રાજવી : પ્રીતની નવી રીત - 29

  • 2.1k
  • 2
  • 872

(૨૯) (રાજુલ નેમકુમારને તેના આત્માની સિદ્ધિની જવાબદારી સોંપે છે. હવે આગળ...) આખું વાતાવરણ અને મહેલ નેમકુમારના મુખ પર છવાયેલા આત્મસંતોષથી અને રાજુલના આત્મત્યાગથી ઝળહળી ઊઠયું. રાજુલને મળીને નેમકુમાર ઉગ્રસેન રાજા અને ધારિણીરાણીની વિદાય લેવા ગયા. ધારિણીનાં સૂઝેલી આંખો જોઈ કુમાર પાછા દ્રિધામાં પડયા. સમસ્ત માનવજાતિના પોતે અપરાધી બની બેઠા હોય એવો ભાવ તેમના ચહેરા પર ઊગ્યો. "માતાજી, આપને પ્રણામ કરવા આવ્યો છું." કુમારે ધારિણીને પ્રણામ કરતાં કહ્યું. "બેસો, કુમાર." કહીને તે ઊભા થવા ગયા, તેમનામાં પલંગમાં થી નીચે ઉતરવાનું બળ નહોતું છતાં ઊભા થાય તે પહેલા જ રાજુલે તેમને પકડીને પાછા બેસાડી દીધા. "મા, તમે બધા હવે મારા માટે જીવ