વગડાનાં ફૂલો - 9

  • 2.8k
  • 1.4k

કડવીબેન ઝબકયા. સામે કાળી ધાબળી ઓઢીને રવજી ઊભો દેખાયો. " ભાઈ તમે!""હું કંચન પાહે જાતો આવું."" અટાણે! કોઈ જોઈ જાહે તો? દેકારો કરશે.ભાઈ કાલે જાજો."" ના ભાભી કાલે બા લગનની તારીખું માંડશે. મારી પાહે બસ આજની રાત સે." " ફળીમાં મોહનભાઈ હુતા સે. એનું હું?" કડવીબેને શંકા વ્યક્ત કરી." એ તો એની દુનિયામાં લીન સે. એ નઇ ઉઠે.હું જાવ સુ.બાં જાગે તો તમે હંભાળી લેજો." રવજી કેતા'ક નીકળી ગયો. વાડામાં અંધારી રાતે આંસુ સારતી કંચનને પોતાના માં બાપની યાદ ઘડિકેય ઝંપવા નહોતી દઈ રહી.એ આકાશે સતત ટમટમતા તારલિયાઓમાં પોતાની જનેતાનો ચહેરો શોધવા પ્રયત્ન કરી રહી હતી. પોતાની બે