ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૯

  • 2.2k
  • 3
  • 930

જીતસિંહે ઘણી વાર માયા ભાભી ના ફોનમાં ફોન કર્યો પણ માયા ફોન કટ કરી નાખતી હતી. આ જોઈને જીતસિંહ હવે વધુ વાર માયા ને ફોન કરવા ન માંગતા હતા ને હવે ગમે તે રીતે માયા ભાભી ને રૂબરૂ કેમ મળવું તે વિચારવા લાગ્યા. અત્યાર સુધી કામ વગર જીતસિંહ માયા નાં ઘરે ક્યારેય ગયા ન હતા. એટલે કામ વગર કેમ ઘરે જવું એ જીતસિંહ વિચારવા લાગ્યા. માયા ભાભી ને મળવું ખૂબ જરૂરી હતું કેમકે ત્યાંથી બંને વચ્ચેના અણબનાવ ની ખબર પડે તેમ હતી. એટલે માયા ના ઘરે નહિ પણ બહાર જરૂર થી મળીશ જ. આ દ્રઢ નિશ્ચય થી જીતસિંહ બાઇક લઇને માયા