપનીઓને સમજાયું ખરું કે એમનો ટાર્ગેટ કસ્ટમર 6 પેક, slim, head turner, શ્વાસ થંભાવી દેનાર ગોરો ચટ્ટો ફુટડો યુવાન નથી (હશે એવા 2-4 જણા) પણ એમનો ટાર્ગેટ કસ્ટમર 36 ઇંચની એવરેજ કમર ધરાવતો, થોડી ફાંદ બહાર નીકળેલો 6 પેકમાં 4 પેક ઓછા એટલે કે માત્ર 2 પેક ધરાવતો 35 વર્ષની ઉપરનો ઘંઉવર્ણો ભ'ઈ છે!!! મેનીકવીન (પૂતળા) ને પહેરાવેલું ટી-શર્ટ જોઈને, આકર્ષિત થઈને ટ્રાય કરેલા ટી-શર્ટ વિશે સાથે આવેલાને "કેવું લાગે છે" પૂછીએ ત્યારે સાચો જવાબ આપવો એના માટે બહુ અઘરો થઇ પડે છે અને મોઘમ જવાબ આપવાની કળા દરેકના સ્કીલ સેટમાં નથી હોતી. એટલે