આઝાદીનો અતિરેક

  • 2.2k
  • 842

લે. કેતન મોટલા ‘રઘુવંશી’ “આઝાદીનો અતિરેક” ‘સ્વીટી બેટા ઉઠ, કેટલા વાગ્યા છે. કોલેજ નથી જવાનું આજે ? અંજલીબેન પોતાની લાડકી દીકરી સ્વીટીને ઉઠાવતા બોલ્યા. ‘ઓ મમ્મી !હજુ સુવા દે ને થોડી વાર..બહુ ઊંઘ આવે છે.’ ‘રાત્રે મોબાઈલ માં કેટલા વાગ્યા સુધી જાગતી હતી ? આ મોબાઈલ આવ્યા ત્યારથી તારી ઊંઘ ઓછી થઈ ગઈ છે!’ અંજલીબેન ગુસ્સામાં બોલ્યા. સ્વીટી શહેરના નામાંકિત ધનાઢય બીઝનેસમેન પ્રદીપશેઠનું એકમાત્ર સંતાન હોવાના કારણે લાડકોડમાં ઉછરી. પોતાની લાડકી દીકરી ને જે માંગે તે હાજર કરી દેતા માતા-પિતા. સ્વીટીની એક પણ ડીમાંડ પૂરી ન થાય તેવું હજુ બન્યું નથી. ‘તમે પણ શું ? દીકરીની જાતને આટલા લાડ