વગડાનાં ફૂલો - 8

  • 2.7k
  • 1.4k

રવજીનેં ખાસી ખાંસીને અધમૂઓ થઈ ગયો હતો. રવજીનાં મોઢામાંથી નીકળી રહેલાં ધોરા ચીકણા પ્રવાહીને કંચન ફાંટી આંખે જોઈ રહી. " દવા પીવાય ગઈ હમણાં સારું થઈ જશે. તમે ચિંત્યા ન કરતા." રવજી ખાસીનાં કારણે આંખોમાં આવી ગયેલા ઝળઝળિયા લૂછતાં બોલ્યો." ઉકાળો તૈયાર સે. પી લો રાહત થઇ જાશે." કંચન ત્રાસી આંખે રવજીનાં મોંઢા સામુ જોઈ રહી. પછી હથેળીમાં ધૂળ ભરી ચિંકાણા પ્રવાહી ઉપર નાખી દાટી દીધું. કંચનની આ ગતિવિધિ જોઈ રવજીનું મન ખિન્ન થઈ ગયું. "હું આ ભોળી છોકરીને છેતરી રહ્યો છું. આનાં નિસાસા મારાથી નઇ સંભળાઈ. હું સાચું કહી દવ! છોકરીનું જીવતર ધૂળ થતાં અટકી જાય." રવજી મનોમંથન કરતો