ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - Novels
by Jeet Gajjar
in
Gujarati Novel Episodes
દિવસભર ઘરનું કામ કરીને કાવ્યા આજે થાકી ગઈ હતી. આમ તો મમ્મી રમીલાબેન ઘરનું બધું કામ સાથે કરતા પણ આજે તે ભજન માં ગયા હતા એટલે ઘર ના બધા કામ ની જવાબદારી કાવ્યા પર આવી ગઈ હતી. એટલે બધું ...Read Moreકાવ્યા ના હાથમાં આવ્યું હતું. સાંજે રમીલાબેન આવી ગયા હતા પણ તેઓ આવીને તરત પૂજા અને તેમના પતિ વિકાસભાઈ ને સેવામાં લાગી ગયા. તેમને ગ્લાસ ભરી ને પાણી આપ્યું. અને તરત કિચન માં જઈને તેમાં માટે ચા બનાવી આપી. હા..સાંજ ના ભોજન માં કાવ્યા ની રમીલાબેને મદદ કરી પણ કાવ્યા ને કોઈ ફર્ક પડ્યો ન હતો. કેમ કે બે વ્યક્તિ
દિવસભર ઘરનું કામ કરીને કાવ્યા આજે થાકી ગઈ હતી. આમ તો મમ્મી રમીલાબેન ઘરનું બધું કામ સાથે કરતા પણ આજે તે ભજન માં ગયા હતા એટલે ઘર ના બધા કામ ની જવાબદારી કાવ્યા પર આવી ગઈ હતી. એટલે બધું ...Read Moreકાવ્યા ના હાથમાં આવ્યું હતું. સાંજે રમીલાબેન આવી ગયા હતા પણ તેઓ આવીને તરત પૂજા અને તેમના પતિ વિકાસભાઈ ને સેવામાં લાગી ગયા. તેમને ગ્લાસ ભરી ને પાણી આપ્યું. અને તરત કિચન માં જઈને તેમાં માટે ચા બનાવી આપી. હા..સાંજ ના ભોજન માં કાવ્યા ની રમીલાબેને મદદ કરી પણ કાવ્યા ને કોઈ ફર્ક પડ્યો ન હતો. કેમ કે બે વ્યક્તિ
કાવ્યા એ સહજતા થી ફરી બુક વાંચી રહેલી છોકરી ને કહ્યું.મને પરીઓ ની વાર્તાઓ વાંચવાનો ખુબ જ શોખ છે. અને મારી ઈચ્છા છે કે હું એક દિવસ પરી બનું. કાવ્યા ની આ વાત સાંભળી ને પેલી છોકરી હસી નહિ ...Read Moreકાવ્યા ની સામે મીઠી સ્માઇલ કરીને પોતાના હાથમાં રહેલું બુક કાવ્યા ના હાથમાં આપતા બોલી. આ બુક વાંચી જા એટલે તારું પરી બનવાનું સપનું સાકાર થઈ જશે. હાથમાં પુસ્તક આવતા કાવ્યા તો રાજી રાજી થઈ ગઈ. તે છોકરી ને આભાર વ્યક્ત કરીને તે પરી ની બુક વાંચવા બેસી ગઈ. બુક વાંચવા એટલી તલ્લીન થઈ ગઈ કે ક્યારે બપોર થઈ ગયા તે ખબર ન
બ્રાહ્નણ ને આટલા ક્રોધિત જોઈને રાણી વિભા તેને પગે પડી તેના પગ દાબવા લાગી. અને એક નમ્ર વિનંતી કરી. હે ભૂદેવ અમે તો મહાદેવ નું ભજન અને પ્રજા ની સેવા કરવા માટે આ નગરમાં જન્મ લીધો છે. મારા ભાગ્ય ...Read Moreતમારી સેવા લખી હશે એટલે હું તમારી સેવા કરવા લાગી ગઈ. અને હજુ તમને અમારી નિષ્ઠા અને ભક્તિ માં કોઈ ખોટ લાગતી હોય તો આપ અમને જરૂર થી શ્રાપ આપી દો પણ હું ધ્યાન માં બેઠેલા મહારાજ ને જગાડીશ નહિ. ગરીબ બ્રાહ્મણ જાણે પરિક્ષા લેવા આવ્યો હોય તેમ રાણી વિભા ને આદેશ કર્યો. જાઓ રાણી મારા માટે તમારા હાથ થી સારા સારા
મહાદેવ ની આ રહસ્યમય વાત સંભળી ને માં પાર્વતી બોલ્યા. હે પ્રભુ તમે એક બાજુ કહો છો કે રાજા વિધ્વંત ના ઘરે કન્યા નો જન્મ થશે અને બીજી બાજુ કહી રહ્યા છો કે તે કન્યા નહિ હોય.તો હે પ્રભુ ...Read Moreરાજા વિધ્વંત ના ઘરે કોણ જન્મ લેશે.? હે પ્રિયે.. બસ થોડા દિવસ ની રાહ જુઓ પછી ખબર પડી જશે કે રાજા વિધ્વંત ને ત્યાં કન્યા જન્મે છે કે કોઈ બીજું.માં પાર્વતી પછી મહાદેવ ને કોઈ સવાલ કર્યો નહિ ને બસ તે સમય ની રાહ જોવા લાગ્યા. રાણી વિભા ને હવે સારા દિવસો શરૂ થયા. આ સારા દિવસોમાં રાજા વિધ્વંત રાણી નું બહુ ધ્યાન
જીનલ મહેલના ઓરડામાં ધીરે ધીરે મોટી થવા લાગી. જીનલ તેનો ઓરડો હંમેશા બંધ રાખતી. જ્યારે રાજા કે રાણી આવતા ત્યારે તે દરવાજો ખોલતી. બંધ ઓરડામાં જીનલ શું કરતી તે કોઈને ખબર ન હતી. રાજા વિધ્વંત અને રાણી વિભા એ ...Read Moreજીનલ ને સવાલ કર્યો નહિ કે તું તારો ઓરડો કેમ બંધ રાખે છે અને ઓરડામાં તું શું કરતી હોય છે. રાજા વિધ્વંત અને રાણી એમ જ માની રહ્યા હતા કે કોઈને ખબર ન પડે તે હેતુથી જીનલ તેનો ઓરડો બંધ રાખતી હશે. અસલ માં જીનલ ઓરડો બંધ કરીને મહાદેવ નું ધ્યાન કરતી હતી. અને પ્રાથના કરતી કે હું આ રૂપ
જીનલ ના નજર સામે એક સુંદર પરી નજરે આવી હતી અને હવે તો રોજ તેની સામે પરી દેખાઈ રહી હતી. એ જીનલ નો આભાસ હતો પણ તેનું મન હવે પરી તરફ વળી રહ્યું હતી. તેં હવે સામાન્ય છોકરી બનવાને ...Read Moreતેના મનમાં પરી થવાના વિચારો જાગવા લાગ્યા. પણ મારા આ રૂપ ને પરી કઈ રીતે બનાવી શકું તે તેની મોટી મૂંઝવણ હતી. થોડા દિવસ તો એ વિચારતી રહી કે હું પરી કેવી રીતે બની શકું પણ તેને પરી બનવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. ત્યારે તેને યાદ આવ્યું કે ભક્તિ કે તપસ્યા કરીને બધું મેળવી શકાય છે એટલે જીનલે મહાદેવ ની
મહાદેવ જીનલ ને પરી બનવાનો રસ્તો બતાવતા કહે છે.અહી થી દસ માઈલ દૂર પચિમ બાજુએ એક અતિ પ્રાચીન ગુફા આવેલી છે. તે ગુફાનું નામ છે ઉબડ. તે ઉબડ ગુફામાં એક જીન ફક્ત રાત માટે જ રહે છે. દિવસે ત્યાં ...Read Moreકોઈ બીજી જગ્યાએ જતો રહે છે. તે જીન એટલો શક્તિશાળી અને બુદ્ધિશાળી છે કે તેની સામે કોઈ માણસ ટક્કર લઈ શકે નહિ. તે જીન થકી તારું પરી બનવાનું સપનું સાકાર થશે. પણ એક વાત યાદ રાખજે જીન નું દિલ તારે જીતવું પડશે. જો જીન નું દિલ જીતીશ તો પરી બનીશ નહિતર મારું વરદાન છે કે તું સામાન્ય કન્યા બની જઈશ.
જીનલ વિચારી રહી હતી ત્યાં તેને કોઈ કાનમાં આવી ને કહી ગયું. કે જે રસ્તે અંધારું છે તે રસ્તે તું જા અને જીન તને ત્યાં મળશે. જીનલ ઉભી થઇ અને ઘનઘોર અંધારા વાળા રસ્તે ચાલવા લાગી. તેને કઈજ દેખાતું ...Read Moreહતું પણ મહાદેવે કહ્યું હતું કે ઉબડ ગુફામાં જીન સિવાઈ કોઈ રહેતું નથી એટલે જીનલ ગુફા ની એક બાજુની દિવાલ પકડતી પકડતી ડર્યા વગર ચાલવા લાગી. હજુ થોડું ચાલી હશે ત્યાં એક દરવાજો આવ્યો તે દરવાજા ને ખોલી ને જુએ છે તો કોઈ રાજમહેલ હોય તેવું લાગ્યું. ઉપર ના મુખ્ય સ્ટેજ પર એક મોટું સુશોભિત સિહાસન હતું. નીચે મત્રીઓ ની બેઠકો
જીનલ ના જવાબ થી જીન ખુશ થાય અને અને બીજો સવાલ કરે છે.કર્મ થી શું મળે છે. અને આ કર્મો આપણને ક્યાં લઈ જાય છે. જીનલ જવાબ આપતા કહે છે. કર્મ થી ફળ મળે છે અને ફળ થકી માણસ ...Read Moreભાગ્ય માં હોય તે મળે છે.જીનલ એક વાર્તા કહેતા કહે છે. એક દેશમાં બે નગરો હતાં. બંને નગરો નજીક માં સામે સામે જ હતા. બંને નગરમાં અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા. તે નગર થી થોડે દૂર જંગલમાં એક સંત રહેતા હતા અને બંને રાજા તે સંતને પોતાના ગુરુ માનતા હતા અને તેમનો આદર પણ કરતા હતા. પરંતુ સમસ્યા એ હતી કે
જીન ત્રીજો સવાલ કરે છે.જો કર્મ મોટો હોય તો ભક્તિ કરનાર માણસ દુઃખી કેમ છે.? અને નાસ્તિક, દુરાચારી, અધર્મી માણસ સુખી કેમ છે.? જીનલ પહેલા જીન ને એક વાર્તા કહે છે.એક રાજ્ય નો રાજાએ એક ખૂબ સુંદર તેના રાજ્ય ...Read Moreમંદિર બાંધ્યું. હતો. રાજાને એ મંદિરમાં પૂજા આરતી માટે એક સાચા ભક્તની જરૂર હતી. એક દિવસ એક સદાચારી તથા ધર્મનિષ્ઠ બ્રાહ્મણે પૂજારી તરીકે તે મંદિરની જવાબદારી સંભાળી લીધી. આથી રાજાને ખૂબ આનંદ થયો. તે બ્રાહ્મણ ખૂબ જ સંતોષી તથા ભગવાન નો ભક્ત હતો. તે પૂજાપાઠ માટે રાજા પાસે કોઈ વસ્તુની લેતો ન હતો. રાજા તેના સ્વભાવ તથા વ્યવહારથી ખૂબ પ્રસન્ન હતો. બ્રાહ્મણને
જીનલે આપેલા જવાબ થી જીન ખુશ થાય છે અને જીનલ તેમના હાથમાં રહેલ છડી થી કોઈ મંત્ર બોલીને જીનલ ને રાક્ષશી રૂપ માંથી એક સુંદર કન્યા નહિ પણ પરી બનાવી દીધી. તેમના હાથમાં રહેલ તે છડી માંથી ...Read Moreએક છડી બનાવી ને જીનલ ના હાથમાં આપતા કહ્યું.જીનલ આજથી તું પરી છે. તારી પાસે પરી જેટલી જ શક્તિ આવી ગઈ છે. તું હવે સામાન્ય કન્યા નહિ પણ એક પરી છે. જીનલે પોતાના ચેહરા પર હાથ ફેરવ્યો તો તેના મોટા મોટા દાંત ગાયબ થઈ ગયા હતા. અને ચહેરો એકદમ મુલાયમ બની ગયો હતો. તેણે તેનો હાથ માથા પર રાખ્યો તો શિંગડા નહિ પણ
કાવ્યા એ પરી બનવાનો રસ્તો તો મળી ગયો હતો. પણ આ ઉબડ ગુફા ક્યાં આવેલી છે. તે ગૂગલ મેપ પર સર્ચ કરવા લાગી પણ તેને ઉબડ નામની ગુફા ક્યાંય મળી નહિ. તેણે ગૂગલ પર સર્ચ કરી જોયું પણ ત્યાં ...Read Moreતેને કઈ હાથમાં લાગ્યું નહિ. બસ ઉબડ ખાબડ રસ્તા જોવા મળ્યા અને તેતો બધી જગ્યાએ હોય છે. કાવ્યા નિરાશ થઈ ગઈ. રાત્રે જમીને કાવ્યા સૂવાની તૈયારી કરી રહી હતી ત્યાં તેને વિચાર આવ્યો કે આ દેશમાં જેટલી ગુફાઓ છે તેના વિશે ગૂગલ માંથી માહિતી મેળવી જોવ. હાથમાં ફોન લઇ ગૂગલ માં સર્ચ કરવા લાગી. ત્યાં તેના ફોનમાં ગુફાઓ નું આખું લીસ્ટ
રમીલાબેન ની ધમકી થી કાવ્યા ઘરના કામમાં હાથ વટાવવા લાગી. પણ તેને ભણક લાગવા ન દીધી કે હું રાત્રે કોઈ ને પણ કહ્યા વગર કંકણ ગુફા પાસે જઈશ અને ક્યારે પાછી ફરીશ. સાંજ પડતાં તે તેના રૂમમાં ગઈ. કાવ્યા ...Read Moreવિચાર બનાવી લીધો હતો કે હું રાત ની બસ પકડીને સવાર સુધીમાં હું કંકણ ગુફા પહોચી જઈશ એટલે તે સમયે તેણે એક ચિઠ્ઠી લખી અને તેમાં લખ્યું.મારી વ્હાલી મમ્મી.હું મારું પરી બનવાનું સપનું સાકાર કરવા થોડા દિવસ ઘર થી દુર રહીશ. અને આવીશ ત્યારે હું પરી બનીને આવીશ. મારી ચિંતા કરશો નહિ હું જલ્દી ઘરે પાછી આવી જઈશ.તમારી..કાવ્યા આ ચિઠ્ઠી કાવ્યા એ
કાવ્યા કંકણ ટેકરી પાસે બેસીને વિચારવા લાગી. હવે શું કરીશ. કેવી રીતે ગુફા માં જઈશ, અહી તો અંદર જવાનો કોઈ રસ્તો દેખાતો નથી. નિસાસો નાખીને આકાશ તરફ મીટ માંડી. જાણે કે ભગવાન આવીને કાવ્યા ને રસ્તો બતાવશે. થોડી વાર ...Read Moreફરી કાવ્યા તે ટેકરી ને ચક્કર લગાવવા લાગી. આ વખતે તે નિરાંતે ચાલી ને જોઈ રહી હતી. કે ક્યાંક મોટો નહિ પણ નાનો પથ્થર જોવા મળી જાય જે ગુફાની અંદર જવાનો રસ્તો હોય. ચાલતી ચાલતી કાવ્યા એ ટેકરી ને પૂરો ચક્કર લગાવી લીધો પણ તેને કોઈ મોટો પથ્થર જોવા ન મળ્યો કે ન મળ્યો અંદર જવાનો રસ્તો. નિરાશ થઈ થાકી ને ફરી
કાવ્યા તે સફેદ પ્રકાશ ની દિશામાં ધીરે ધીરે આગળ વધી. જેવી કાવ્યા ત્યાં પહોંચે છે તો તે સફેદ પ્રકાશ અદ્રશ્ય થઈ જાય છે. પણ કાવ્યા એ માની લે છે કે અહી થી જીન ગુફામાં પ્રવેશ કરતો હશે અને અહી ...Read Moreબહાર નીકળતો હશે. કાવ્યા ત્યાં બેસીને ફરી સફેદ પ્રકાશ થવાની રાહ જોવા લાગી. પણ થોડો સમય તેણે રાહ જોઈ ત્યાં તો કાવ્યા ને તે જ જગ્યાએ ઊંઘ આવી ગઈ. સવાર થયું તોય કાવ્યા ઘરે પાછી ફરી ન હતી. રમીલાબેન ને હવે કાવ્યા ની વધુ ચિંતા થવા લાગી હતી. વિકાસભાઈ કામ પર જઈ રહ્યા હતા તો તેમને રોકી ને કહ્યું. કાવ્યા હજુ
કાવ્યાએ આંખ ખોલી તો સવાર થઈ ગયું હતું. સૂરજ ધીરે ધીરે તેનું તેજ પાથરવા લાગ્યો હતો. આળસ મરડી ને કાવ્યા ઉભી થઇ અને ટેકરી તરફ નજર કરી તો જે કાલ ની સ્થતિ માં હતું બધું, તે આજે પણ એમ ...Read Moreહતું. પહેલો વિચાર એ આવ્યો કે હવે શું કરીશ હું. રાત પણ નીકળી ગઈ, પણ જીન ના તો કોઈ વાવડ ન મળ્યા. કાવ્યા ઉભી થઈને રાત્રે જે જગ્યાએ પ્રકાશ આવ્યો હતો ત્યાં તેની નજીક પહોંચી અને નજર કરી કે ક્યાંય રસ્તો તે કોઈ તિરાડ તો નથી ને, પણ ત્યાં કંકણ સિવાઈ કઈ હતું નહિ. હવે કાવ્યા પાસે બે રસ્તા હતા. એક
કંકણ નીચે આવતા જોઈને કાવ્યા નું મન થોડું ડગ્યું હતું પણ પરી બનવાની ઈચ્છા તેને હિમ્મત આપવા લાગી. એક નિર્ણય કરી લીધો કે હું આખી રાત મહેનત કરીશ અને જો સુરંગ થોડી પણ નહિ ગાળી શકુ તો હું એમ ...Read Moreમારા ભાગ્યમાં પરી બનવાનું નથી. ફરી હાથમાં ખોદકામ ના હથિયાર કાવ્યાએ ઉપાડ્યા ને શરૂ કર્યું ખોદકામ. મોડી રાત સુધી કાવ્યા ખોદકામ કરતી રહી પણ તે જેટલી સુરંગ કરતી તેટલી ઉપર થી કંકણ નીચે પડીને બુરાઈ જતી. મધ્ય રાત્રિ થઈ તો પણ કાવ્યા એ ખોદકામ ચાલુ રાખ્યું. હવે કાવ્યા થાકી ચૂકી હતી એટલે થોડો આરામ કરવાનું વિચાર્યું. તે ત્યાં થોડીવાર બેસી રહી
કાવ્યા સાંજ સુધી સૂતી રહી. સાંજ થતાં કાવ્યા જાગી ગઈ. કાવ્યા ને થાક ને કારણે ખબર ન પડી કે હું આખો દિવસ સુતી રહી હતી. કાવ્યા ઉભી થઇ પણ ફરી તેની સામે એક મૂંઝવણ ઉભી હતી. કે એક રસ્તો ...Read Moreતો બીજા બે રસ્તા અંધકારમય. તો કરવું છું ક્યાં રસ્તે પહેલા જવું. કેમ કે જીનલ જ્યારે આ ગુફામાં પ્રવેશી હતી ત્યારે તેની સામે અંધકારમય રસ્તો એક જ હતો અને તે રસ્તે તે ચાલી હતી. પણ અહી તો બે છે. શું કરવું.? કાવ્યા ને વિચાર આવ્યો આવી રીતે વિચારી ને સમય વેડફવા કરતા હું એક રસ્તા ની અંદર પ્રવેશી ચાલતી થાવ જો
કાવ્યા તો એક વિશ્વાસ થી કે આ રસ્તે મને જરૂર થી જીન મળશે એટલે તે અંધકારમય રસ્તે ચાલવા લાગી હતી. ત્યાં સામે તેને એક મોટો દરવાજો દેખાયો. જે દરવાજો બુક માં વર્ણન કર્યું હતું, તેઓ જ દરવાજો હતો. દરવાજો ...Read Moreમોટો હતો. અને તેની તિરાડ નથી એક સફેદ પ્રકાશ આવી રહ્યો હતો. જે પ્રકાશ થી કાવ્યા ને મનમાં એક મોટી રાહત અને ખુશી થઈ કે હું જીન ને મળવામાં કામયાબ થઈ છું. હવે મારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. કાવ્યાએ તે દરવાજો ધીમે થી ખોલ્યો. ત્યાં સામે હતો એક મોટો રાજમહેલ. જે સોના, ચાંદી, હીરા, મોતી થી સુશોભિત હતો. કાવ્યા
કાવ્યા એ તે દિવ્ય જ્યોત ને પૂછે છે આપ કોણ છો.? ત્યારે તે દિવ્ય જ્યોત જવાબ આપતા કહે છે. હું રાજા તેજમય ની આત્માં છું અને આ મારો મહેલ છે. એટલે મારો અહી વાસ છે. પણ હે કન્યા તું ...Read Moreછે અને અહી સુધી શા માટે આવી, તું કેવી રીતે અહી સુધી પહોંચી.? તે આત્માં કાવ્યા વિશે પહેલેથી જાણતી હતી તો પણ કાવ્યા ને સવાલ કર્યો. રાજા તેજમય ના આ સવાલ થી કાવ્યા ને વાંચેલી બુક યાદ આવી ગઈ. તે બુક માં તો રાજા તેજમય નો કોઈ ઉલ્લેખ નહતો તો આ રાજા તેજમય ની આત્માં ક્યાંથી આવી.? કાવ્યા ને થયું લાવ મારો
ખુબ મહેનત અને સંઘર્ષ કરીને કાવ્યા અહી સુધી આવી હતી. હવે જીન તો તેને અહી મળી શકે તેમ હતો નહિ. એટલે પરી બનવાનું સપનું રોળાઈ ગયું હતું. પણ તે હવે ખાલી હાથે પાછી ફરવા માંગતી ન હતી. એટલે તે ...Read Moreઆત્માને કહે છે કે હું તમારા ત્રણ સવાલોના જવાબ આપવા તૈયાર છું. કાવ્યા ને એમ હતું કે બુક માં જે રીતે જીન જીનલ ને ત્રણ સવાલ પુછે છે જે સવાલ મને ઉદાહરણ સહિત યાદ છે એટલે આ આત્માં પણ એજ સવાલ કરશે અને હું જવાબ આપી શકીશ. પણ કાવ્યા ને ક્યાં ખબર હતી કે જીન અને આત્માં અલગ છે એટલે બંને
રાજા તેજમય ની આત્માં કાવ્યા ને બીજો સવાલ કરે છે.પૈસા નું મૂલ્ય શું ? કાવ્યા ને આ સવાલ સરળ લાગ્યો. તેની પાસે પૈસા નું મૂલ્ય કેવી રીતે કરવુ અને તેનું વર્ણન પણ સારી રીતે જાણતી હતી. માણસ પૈસા નું ...Read Moreસારી રીતે જાણે છે, અને તેને કેવી રીતે ઉપયોગ માં લેવો તે પણ ખબર હોય છે. પણજ્યારે માણસ પાસે પૈસા નથી અથવા અપેક્ષા કરતા ઓછા હોય છે, ત્યારે તેનું મૂલ્ય જાણી શકતો નથી. જરા વિચારો કે જો કોઈની પાસે પૈસાની અછત હોય તો તે કેટલું દુઃખ કારક હશે. જેમ કે અત્યાર ના ગરીબો ની હાલત. આજના સમયમાં વ્યસનમાં માણસો ગળાડૂબ થઈને પૈસા નો
કાવ્યા ના બીજા આપેલ જવાબ થી તે દિવ્ય આત્માં ખુશ થઈ જાય છે. અને કાવ્યા ને ત્રીજો સવાલ પૂછે છે.જીવન નું મૂલ્ય શું.? કાવ્યા જીવન અને તેનું મૂલ્ય સમજાવતા કહે છે.જીવન ફક્ત એક બાબત જ નહીં પરંતુ આનાથી ઘણું ...Read Moreછે. માનવ જીવન પદાર્થ અને ચેતના બંનેનું સંયોજન છે. જો ત્યાં ફક્ત માનવ પદાર્થ હોત, તો આરામ કરવાની જરૂર નહોતી. કારણ કે પદાર્થ આરામ, બેચેની, સુંદરતા, સુખ અને દુઃખ અનુભવતા નથી. આ ફક્ત તે જ થઈ શકે છે જેમાં ચેતના અસ્તિત્વમાં છે. પરંતુ જીવન ફક્ત ચેતન નથી. કારણ કે જો તે હોત, તો આપણે પાણી, ખોરાક અને આરામની જરૂરિયાત અનુભવીશું નહીં. ચેતના
કાવ્યા ના ત્રણેય જવાબ થી રાજા તેજમય ની આત્મા ખુશ થાય છે. અને કાવ્યા ને એક વરદાન આપે છે.કાવ્યા તું જ્યારે ઈચ્છીશ ત્યારે ગાયબ થઈ જઈશ અને તને કોઈ જોઈ નહિ શકે. પણ એક વાત યાદ રાખજે. જ્યારે ...Read Moreઆ શક્તિ થી કોઈ નીતિ અને ધર્મ પર ચાલનાર ને દુઃખી કરીશ તો તારી આ શક્તિ મારી પાસે આવી જશે અને તું એક સામાન્ય છોકરી બની જઈશ. કાવ્યા ને આ અણમોલ શક્તિ મળી એટલે તેણે તે દિવ્ય આત્મા ને ખુબ ખુબ આભાર માન્યો. પણ તે અંદર થી દુઃખી હતી. તેનું સપનું પરી બનવાનું હતું. પણ તે પરી બની શકી નહિ. કાવ્યા ને અંદર
તે દિવસે કાવ્યા તેની દિવ્ય દૃષ્ટિ થી તે બુક નો બીજો ભાગ શોધી શકી નહિ. એટલે તેને થયું થોડા દિવસ મમ્મી ના કામમાં મદદ કરું એટલે તેને એમ થશે કાવ્યા પહેલા જેવી જ નોર્મલ છે. આમ પણ કાવ્યા પોતાની ...Read Moreરહેલી શક્તિ ની કોઈને જાણ કરવા માંગતી ન હતી. કાવ્યા તો તેની મમ્મી સાથે કામમાં લાગી ગઈ. કાવ્યા પહેલા જેવી નોર્મલ છે એમ સમજી ને રમીલાબેને કાવ્યા ને કહ્યું બેટી તારે કોલેજ નથી જવું.? કેટલા દિવસ થી તું કોલેજ ગઈ નથી. આજે નહિ પણ કાલથી તું કોલેજ જવાનું શરૂ કરી દે.કાવ્યા ને કોલેજ નહિ પણ પેલી લાઇબ્રેરી યાદ આવી ગઈ. જે
કાવ્યા સિટી ની લાઇબ્રેરી માં અંદર દાખલ થઈ. સામે નજર કરી તો પેલી છોકરી કોઈક બુક વાંચી રહી હતી. કાવ્યા તેની પાસે જઈને બેસી ગઈ. કાવ્યા ને જોઈને પેલી છોકરી હસીને બોલી.તું પેલી કાવ્યા છે ને જે પરી બનવા ...Read Moreમારી પાસેથી બુક વાંચવા લીધેલી. ? હા હું એજ કાવ્યા છું જેને તમે મદદ કરી હતી. ફરી હું તમારી પાસે એક મદદ લેવા આવી છું. ગંભીરતા થી કાવ્યા બોલી. બોલ શું મદદ કરું તારી.? પરી નું ભૂત હજુ સવાર છે કે ઉતરી ગયું.! ફરી ધીમેથી પેલી છોકરી હસી. પરી બનવાનું તો સપનુ છે જ મારું. તમે મને પેલી બુક "મારે પરી બનવું છે" નો
કાવ્યા તો લેખક જીવન સાહેબ ની આત્મા નું આહવાન કરવા લાગી. જેમ તે કંકણ ગુફામાં રાજા ની આત્મા નું આહવાન કર્યું હતું તેમ. થોડીક ક્ષણોમાં તો લેખક જીવન સાહેબ ની આત્મા કાવ્યા સામે પ્રગટ થઈ. એક નાની જ્યોત ...Read Moreદેખાતી આત્મા ને જોઈને કાવ્યા તેમની સામે પ્રણામ કર્યા અને હાથ જોડીને વિનંતી કરી.હે દિવ્ય પ્રેત આત્મા મારે તમારી જરૂર પડી છે એટલે મારે તમારું આહવાન કરવું પડ્યું. આત્મા તો આત્મા હોય છે. જો મનના તરંગો થી તે અહી સુધી આવી શકતા હોય તો તે કોઈના મનમાં રહેલી વાતો પણ આસાની થી જાણી જતા હોય છે. એટલે જીવન સાહેબ ની આત્મા એ કહ્યું.
બંધી બનાયેલા જીવન સાહેબ રાજા સામે ઘણી આજીજી કરે છે પણ રાજા મિરાઝ તેને કારાવાસ માં ધકેલી દે છે. થોડો સમય પછી ત્યાં કારાવાસ માં મને મળવા રાજાની કુંવરી મધુમતી ત્યાં આવે છે. હું કુંવરી ને જોઈને અસંબિત પડી ...Read Moreથોડો ડર લાગવા લાગ્યો કે કદાચ કુંવરી મને મૃત્યુદંડ ન આપી દે. કુંવરી મધુમતી કારાવાસ ની અંદર દાખલ થઈ એટલે મે તેને પ્રણામ કર્યા અને કહ્યું. કુવરી બા મને ક્ષમા કરશો....કુંવરી મધુમતી મને કહે ક્ષમા તો મારે તમારી માંગવી જોઈએ. તમારા કોઈ પણ ગુના વગર તમને કારાવાસ માં ધકેલી દેવામાં આવ્યા. વધુ કુંવરી મધુમતી કહે છે. જીવન સાહેબ... અસલમાં મારા પિતાજી રાજા મિરાઝ
જીનલે તે ઘરડી માં ને એક વાર કહ્યું કે આપ કેમ રડી રહ્યા છો. પણ સામેથી કોઈ જવાબ આવ્યો નહિ એટલે ફરી જીનલ તે ઘરડી માં પાસે બેસી ને માં નો હાથ પકડી ને એક વિશ્વાસ સાથે બોલી. હું ...Read Moreની દીકરી છું એમ તમારી પણ દીકરી છું. આપ મને એ કહો કે તમારા દીકરાને કોઈએ મારી નાખ્યો છે કે તે ઘર છોડી ને ક્યાંક જતો રહ્યો છે. ઘરડી માં એ ચહેરો ઉચો કરીને ત્રાસી નજરે જીનલ ને જોઈ. જાણે તેની જીનલ દીકરી જ હોય તેમ આંખમાંથી આશુ લૂછીને જીનલ ને કહે છે. દીકરી મારો દીકરો ઘર છોડી ને નથી ગયો પણ
જીનલ ને જ્યારે હોશ આવે છે ત્યારે તેની સામે એક મહાકાય માણસ ઊભો હોય છે. સામાન્ય માણસ થી બે ગણી ઊંચાઈ હતી તેની. એટલો જાડો કે જાણે મોટા હાથીના વજન બરાબર હોય. પણ જીનલ જ્યારે તેનો ચહેરો જોવે છે ...Read Moreતેને એક મહાકાય રાક્ષસ જેવો લાગ્યો. મોટી મોટી મૂછ સાથે લાંબી નાભિ સુધીની દાઢી. અને વાળ તો જાણે કોઈ કાળા ઘાસ નો પૂળો હોય. આગળ બે મોટા દાંત અને તે દાંતમાં લોહીના ટીપાં પડી રહ્યા હતા જાણે કે તેણે અત્યારે જ કોઈ માંસ ખાધું હોય. જીનલ તે મહાકાય માણસ નો સામનો કરવા તૈયાર થઈ ગઈ. તેજ ક્ષણે પરી નું રૂપ ધારણ
જીન ના વિચિત્ર જવાબ થી જીનલ ને નવાઇ લાગી. આટલો શક્તિશાળી આ જીન અને કોઈની કેદમાં...! આ કેવી રીતે હોય શકે..જાણવાની જિજ્ઞાસા થી જીનલ જીન ને પૂછે છે. જીન પોતાની વ્યથા જીનલ આગળ કહે છે.રાજા તેજમય જ્યારે આ દેશ ...Read Moreરાજ કરી રહ્યા હતા. ત્યારે આ દેશ ખુબ સમૃદ્ધિ અને સુખી હતો. રાજા તેજમય ખુબ દયાળુ હતા તેના કારણે અહી ની પ્રજા સુખી સાથે શાંત હતી. તેમને કોઈક તકલીફ ન હતી. પણ એક દિવસ આ દેશ પર એક મોટી આફત આવી ચડી. બીજા દેશ થી એક મહાન તાંત્રિક આ દેશમાં આવ્યો અને રાજા તેજમય ને મળવા માટે સૈનિકો દ્વારા કહેવાયું. રાજા તેજમય
રાજા તેજમય ના ગયા પછી જોગી બાવા તેના અસલ રૂપમાં આવી જાય છે. તે કોઈ નહિ પણ પેલો તાંત્રિક હતો હાથ, પગ અને ગળામાં માળાlઓ નું જુંડ હતું. હાથમાં વિટીઓ ની ભરમાળ હતી. કપાળે મોટું તિલક અને મો પર ...Read Moreમોટો દાંત બહાર દેખાઈ રહ્યો હતો. પોતાના અસલી રૂપમાં આવી ને બધા સૈનિકો ને આદેશ કર્યો કે મહેલમાં રહેલું જેટલું પણ ધન હોય તે મારી સામે હાજર કરવામાં આવે. એક તો રાજા થઈ ગયો નેd ઉપરતી આવો શક્તિશાળી તાંત્રિક. સૈનિકો તાંત્રિક ને જોઈને ડરી ગયા એટલે તેઓ એ કોઈ જાતનો વિચાર કે વિરોધ કર્યો વગર તેમની આજ્ઞા નું પાલન કર્યું અને
તાંત્રિક જેવો પટારો ખોલે છે તેની અંદર એક ચિરાગ દેખાય છે. જે ચિરાગ ને તાંત્રિક અત્યાર સુધી શોધી રહ્યો હતો. ચિરાગ ને જોઈને તાંત્રિક ખુશ ખુશ થઈ ગયો. હાથ વડે પટારા માંથી ચિરાગ ને બહાર કાઢ્યો અને તેને સાફ ...Read Moreએક ઓરડામાં લઈ ગયો. તે ઓરડો નો દરવાજો અને બારીઓ બંધ કરી દીધી જેથી કોઈ તેને જોઈ શકે નહિ. સામે ચિરાગ રાખીને તાંત્રિક થોડી વાર માટે જોઈ રહ્યો અને વિચારી રહ્યો કે ખરેખર આજ ચિરાગ હશે જેમાં જીન છૂપાયેલો છે. ખાતરી કરવા તેણે ચિરાગ ને હાથ વડે ઘસવાનું શરૂ કર્યું. ત્યાં એજ ક્ષણે ચિરાગ માંથી ધુમાડો નીકળવા લાગ્યો. આ જોઈને તાંત્રિક
જીન પાસે હવે ના બરાબર શક્તિ રહી હતી. તેની પાસે રહેલી બધી શક્તિ તાંત્રિક લઈ ગયો હતો. જીન પાસે હવે કોઈ જ શક્તિ નથી એમ સમજી ને જીન ને રાત્રે છુટ્ટો મુકી દીધો. તાંત્રિક ને રાત્રે જીન ની ...Read Moreજરૂર હતી નહિ. જીન હવે રાત્રે તેની મરજી પ્રમાણે મહેલ થી દુર જઇ શકે તેમ હતો. પણ સાંજ પડતાં તેને મહેલ પાછું ફરવાનું હતું. કેમ કે જો જીન મહેલ પાછો ન ફરે તો તાંત્રિક તેની પાસે રહેલી શક્તિ થી જીન ને પણ મારી શકે તેમ હતો. ઘણા દિવસો વીતી ગયા પણ તાંત્રિક જે શક્તિ જોઈતી હતી તે હજુ સુધી તેને મળી ન
પોતાના નગર અને મહેલ ને બચાવવા રાજા તેજમય તેનો માનીતો સૈનિક સાથે નગર પાછા ફરે છે. અને તે સૈનિક ના ઘરે જ રહીને મહેલ અને નગર ને તાંત્રિક ના કબ્જા માંથી છોડાવવા નું નક્કી કરે છે. તે રાત્રે ...Read Moreના ઘરે સૈનિક અને રાજા તેજમય ચર્ચા વિચારણા કરે છે. કે આખરે કંઈ રીતે મહેલ ને તાંત્રિક ના હાથે થી છોડાવવો. તે રાત્રે રાજા તેજમય વિચારતા વિચારતા તેને યાદ આવે છે. કે જીન તો રાત્રે મહેલ ની બહાર નીકળે છે. અને દિવસે જ તાંત્રિક ની સુરક્ષામાં મહેલમાં હાજર રહે છે. જો જીન રાત્રે આપણ ને મળી જાય તો ચોક્કસ કોઈ રસ્તો મળી
રાજા તેજમય પોતાના મહેલ અને નગર ને બચાવવા કંઈ પણ કરી શકવા તૈયાર હતા. એટલે જીન ને રાજા તેજમય કહે છે.હે..જીન હું તાંત્રિક સુધી કેવી રીતે પહોંચી શકું અને તેને કેમ મારી શકું તે મને જણાવ. હું મારાં પ્રાણ ...Read Moreભોગે મહેલ અને નગર ને બચાવવા માંગુ છું. રાજા તેજમય ની આટલી હિમ્મત જોઈને જીન તેને તાંત્રિક નું રહસ્ય કહે છે.મહારાજ.. રાત્રે તાંત્રિક એક ઓરડો બંધ કરીને તેના રાક્ષસ દેવતા ની સાધના કરે છે. તે રાક્ષસ એક મૂર્તિ છે. અને તે મૂર્તિ બહુ જ ભયાનક છે. જોઈ જવાય તો માણસ ડરી ને મૃત્યુ પણ પામી શકે. હું તેનું વર્ણન કરી શકું
રાજા તેજમય ના તીર ના પ્રહાર થી મૂર્તિ માંથી એક મોટો અવાજ આવ્યો અને મૂર્તિ તૂટી ને નીચે પડી ગઈ. પણ મૂર્તિ પુરે પુરી નષ્ટ થઈ નહિ. મૂર્તિ નું હૃદય નષ્ટ કરવાનું હતું તેના બદલે બધા તીર પેટના ભાગમાં ...Read Moreમૂર્તિ નો નીચે ના ભાગના ટુકડે ટુકડા થઈ ગયા પણ મસ્તક અને છાતી સલામત રહી ગઈ. જ્યારે મૂર્તિ જમીન પર પડી ત્યારે તેમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળી ને તાંત્રિક ના શરીરમાં દાખલ થયો. એટલે એજ ક્ષણે તાંત્રિક સાધના માંથી જાગી જાય છે. તેની પહેલી નજર તેના ભગવાન રાક્ષસ પર પડે છે. પણ તે રાક્ષસ ની મૂર્તિ તો અડધી નષ્ટ થઈ ગઈ
બીમાર પડેલ તાંત્રિક ન છૂટકે તેનો જીવ બચાવવા જીન ને પોતાની શક્તિ પાછી આપી દે છે અને જીન ને કહે છે.જીન મને અત્યારે તે જગ્યાએ લઈ જા અને મારી બીમારી ઠીક કરી આપ. આજ્ઞા મળતા જીન તેને ખંભા પર ...Read Moreને એક જંગલ તરફ લઈ જાય છે. જ્યાં આયુર્વેદિક વનસ્પતિ નો ખજાનો હોય છે. એક કુટીર બનાવી ને જીન તાંત્રિક ની સેવા કરવા લાગે છે. જંગલ માંથી આયુર્વેદિક વનસ્પતિ શોધી ને તાંત્રિક ને રોજ પીવડાવે છે. અને આયુર્વેદિક વનસ્પતિ ના કારણે તાંત્રિક જીવતો રહે છે. તાંત્રિક ના ગયા પછી રાજા તેજમય અહી મહેલમાં વાસ કરવા લાગ્યા અને મહેલ ની સુરક્ષા કરવા લાગ્યા. જીન
તાંત્રિક અને રાક્ષસ મૂર્તિ અથડાવવા થી તેમાં ભયંકર વિસ્ફોટ થયો અને તે વિસ્ફોટ થી મૂર્તિ અને તાંત્રિક બંને સળગી ને ભસ્મ થઈ ગયા. પણ મૂર્તિ માંથી એક દિવ્ય પ્રકાશ બહાર આવ્યો તે પ્રકાશ એટલો ભયંકર હતો કે જીનલ ની ...Read Moreઆંખો માં અંધાપો આવી ગયો. જીનલ આંધળી બની ગઈ તેને અંધારા સિવાય કંઈ દેખાતું ન હતું. મૂર્તિ અને તાંત્રિક નષ્ટ થયા પછી વાતાવરણ શાંત થઈ ગયું હતું. જાણે હમણાં જ અહીથી સુનામી ગઈ હોય અને ખરાબ વસ્તુ ને તાણી ને લઇ ગઈ હોય. એટલી જ શાંતિ જીનલ ના માનસપટલ પર છવાઈ ગઈ હતી. એક બાજુ બેસીને જીનલ વિચારવા લાગી.. હવે શું
જીનલ અને જીન બંને ગુફા ની બહાર બેસીને વિચારવા લાગ્યા કે આ મહાકાય માણસ ને ગુફા માંથી બહાર કેમ લાવવો ત્યારે જીનલ એક રસ્તો જીન ને બતાવે છે.જો ગુફા ને આપણે આપણી શક્તિ વડે કંપન ઉભુ કરવામાં આવે તો ...Read Moreનો માર્યો તે મહાકાય માણસ ગુફા માંથી બહાર આવશે. અને બહાર નીકળતાની સાથે આપણે તેની પર હુમલો કરી દેશું જેથી તે મહાકાય માણસ મૃત્યુ પામે અને પ્રજાં ને આ મહાકાય માણસ ના ડર માંથી મુક્તિ મળે. જીન અને જીનલ બંન્ને ગુફાની વધુ નજીક જઈને એક સાથે બંનેએ પોતાની શક્તિ નો ઉપયોગ કરી ગુફામાં કંપન ઉભુ કર્યું. જાણે કે ગુફા ની અંદર
મહાકાય માણસ આગળ વધુ નુકશાન કરે તે પહેલા જીનલ જીન ને રસ્તો બતાવે છે. આ મહાકાય માણસ ને મારવા માટે જીન તારે એક તેના જેવો જ શક્તિશાળી માણસ પ્રગટ કરવો પડશે અને તે શક્તિશાળી માણસ ને પેલા મહાકાય માણસ ...Read Moreલાવવાનો રહેશે. પછી બંને ની સામે લાવતા પહેલાં તે ઉતપન્ન કરેલા શક્તિશાળી માણસ ના શરીર માં વિષ લગાવી દેવાનું. જ્યારે શક્તિશાળી માણસ સાથે મહાકાય માણસ ની ટક્કર થશે અને એક સામાન્ય માણસ ની જેમ સમજી ને તે મહાકાય માણસ તેની સાથે યુધ્ધ કરશે. પણ જો શક્તિશાળી માણસ પેલા મહાકાય માણસ સામે હારી જશે તો તે શક્તિશાળી માણસ નો ખોરાક બનાવશે પછી
જીનલ ના મૃત્યુ પછી જીન એકલો પડી ગયો હતો. જીન વિચાર આવ્યો હતો કે હું રાજા તેજમય ની આત્મા પાસે જતો રહું પણ તેને હવે કેદ રહેવું ન હતું એટલે તેણે નક્કી કર્યું હું આમ જ વિસરતો રહું અને ...Read Moreસુધી કોઈ મને બોલાવે નહિ ત્યાં સુધી હું આમ જ વીસરતો રહીશ. સમય વીતવા લાગ્યા. જ્યાં જીનલ રહેતી હતી તે મહેલ અને નગર એક ભૂકંપ આવવાથી નષ્ટ થઈ ગયું. ખંડેર થયેલો મહેલ જમીનમાં દફન થઈ ગયો હતો. અને આ મહેલમાં જેમાં જીન પહેલા વાસ કરી રહ્યો હતો તે ચિરાગ પણ આ જમીનમાં દફન થઈ ગયો હતો. જીન ને હવે તે લોકો જ
કાવ્યા નું સપનું સાકાર થઈ ગયું હતું. લાંબી મહેનત અને સંઘર્ષ કર્યા પછી તેને સફળતા પ્રાપ્ત થઈ હતી. જીન હજુ કાવ્યા ની સામે ઊભો હતો અને જ્યાં સુધી કાવ્યા અહી થી જવાની પરવાનગી ન આપે ત્યા સુધી તે ત્યાંથી ...Read Moreન હતો. જીને કાવ્યા ને કહ્યું. કાવ્યા હું તારો ગુલામ છું. હજુ તારે કોઈ શક્તિ કે વસ્તુ ની જરૂર છે.? કાવ્યા સમજી ગઈ કે જીન અહી થી જવા માંગે છે. જીન ને કાવ્યા એ કહ્યું.. જીન હવે તું આઝાદ છે પણ હું તને ચિરાગ ની અંદર જવાનું નહિ કહું પણ જ્યારે મને તારી જરૂર હશે ત્યારે મારા એક આહવાન થી હાજર
કાવ્યા તેના મમ્મી રમીલાબેન ને સમજાવે છે.મમ્મી... મારું સપનું સાકાર થયું છે. હું આજે પરી બની છું. અને પરી હંમેશા પરીઓના દેશમાં રહેતી હોય છે. એટલે મારે પણ પરીઓના દેશમાં જવું પડશે. મને ખબર છે મારા વિના તમને એક ...Read Moreપણ નહિ ચાલે પણ મમ્મી હું હંમેશા તમારી સાથે છું. રમીલાબેને તો જીદ પકડી. કાવ્યા તું અમને એકલા મૂકીને ક્યાંય નહિ જાય. તને એ માટે મોટી કરી હતી કે તારું સપનુ પૂરું થાય એટલે અમારું સપનું તારે રોળી નાખવાનું.. રમીલાબેન ના ચહેરા પર ગુસ્સો હતો પણ અંદર થી કાવ્યા ના વિરહ નું દુઃખ હતું. માં છે . અને માં ક્યારેય પોતાના
જીન થોડું વિચારીને કાવ્યા ને એક ઉપાય બતાવે છે.હિમાલય ની દક્ષિણે હેત નામનો એક પર્વત આવેલો છે. ત્યાં વર્ષો થી એક પરી તપસ્યા કરી રહી છે. મે એકવાર તેને હેત પર્વત પર તપસ્યા કરતી જોઈ હતી જ્યારે હું એક ...Read Moreવનસ્પતિ ની શોધમાં નીકળ્યો હતો. જલ્દી વનસ્પતિ ને પહોંચાડવાની ઉતાવળમાં હું ખાસ તે કંઈ જોઈ શક્યો નહિ. પણ હા તે પર્વત સ્ટાર જેવો દેખાય છે. પર્વત ની ફરતે પાંચ ખૂણા છે જે ખૂણા થી તે પર્વત સ્ટાર જેવો દેખાય છે. બસ મને આટલું યાદ છે. તે પર્વત પર તપસ્યા કરનારી પરી હતી એ મને ચોક્કસ ખબર છે. અને તે એક કોઈ
પરી ના સવાલ માં કાવ્યા જવાબ આપે છે.હે.. પરી આ કાવ્યા ના પ્રણામ સ્વીકારજો.હું કાવ્યા છું અને જીન ના આશીર્વાદ થી હું પરી બની છું. હવે હું પરીઓના દેશમાં જવા ઈચ્છું છું. આપ મને કહેશો કે પરીઓનો દેશ ક્યાં ...Read Moreછે.? પરી એ પહેલા પોતાનું સાચું નામ કહ્યું.મારું નામ મહેક પરી છે. અને મને પરીઓ ના ગુરુમાં એ પોતાના અંગ થી પ્રગટ કરી છે. પણ તું જીન દ્વારા પ્રગટ થઈ થયેલી પરી છો.?મહેક પરીએ કાવ્યા ને સવાલ કર્યો. કાવ્યા એ પોતાની સાચી વાત મહેક પરી આગળ જણાવે છે.હું જન્મ થી એક માણસ છું. અને એક જીન ના મળવાથી હું પરી બની છું. પણ
ગુરુમાં કાવ્યા ની સામે થોડી વાર જોઈ રહ્યા અને પછી કાવ્યા ને કહ્યું.દીકરી કાવ્યા ... પરી તો પ્રગટ થયેલી હોય છે. તેમનો જન્મ થતો નથી. પરી ને પાંખો હોય છે જે તારી પાસે નથી અને તારો તો મનુષ્ય અવતાર ...Read Moreજન્મ છે. એટલે તું પરી ન કહેવાય. પણ એક જીન ના વરદાન થી તું સામાન્ય પરી બની શકી છો. અને ખરા અર્થમાં તું પરી બનવા માટે તે જે મારી તપસ્યા કરી છે તેનાથી હું ખુશ છું. કાવ્યા હાથ જોડીને ગુરુમાં સામે ઉભી હતી અને ગુરુમાં ની વાણી સાંભળી રહી હતી. આગળ ગુરુમાં કહે છે.પરી બનવા માટે કાવ્યા તારે એક પરીક્ષા માંથી
અચાનક કાવ્યા ના શરીર પર જાળ આવવાથી કાવ્યા કંઈ જ સમજી શકી નહિ. તે જાળ ને કાવ્યા હાથ વડે દૂર કરવાની કોશિશ કરે છે પણ તેને નિષ્ફળતા મળે છે. હાથ વડે જાળી દૂર ન થતાં કાવ્યા તેની પાસે રહેલ ...Read Moreવડે જાળ ને દુર કરવાનો પ્રયાસ કરે છે ત્યાં ઉપરથી બીજી એક જાળ તેના પર આવી પડે છે અને કાવ્યા જમીન પર પડી જાય છે. કાવ્યા જમીન પર પડી એવી આખી જાળ કાવ્યા ને જેમ દોરડાથી કોઈને બાંધી દેવામાં આવે તેમ કાવ્યા જાળ વડે બંધાઈ ગઈ. તેના હાથ, પગ કે શરીર નો કોઈ પણ ભાગ હલન ચલન કરી શકતો ન હતો.
સમુદ્ર કિનારે કાવ્યા જાળમાં ફસાયેલી પડી હતી. બીજી વાર માછીમાર ત્યાં કાવ્યા પાસે આવ્યો ન હતો. કાવ્યા ને તેના હાલ પર છોડીને માછીમાર તેના નિવાસ સ્થાને રહેવા લાગ્યો. ઘણા દિવસો સુધી કાવ્યા તે જાળમાં ફસાયેલી રહી. પણ આખરે એક ...Read Moreઆવ્યો જેમા કાવ્યા આ જાળ માંથી મુક્ત થવા જઈ રહી હતી. ઘણા દિવસો પછી સમુદ્રમાં પૂનમ ની ભરતી આવી અને કાવ્યા ને સમુદ્ર ના મોજા તેને ખેચી ને તેના તરફ લઈ ગયા. કાવ્યા હવે સમુદ્ર માં આવી અને ધીરે ધીરે તે અંદર જતી જતી સમુદ્ર ની ઘણી અંદર જતી રહી. સમુદ્ર ની અંદર કાવ્યા ની ફરતે હવે સુંવર્ણ માછલીઓ વિટળાવવા લાગી.
સંત ધીરે સમુદ્ર તરફ આગળ વધ્યા અને સમુદ્ર ની અંદર થોડે દૂર જઈને તેઓ તળીયે પહોંચ્યા. ત્યાં પહોંચી ને તેમણે પોતાનું આસન લીધું અને એક સાદ કર્યો.. હે.. માછલીઓ આપ મારા થી ડરશો નહિ હું તમને કોઈ હાની પહોંચાડીશ ...Read Moreહવે તમારે સમૂદ્ર કિનારે મંત્રો સાંભળવા આવવું ન પડે તે માટે હું અહી તમારી પાસે તપસ્યા કરવા આવ્યો છું. બધી માછલીઓ આવો અને મંત્રો નું પઠન કરો. આટલું કહી સંત ત્યાં બેસીને મંત્રો નું પઠન કરવા લાગ્યા. અને ધીરે ધીરે અમે બધી માછલીઓ સંત ની પાસે જઈને તેમના મુખે નીકળતા મંત્રો સાંભળવા લાગ્યા. ધીરે તપસ્યા ના કારણે અહી એક સુવર્ણ મહેલ
સક્ષસ એક માણસ ના રૂપ સાથે સમુદ્ર તરફ આગળ વધ્યો. અને સમુદ્ર પર નજર કરીને અમને શોધતો રહ્યો. અમે તેનાથી ઘણી દૂર હતા એટલે તેની કોઈ શક્તિ અમારી પર અસર કરે તેમ હતી નહિ. તે સમુદ્ર ની અંદર આવી ...Read Moreતેમણે તેની શક્તિ નો પ્રયોગ તો કર્યો પણ તે નિષ્ફળ રહ્યો. તે બધી સુવર્ણ માછલીઓ ને પોતાના વશમાં કરવા માંગતો હતો. તે સમુદ્ર માંથી પાછો ફર્યો અને તેણે માછીમાર નું રૂપ ધારણ કરી ને એક નાવડી તૈયાર કરી અને જાળ પણ તૈયાર કરી. હાથમાં જાળ લીધી અને નાવડીમાં બેસીને સમુદ્રમાં થોડે અંદર આવ્યો જ્યાં અમે બધી માછલીઓ રહેતી હતી. એમને જોઇને તે
કાવ્યા સમુદ્રના તળિયે થી બહાર આવી કિનારે આવે છે. અને પહેલા કાવ્યા અદ્રશ્ય થઈને તે માછીમાર ને આકાશમાં ઉડતી વખતે શોધવા લાગે છે. પણ તેને આકાશ માંથી તે માછીમાર કાવ્યા ને ક્યાંય નજરે ચડતો નથી. કાવ્યા જમીન પર આવીને ...Read Moreને માછીમાર ની શોધખોળ કરે છે. એક પર્વત બીજો પર્વત આમ છ પવર્ત ના ફરતે કાવ્યા અદ્રશ્ય રૂપમાં ચક્કર લગાવી આવી પણ તેને માછીમાર ક્યાંય દેખાયો નહિ હવે સાતમો એટલે છેલ્લો પર્વત બાકી રહ્યો હતો. કાવ્યા ધીરે ધીરે તે પર્વત તરફ આગળ વધી અને ચક્કર લગાવવા લાગી. ત્યાં કાવ્યા ને પર્વત ની નીચે એક ગુફા દેખાઈ. કાવ્યા સમજી ગઈ કે આ
વિચારતી કાવ્યા ને હવે જીન યાદ આવે છે. ટાપુ થી ઘણી દૂર હતી એટલે કાવ્યા ને લાગ્યું જો જીન નું હું સ્મરણ કરીશ તો કદાચ જીન અહી મારી મદદે આવી શકે છે. આ વિચારથી કાવ્યા જીન નું આહવાન કરવા ...Read Moreથોડીક ક્ષણોમાં જીન કાવ્યા સામે પ્રગટ થાય છે. જીન કાવ્યા ને પ્રણામ કરી ટાપુ પર ન આવી શક્યો એ માટે માફી માંગે છે. અને જીન ને હુકમ કરવાનું કહે છે. કાવ્યા જીન ને ટાપુ ની વાત કરે અને માછીમાર ને મારવા માટે તેની પાસે થી મદદ માંગે છે. જીન ને કાવ્યા કહે છે.. જીન તું તારી શક્તિ વડે માછીમાર ને મારી નાખ.
જીન પાસેથી કાવ્યા ને ફક્ત માછીમાર વિશે જાણકારી જ મળી તેની પાસેથી કોઈ મદદ ન મળતાં દુઃખી તો થઈ ગઈ પણ મોટી માછલી એ કહ્યું હતું ધીરજ થી કામ લઈશ તો તને અવશ્ય સફળતા મળશે. એટલે કાવ્યા ધીરજ ...Read Moreકામ લેવાનું વિચાર્યું. જીન સામે ઊભો હતો અને કાવ્યા વિચારવા લાગી કે આ માછીમાર નું મૃત્યુ કેવી રીતે થઈ શકે.! ખુબ વિચાર કર્યા પછી કાવ્યા ને યાદ આવ્યું કે માછીમારે જે સંત પાસેથી શક્તિ મેળવી છે તે સંત ને મળી શકું તો માછીમાર ના મૃત્યુ નો રાજ ખબર પડી શકે. પણ તે સંત તો મૃત્યુ પામ્યા હતા. જો જીવતા હોત તો ચોક્કસ
હાથ જોડીને કાવ્યા એ સંત ને પ્રશ્ન કર્યો હતો તેના જવાબ માં સંત કહે છે.માછીમાર નું મૃત્યુ તેની પાસે રહેલ જાળ થી થશે. જે જાળ થી માછીમાર આટલો શક્તિશાળી થયો છે તો આ જાળ થી તેનું મૃત્યુ કેવી રીતે ...Read Moreછે. કાવ્યા ના સમજ બહાર નો જવાબ મળતા સંતે સામે કાવ્યા એ સવાલ કર્યો.મહાત્મા આ કેવી રીતે બને જે જાળ આશીર્વાદ સમાન છે તે જ જાળ તેનું મોત નું કારણ કેવી રીતે હોઈ શકે. અને આ જાળ થી માછીમાર નું મૃત્યુ કેવી રીતે સંભવ છે.? સંત તે જાળ ના રહસ્ય વિશે વાત કરે છે.મારા આશીર્વાદ થી રાક્ષસે એક શક્તિશાળી જાળ પ્રાપ્ત કરીને
માછીમાર અર્ધપરી ને લલકારવા લાગ્યો હતો. અર્ધ પરીને શું કરવું તે ખબર પડતી ન હતી. અર્ધ પરી માછીમારની શક્તિ વિશે થોડો પણ ખ્યાલ હતો નહિ. છતાં પણ અર્ધ પરી માછીમાર સામે લડવા તૈયાર થઈ. અર્ધપરી પોતાની પાસે રહેલ શક્તિ ...Read Moreમુખ માંથી એક અગ્નિ ની જ્વાળા ઉત્પન્ન કરીને માછીમાર તરફ ફેકે છે. માછીમાર તેનો બચાવ કરવા તેની આગળ પોતાની પાસે રહેલી જાળ રાખી દે છે અને પોતે પોતાનો બચાવ કરી લે છે. આમ જાળ આગળ આવતા અર્ધપરી દ્વારા ફેંકવામાં આવેલી અગ્નિ ની જ્વાળા વ્યર્થ જાય છે. હવે અર્ધ પરી ફરી વાર અગ્નિ ની જ્વાળા ફેંકવાનો પ્રયાસ કરે તે પહેલા માછીમાર અર્ધપરી
માછીમાર ત્યાં થી ભાગીને નવું સરોવર કે તળાવ ની શોધમાં ચાલતો રહે છે. અર્ધપરી માંથી પરી થયેલી પરી માછીમાર ની આગળ આગળ છૂપી રીતે ચાલતી થાય છે. અને વિચારતી રહે છે કે આખરે આ માછીમાર નું મોતનું કારણ કોણ ...Read Moreઆગળ છૂપી રીતે પરી અને પાછળ માછીમાર તળાવ કે સરોવર ની શોધમાં ચાલતો જ જાય છે. ચાલતો ચાલતો માછીમાર થાકી ગયો હતો પણ તેને જળનો મોટો સ્ત્રોત મળ્યો ન હતો. પરી પણ વિચારી રહી હતી કે શું કરવું . ત્યાં થોડી દૂર પરીને એક નાનું તળાવ નજરે ચડ્યું. થોડીવાર તો આ તળાવ ને જોઈને પરી નિરાશ થઈ. આ નાના તળાવ માં
સાધુ શ્રાપ આપવા હાથમાં જળ લે તે પહેલા માછીમાર તેના પગમાં પડીને ફરી માફી માંગવા લાગે છે.મને ક્ષમા કરો મહાત્મા... સાધુએ હાથમાં જળ લઈ લીધું હતું એટલે શ્રાપ તો આપવો જ રહ્યો. પણ સાધુને માછીમાર ની ભૂલ તો દેખાઈ ...Read Moreહતી. પણ તેણે કોઈ પાપ કર્યું ન હતું એટલે માછીમાર કઠોર શ્રાપ દેવો તેને ઉચિત લાગ્યો નહિ. પણ તેણે જે ભૂલ કરી છે તેની સજા તો ભોગવી રહી. માછીમાર ઘણી આજીજી કરે છે પણ સાધુ તેની કોઈ વાત માનતા નથી અને સાધુ માછીમાર ને શ્રાપ આપે છે."જા તારા મોત નું કારણ તારી આ જાળ જ રહેશે. જેમ તે મારા પર આ જાળ
જીન અને કાવ્યા સફેદ કલરના પહાડો પાસે આવે છે. અને દરિયા કિનારે આવીને પહેલા બંને વિચાર કરે છે. આ માછીમાર ને બહાર લાવીને કેવી રીતે તેની જાળ તેના પર નાખવી. ઘણો સમય વિચાર કર્યા પછી કાવ્યા ને મનમાં એક ...Read Moreસૂઝી તે યુક્તિ જીન ને કહે છે. જીન યુક્તિ ને સમજીને તે યુક્તિ પર બંને કામે લાગી જાય છે. અને માછીમાર ના બહાર આવવાની રાહ જોવા લાગે છે. માછીમાર નો પગરવ નો અવાજ જીનના કાન પર પડતાં જીન દોડીને સમુદ્રમાં જઈને એક મોટી વહેલ નું સ્વરૂપ લઇ લીધું. કાવ્યાના સપના માટે જીન આજે મોતના મુખમાં જવા માટે તૈયાર થઈ ગયો હતો. કેમકે
માછીમારના મૃત્યુથી કાવ્યાને મોતી મળવાનો રસ્તો મોકળો થઈ ગયો હતો. કાવ્યાએ જીનને સમુદ્ર કિનારે રાખીને તે એકલી સુવર્ણ મોટી માછલી પાસે ગઈ. પહેલે થી બધી સુવર્ણ માછલીઓ કાવ્યાની રાહ જોઈ રહી હતી. કાવ્યાએ જ્યારે માછીમાર ને મોત ને ઘાટ ...Read Moreત્યારે મોટી માછલી તેની દિવ્ય દૃષ્ટિથી આ બધું જોઈ રહી હતી અને આ આખી ઘણા ત્યાં રહેલી બધી માછલી ને કહી રહી હતી. માછીમારના મોતના સમાચાર સાંભળીને બધી માછલીઓ ખુશ થઈને કાવ્યાનો આભાર વ્યક્ત કરવા તેની રાહ જોઈ રહી હતી. કાવ્યા જયારે મોટી માછલી પાસે આવે છે ત્યારે મોટી માછલી તેનું સ્વાગત કરે અને બધી માછલીઓ પણ કાવ્યાની ફરતે ચક્કર લગાવી સમુદ્રમાં
ધ્યાનમાં બેસીને કાવ્યા પરીઓના ગુરુમાં નું આહવાન કરવા લાગી. હજુ થોડી વાર ગુરુમાં નું આહવાન કર્યું ત્યાં ગુરુમાં કાવ્યાની સામે પ્રગટ થયા. સફેદ વસ્ત્રો, હાથમાં છડી, માથા પર હીરા થી જડિત મુગટ, સફેદ પાંખો અને શરીર પર ગુરુમાં ને ...Read Moreહતું. ઉઠ... કાવ્યા.. ઉભી થા... ગુરુમાં બોલ્યા. કાવ્યાના કાન પર ગુરુમાં ના શબ્દો પડતા કાવ્યા આંખ ખોલી તો સામે ગુરુમાં હતા. ઉભી થઈને કાવ્યાએ પ્રણામ કરી આશીર્વાદ લીધા અને ગુરુમાં ના હાથમાં મોતી આપતા કહ્યું.લો... ગુરુમાં આ દિવ્ય મોતી. હાથમાં મોતી લઈને ગુરુમાં એ મોતીને નીરખી ને જોઈ રહ્યા અને પછી તે મોતીને એક હાથમાં લઈને એક મંત્ર બોલીને મોતીને ગાયબ કરી દિધો.કાવ્યા તું
ગુરુમાં સાથે કાવ્યા અને મહેક પરી ઉડીને પરીઓના દેશમાં પહોંચ્યા.કાવ્યા એક નવા દેશમાં આવી પહોંચી હતી જે તેણે ક્યારેય જોયો ન હતો.એક મોટો સફેદ પારદર્શક મહેલ હતો, ઉપર આકાશ તરફ નાના મોટા તારલાઓ ટમટમી રહ્યા હતાં, નીચે જમીન નહિ ...Read Moreવાદળો ની ચાદર પાથરેલી હતી, ઘણી પરીઓ ઝૂલે ઝૂલી રહી હતી. તો કોઈ પરીઓ આકાશમાં ઉડી રહી હતી, કોઈ પરી મહેલની અંદર કામ કરી રહી. ધીરે ધીરે ગુરુમાં સાથે કાવ્યા મહેલમાં દાખલ થઈ. મહેલની અંદર દાખલ થતાં પહેલાં મહેક પરી બધી પરીઓ પાસે જતી રહી. અને કાવ્યા ગુરુમાં સાથે ચાલતી રહી હતી. મહેલની અંદર દાખલ થતાં ગુરુમાં કાવ્યાને બધું બતાવતા બતાવતા
મહેક પરીની પાસે બેસીને કાવ્યાએ ફરી પૂછ્યું. "મહેક આજથી હું તારી દોસ્ત છું તું તારું દુઃખ મને કહી શકે છે." મહેક પરીએ કાવ્યાના પરાક્રમ અને હિમ્મત ને જોઈ હતી અને બધી પરીઓ માં કાવ્યા તેને વિશ્વાસુ લાગી રહી હતી ...Read Moreકાવ્યાને પોતાનું દુઃખ કહેવું યોગ્ય લાગ્યું. પણ મહેક પરીએ જે ભૂલ કરી છે તે કાવ્યા ને કહેવા માંગતી ન હતી. બસ તેની જે ઈચ્છા હતી તે કાવ્યાને કહી. જો કાવ્યા.. મારી સાથે બનેલી આખી ઘટના હું તને પછી કહીશ પણ અત્યારે મારું આ દુઃખ એક વસ્તુના કારણે છે. કાવ્યાએ કહ્યું. મહેક પરી કંઈ વસ્તુની વાત કરે છે.? તું તો પરી છે પરી ધારે તે
કાવ્યા પૃથ્વી પર જવા નીકળે છે તે પહેલાં ગુરુમાં ની પરવાનગી લઈને જવું તેને યોગ્ય લાગી રહ્યું હતું. એટલે કાવ્યા મહેલની અંદર ગુરુમાં ધ્યાનમાં બેઠા હતા ત્યાં પહોંચી અને જોયું તો ગુરુમાં હજુ ધ્યાનમાં બેઠા હતા. કાવ્યા ધ્યાનમાં બેઠેલા ...Read Moreને જગાડવા માંગતી ન હતી એટલે હાથ જોડીને ગુરુમાં સામે બોલી.પ્રણામ ગુરુમાં.એક અગત્યનું કામ આવી ગયું છે એટલે હું પૃથ્વી લોકમાં જાવ છું. મારી કોઈ ભૂલ થાય તો ક્ષમા કરશો. આટલુ કહીને કાવ્યા ત્યાંથી નીકળી ગઈ. ઉડતી ઉડતી કાવ્યા પૃથ્વી લોકમાં પહોંચી. પહેલા વિચાર એ આવ્યો કે ઘણા સમયથી હું મારા મમ્મી પપ્પા ને મળી નથી. મને તેમની યાદ તો આવે
કાવ્યા વસ્ત્રાપુર શહેરમાં આવેલ મહેલ પાસે પહોંચી. મહેલ ઘણો મોટો અને ભવ્ય હતો. એટલે જોતા લાગે કે પરવાનગી વગર મહેલની અંદર પ્રવેશ કરી શકાય નહિ. મહેલના મુખ્ય દરવાજા પાસે ઊભી રહીને કાવ્યા વિચારવા લાગી કે મહેલની અંદર કેવી રીતે ...Read Moreથવું. જો અદ્રશ્ય રૂપમાં દાખલ થઈશ અને વિરેન્દ્રસિંહ પાસે પહોંચીશ તો તે કઈક બીજું સમજ છે અને મને ત્યાંથી કાઢી પણ મૂકશે. અને જો સાદા રૂપમાં પરવાનગી લઈને જઈશ તો મારી વાત પર કોઈ ધ્યાન પણ નહિ આપે. અને ગરીબ સમજીને મહેલ બહાર કાઢી પણ મૂકે. શું કરવું તે કાવ્યાને સમજમાં આવી રહ્યું ન હતું. ઘણા વિચાર કર્યા પછી કાવ્યાએ નિર્ણય કર્યો.
કુંવર અને કન્યા બંને ઘણા સમય સુધી પાસે બેસીને વાતો કરવા રહ્યા. કાવ્યાને કઈ સમજ પડી રહી ન હતી કે મારે શું કરવું. બસ તેને નીરખી રહ્યા સિવાય કોઈ રસ્તો ન હતો. કાવ્યા પોતાની દિવ્ય દૃષ્ટિથી જાણી શકતી ન ...Read Moreએટલે તો બધું જાણી લેવા માટે આટલી રાહ જોઈને બેઠી હતી. કાવ્યા વિચારતી રહી કે શું કરવું. ત્યાં તેની નજર દૂર એક છોકરો અને એક છોકરી પર પડી. બંને ખૂબ નજીકથી વાતો કરી રહ્યા હતા. કાવ્યા તેમની પાસે ગઈ. કાવ્યાને આવતી કોઈને બંને કપલ થીડા અલગ થઇ ગયા ને બંને ચૂપ થઈ ગયા. કાવ્યા ત્યાં પહોંચી એટલે કાવ્યા એ તેમને એક પ્રશ્ન
પરીઓના દેશથી નીકળીને કાવ્યા ફરી વસ્ત્રાપુર આવી. કાવ્યા દ્રઢ વિશ્વાસ લઈને આવી હતી કે ગમે તે ભોગે વિરેન્દ્રસિંહની સગાઈ માયા સાથે કરવા દેવી નથી. એજ સમુદ્ર કિનારે આવીને બેઠી જ્યાં વિરેન્દ્રસિંહ અને માયા બેઠા હતા. ત્યાં બેસીને કાવ્યા વિચારવા ...Read Moreકંઈ રીતે વિરેન્દ્રસિંહની સગાઈ તોડી શકીશ. ઘણા વિચારો પછી તેના મનમાં એક વિચાર આવ્યો. અને તે વિચાર પર કાવ્યા આગળ વધી. કુંવર વિરેન્દ્રસિંહને રોજ સવારે મહેલની બહાર આવેલ રોયલ ગાર્ડનમાં ચાલવા નીકળી જતા. કાવ્યા તે સવારે સુંદર કપડાં પહેરીને તે ગાર્ડન પાસે ઊભી રહીને વિરેન્દ્રસિંહની રાહ જોવા લાગી. થોડો સમય થયો એટલે વિરેન્દ્રસિંહ ત્યાં આવ્યા. પક્ષીઓ સાથે વાતો કરતી, હસતો ચહેરો અને
કુંવર વિરેન્દ્રસિંહના કહેવાથી કાવ્યા જીતસિંહના રૂમમાં દાખલ થઈ. આખો રૂમ જાણે કાચનો હોય તેવુ લાગી રહ્યુ હતું. મોટા મોટા પોસ્ટર દીવાલ પર લાગ્યા હતા તો દીવાલોના ખૂણે ખૂણે ફૂલદાનીઓ હતી. સામે એક મોટું ટીવી હતું ને સોફા પર જીતસિંહ ...Read Moreબેઠા ટીવી જોઈ રહ્યા હતા. કાવ્યા ધીરેથી જીતસિહની સામે આવી. એક સુંદર છોકરીને જોઈને જીતસિંહ ઉભા થઇ ગયા. ને આટલી સુંદર છોકરી જોઈને જીતસિંહ બસ કાવ્યાને નીરખી જ રહ્યા. બંને માંથી કોઈ બોલે તે પહેલાં વિરેન્દ્રસિંહ તેમની પાસે આવ્યા અને જીતસિંહની બાજુમાં બેસીને બોલ્યા. ભાઈ.. આ છે કાવ્યા. મારી ફ્રેન્ડ.તે આ શહેર ફરવા આવી છે. ગાર્ડનમાં મને મળી થોડી વાતો થઈ. તે
દેશમાંથી કોઈ પણ પરી જ્યારે બહાર ગયા પછી તરત ગુરુમાં ધ્યાનમાં બેસીને જાણી લે છે કે પરી ક્યાં ગઈ છે. પણ કાવ્યા વખતે તેણે આવું ન કર્યું. થોડા ગુસ્સે થયા હતા કે કાવ્યા કહ્યા વગર અહી થી ગઈ છે. ...Read Moreકાવ્યાની વાત યાદ આવતા તે શાંત પડી ગયા. કાવ્યાએ કહ્યું હતું. માતા પિતાને મારી જરૂર પડશે ત્યારે હું તેમની પાસે જઈશ. એટલે ગુરુમાં શાંત થઈ ફરી ધ્યાન માં બેસી ગયાં. સવાર થયું એટલે કાવ્યા જાગી. જાગીને રૂમની બહાર આવે છે તો જીતસિંહ તેમની રાહ જોઈને બેઠા હોય તેમ બહાર બેઠા હતા. કાવ્યાને જોઇને જીતસિહ બોલ્યા."ગુડ મોર્નિંગ કાવ્યા."વળતા જવાબમાં કાવ્યા બોલી."સુપ્રભાત" જલ્દી તૈયાર થઈ
જીતસિહે હાથ પકડીને કાવ્યાને હોડીમાં બેસાડી અને હોડી ને પોતે હંકારવા લાગ્યા. જીતસિંહ હલેસાં મારી રહ્યા હતા તો કાવ્યા પાસે બેસીને આજુ બાજુનું સૌંદર્ય નિહાળી રહી હતી. હોડીએ વેગ પકડ્યો એટલે જીતસિંહ કાવ્યા પાસે બેસીને આજુ બાજુનું સૌંદર્યનું વર્ણન ...Read Moreલાગ્યા. આમ બંને સાંજ સુધી પુષ્પક તળાવ અને ત્યાં રહેલ ગાર્ડનમાં રહ્યા. આ સમયમાં જીતસિહ પુરે પુરા કાવ્યા પર મોહિત થઈ ગયા હતા. સાંજ પડતાં બંને મહેલ તરફ રવાના થયા પહેલા જીતસિહે કાવ્યાને ગેસ્ટ હાઉસ પર ઉતારી અને પછી તેઓ મહેલ તરફ ગયા. જતી વખતે જીતસિહે કાવ્યાને કહ્યું આપણે કાલે પણ ફરવા જઇશું. એટલે કાલે સવારે તૈયાર થઈને રહેજે. કાવ્યા હા પણ
કાવ્યાએ વિરેન્દ્રસિંહ પાસે રીંગ ની માંગણી કરી એટલે તરત વિરેન્દ્રસિંહે કાવ્યા સામે સવાલ કર્યો.કંઈ રીંગ ની વાત કરે છે કાવ્યા.? હાથ બતાવતા વિરેન્દ્રસિંહ કહે છે જો મારી એક પણ આંગળીમાં રીંગ નથી પણ સોનાની વિટીઓ જરૂરથી છે. અજાણતા બનીને ...Read Moreકહ્યું. વિરેન્દ્રસિંહના આ જવાબથી કાવ્યા સમજી ગઈ કે તે હીરા જડિત જે રીંગ માયાને પહેરાવી છે તે રીંગ નું કઈક તો રાજ હશે નહિ તો વિરેન્દ્રસિંહ આટલું ખોટું ન બોલે. કાવ્યા હવે વિરેન્દ્રસિંહ સામે પ્રશ્ન કરવા સજાગ થઈ ગઈ. તે આજે એ હેતુથી વિરેન્દ્રસિંહ પાસે આવી હતી કે હું રીંગ માંગીશ એટલે વિરેન્દ્રસિંહ પ્રેમથી આપી દેશે પણ અહી તો ઊલટું થયું. હવે
જીતસિંહ તૈયાર થઈ કાવ્યાને સાથે લઈને મહેલની બહાર આવ્યા, ને વિચારવા લાગ્યા કે આજે કંઈ ગાડી લઈને કાવ્યા સાથે ફરવા નીકળું. વિચાર આવ્યો કે કાવ્યાને પૂછી જોવ તું કંઈ ગાંડી માં સફર કરવા માંગે છે. કાવ્યા ને લાગશે કે ...Read Moreમારી ધન દોલત બતાવવા આ બધું કરી રહ્યો છું એટલે આ વિચાર થી જીત સિંહે કાવ્યાને ગાડી વિશે કંઈ કહ્યું નહીં બહાર પાર્કિંગમાં એક સુંદર કાર પડી હતી પણ તે કાર જીતસિંહ રોજ ઉપયોગમાં લઈ રહ્યા હતા, આજે તેને કોઈ બીજી જ કાર માં સફર કરવી હતી એટલે તે કાવ્યા ને સાથે લઈને ઘણી ગાડીઓ જ્યાં પાર્કિંગ કરી હતી ત્યાં લઈ ગયા. એક
કાવ્યાએ કહ્યું તેમ જીતસિહ તે જગ્યાએ બેસી ગયા, ને કાવ્યા શું કરશે તેની જીતસિંહ રાહ જોવા લાગ્યા.આજુબાજુ નજર કરીને જીતસિંહ પાસે કાવ્યા બેસી ગઈ. એકદમ નજીક, લાગે એવું કે બંને પ્રેમીઓ હોય.ત્યાં બેઠેલા બધા પ્રેમી યુગલોની નજર કાવ્યા અને ...Read Moreસામે ટકી રહી હતી. આગળ શું થશે તેની રાહમાં હતા. કાવ્યા હવે એક ક્ષણ પણ ગુમાવવા માંગતી ન હતી. બાજુમાં રહેલ ગુલાબનાં છોડ માંથી એક સુંદર ડાળી સહિત ખીલેલું ગુલાબ તોડ્યું અને તે ગુલાબ જીતસિંહ ને આપતા બોલી. કુંવર... હું તમને પ્રેમ કરવા લાગી છું. તમે મારા પ્રેમ નો સ્વીકાર કરશો.? કાવ્યાનાં આ પ્રેમના પ્રસ્તાવથી જીતસિંહ તો ઊભા થઈ ગયા પણ ત્યાં ઉભેલા
જીતસિંહ પોતાના મનની દરેક વાત મોટા ભાઈ વિરેન્દ્રસિંહ ને કરતા. પણ આ પ્રેમની વાત હતી એટલે મોટાભાઈ ને કહેવી જીતસિંહ ને સરમચંકોસ અનુભવી રહ્યા હતા. પણ મોટાભાઈ વિરેન્દ્રસિંહ પાસે બેસીને પૂછી રહ્યા છે એટલે જીતસિંહ ને તેનો જવાબ આપવો ...Read Moreરહ્યો. કાવ્યા ને આજે હું ફરવા લઈ ગયો હતો. તે ઘણી ખુશ હતી. આ ખુશી નું કારણ મારા પ્રત્યે પ્રેમ હતો પણ હું ત્યારે તે ખુશી નું કારણ જાણી શક્યો ન હતો. પણ જયારે અમે બંને ગાર્ડનમાં બેઠા હતા અને આજુબાજુ શહેરના લોકો અમને નિહાળી રહ્યા હતા ત્યારે કાવ્યાએ એક ગુલાબ આપીને મને પ્રેમનો પ્રતાવ મૂક્યો. મારી ખુશી નો કોઈ પાર
શોપિંગ મોલ પહોંચવામાં હજુ વાર હતી. કાવ્યા અને જીતસિંહ શાંતિ થી કાર ચલાવી રહ્યા હતા. જીતસિંહ નાં મનમાં ઉદભવેલો સવાલ કાવ્યા ને કહે છે. કાવ્યા તારા રૂમના ટેબલ પર સ્ટાર વાળી ચમકતી છડી પડી હતી તે તારી છે. શું ...Read Moreજાદુઈ છડી છે.? અચાનક જીતસિંહના મોઢેથી છડી નું નામ સાંભળતા જ કાવ્યા ચોકી ગઈ. પણ તે જીતસિંહ ને તે છડી વિશે કે તેના ચહેરાના હાવભાવ બતાવવા માંગતી ન હતી એટલે ચહેરો થોડો હસતો રાખીને બોલી.અરે કુંવર તે તો એક રમકડું છે. તે છડી નહિ એક નાની પ્લાસ્ટિકની લાકડી છે. હું અહી આવી રહી હતી ત્યારે રસ્તામાં મને એક રડતી નાની છોકરી મળી
જીતસિહ પ્રેમથી કાવ્યાને રીંગ આપવા માંગતા હતા પણ કાવ્યાએ લેવાની ના પાડી દીધી. એટલે જીતસિહે પૂછ્યું કેમ કાવ્યા ? શું થયું કેમ રીંગ ની નાં પાડે છે.? કાવ્યાને હવે ખ્યાલ આવી ગયો હતો કે આજ સમય છે માયા પાસે ...Read Moreરીંગ માંગવાનો એટલે જીતસિહ ને ધીમેથી કહ્યું. કુંવર તમારી પસંદ તો મને પસંદ જ છે પણ મારે એ રીંગ જોઈએ છે જે રીંગ માયા એ પહેરી છે. કાવ્યા ની આ માંગણી સાંભળી ને જીતસિહ ચોકી ગયા. મોટાભાઈ વિરેન્દ્રસિંહ ની થનાર પત્ની માયા ને કાવ્યા કેમ ઓળખે છે.? તેને ખ્યાલ પણ હતો નહિ કે કાવ્યા તે રીંગ ની કેમ માંગણી કરી રહી છે
જીતસિંહ કાવ્યા ને ગેસ્ટ હાઉસમાં ઉતારી ને મહેલમાં આવ્યા. જીતસિંહ નાં ચહેરા પર ઉદાસી જોઈને ને મોટાભાઈ વિરેન્દ્રસિંહ બોલ્યા. કેમ ભાઈ ઉદાસ કેમ દેખાય છે. કઈ થયું તો નથી ને .! ચહેરો થોડો હસતો કર્યો ને પછી જીતસિંહ બોલ્યા. ...Read Moreમોટાભાઈ.. હું કાવ્યા સાથે શોપિંગ કરવા ગયો હતો. બહુ મઝા આવી શોપિંગ કરવાની પણ કાવ્યા ને અત્યારે હું ગેસ્ટ હાઉસમાં મૂકીને આવ્યો એટલે એકલું લાગવા લાગ્યું. આતો પ્રેમ કહેવાય આટલું કહીને વિરેન્દ્રસિંહ હસી પડ્યા. વિરેન્દ્રસિંહ ને કોણ સમજાવે કે જીતસિંહ નો ઉદાસી ચહેરો કાવ્યા એ કરેલી માંગણી નો છે. જીતસિંહ રીંગ વિશે જરા પણ ભણક ન લાગે તેવું ઈચ્છતા હતા. જીતસિંહ તેમના રૂમમાં
જીતસિંહ ફરી માયા ભાભી પાસેથી એ જાણવાની કોશિશ કરે છે કે આખરે તમારી અને મોટાભાઈ વીરેન્દ્રસિંહ સાથે શું એવું બન્યું કે તમે બંને અલગ થવા જઈ રહ્યા છો. પણ માયા આગળ કઈ કહેતી નથી અને મારો સંદેશો મોટાભાઈ વિરેન્દ્રસિંહને ...Read Moreદેજો. આટલું કહી ને ભીની આંખો એ માયા ત્યાંથી નીકળી જાય છે. માયા નાં ગયા પછી જીતસિંહ બહારથી દુઃખી થઈ રહ્યા હતા કે મોટાભાઈ વિરેદ્રસિહ ની પસંદ તેનાથી દૂર થઈ રહી છે પણ અંદર થી તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા કે કાવ્યા ને પામવાનો રસ્તો સરળ થઈ ગયો હોય તેવું લાગ્યું. એટલે કે તેણે કરેલી માંગણી પૂરી થતી હોય તેવું
જીતસિંહે ઘણી વાર માયા ભાભી ના ફોનમાં ફોન કર્યો પણ માયા ફોન કટ કરી નાખતી હતી. આ જોઈને જીતસિંહ હવે વધુ વાર માયા ને ફોન કરવા ન માંગતા હતા ને હવે ગમે તે રીતે માયા ભાભી ને રૂબરૂ કેમ ...Read Moreતે વિચારવા લાગ્યા. અત્યાર સુધી કામ વગર જીતસિંહ માયા નાં ઘરે ક્યારેય ગયા ન હતા. એટલે કામ વગર કેમ ઘરે જવું એ જીતસિંહ વિચારવા લાગ્યા. માયા ભાભી ને મળવું ખૂબ જરૂરી હતું કેમકે ત્યાંથી બંને વચ્ચેના અણબનાવ ની ખબર પડે તેમ હતી. એટલે માયા ના ઘરે નહિ પણ બહાર જરૂર થી મળીશ જ. આ દ્રઢ નિશ્ચય થી જીતસિંહ બાઇક લઇને માયા
માયા એ કોલેજ સમયમાં થયેલ પ્રેમ વિશે વાત વિરેન્દ્રસિંહ ને કરી ત્યાં વિરેન્દ્રસિંહ ને આ વાત પસંદ નહિ આવી હોય તેમ તે માયા થી થોડા દૂર જઈને બેસી ગયા. માયા તેમની નજીક આવીને પૂછ્યું. શું થયું કુંવર..? માયા નાં ...Read Moreસવાલ થી વિરેન્દ્રસિંહ થોડીવાર માટે ચૂપ રહ્યા પછી થોડા ગુસ્સે થયા હોય તે રીતે જવાબ આપ્યો. માણસ પોતાનો પહેલો પ્રેમ ક્યારેય ભૂલી શકે નહિ મને લાગે છે તારો પહેલો પ્રેમ પણ તું હજુ દિલમાં રાખીને બેઠી હશે. મને ખબર હોત કે તે કોલેજ કાળમાં કોઈના પ્રેમ માં હતી તો હું તારી સાથે સગાઈ પણ કરેત નહિ. વિરેન્દ્રસિંહ નો આવો તીખો જવાબ સાંભળી ને
જીતસિંહ તે રીંગ લઈને માયા નાં ઘરેથી નીકળી ગયા. રસ્તામાં તેમની સામે બે રસ્તા આવીને ઊભા હતા. એક રસ્તો હતો સીધો ઘરે જઈને મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને તેમની રીંગ તેમને આપી દેવી અને બીજો રસ્તો હતો પ્રેમ મેળવવવા ખાતર કાવ્યા ...Read Moreહાથમાં આપીને કાવ્યા નો પ્રેમ મેળવવાનો. આ બંને રસ્તા પ્રેમ ના હતાં. એક ભાઈ પ્રત્યે અતૂટ વિશ્વાસ નો પ્રેમ અને બીજો તેમના દિલમાં વસેલી કાવ્યા નો પ્રેમ. આ ઉલજન ભર્યા માર્ગ માં કઈ તરફ જવું તે જીતસિંહ ને સમજાતું ન હતું. છતાં પણ તેણે ઘણા વિચાર કરીને નિર્ણય કર્યો કે આ રીંગ હું મોટાભાઈ વિરેન્દ્રસિંહ નાં હાથમાં આપીને હું નાના ભાઈનો
સવારનો સૂરજ આજે જીતસિંહ માટે નવી ઉમંગ અને આશા લઈને આવ્યો હતો. ચહેરા પર ખુશી અને ઉમંગ હતો. કાવ્યાને પામવાના જાણે સપના સેવી રહ્યા હોય તેમ કાવ્યા તેની સાથી હોય તેઓ મનમાં ભાસ ઉત્પન્ન થવા લાગ્યો હતો. હોંશે હોંશે ...Read Moreકાવ્યા ને મળવા અને તેની ઈચ્છાની વસ્તુ તેને આપવા ગેસ્ટ હાઉસ જવા નીકળ્યા. કાવ્યા તૈયાર થઈને જાણે જીતસિંહ ની રાહ જોઈને બેઠી હોય તેમ રૂમની બહાર બેઠી હતી. તેને ખ્યાલ પણ હતો નહિ કે સામેથી આવી રહેલા જીતસિંહ રીંગ લઈને મને આપવા આવી રહ્યા છે. પણ તેઓ જીતસિંહ નાં પ્રેમના વિચારોમાં ખોવાયેલી હતી. કાવ્યા ને ધીરે ધીરે અહેસાસ પણ થયો હતો
કાવ્યા પરીઓના દેશમાં નીકળી ગઈ. પાછળ જીતસિંહ બસ જોતા જ રહી ગયા. કે આ કાવ્યા એક સામાન્ય છોકરી નહિ પણ પરી હતી. એકબાજુ કાવ્યા પરી છે તે જાણીને ખુશી થઈ પણ તે તેમને છોડીને ક્યાંક નીકળી ગઈ તે દુઃખ ...Read Moreજીતસિંહ ને હવે કાવ્યા ની રાહ જોયા વગર છૂટકો ન હતો. પરીઓના દેશમાં પહોંચીને કાવ્યા પહેલા મહેક પરી ને મળવા જાય છે. મહેક પરી એકાંતમાં બેસીને ધ્યાન કરતી હોય તેવું લાગ્યું. કાવ્યા તેની પાસે જઈને તેને જગાડે છે અને હાથમાં રીંગ આપતા કહે છે."મહેક આ તારી અમૂલ્ય વસ્તુ."જેના માટે તું અત્યાર સુધી દુઃખી થઈ રહી હતી. પણ હવે તો મહેક મને
જે શહેરમાં વિરેન્દ્રસિંહ અને જીતસિંહ રહેતા હતા તે શહેરમાં મહેક પરી આવે છે. ત્યાંના લોકો કે ખબર પડે તે પહેલા મહેક પરી એક સામાન્ય છોકરી બનીને શહેર માં ચક્કર લગાવે છે. એક તો આ શહેરથી મહેક અજાણ હતી અને ...Read Moreપરી માંથી સામાન્ય છોકરી થઈને તાંત્રિક ને સજા આપવાની હતી. આ કામ જોઈએ તેટલું સહેલું હતું નહિ. પહેલા મહેકે આખું શહેર જોઈ વળી અને પછી તેણે વિચાર કર્યો કે તાંત્રિક પાસે જઈ ને તેને અત્યારે જ સજા આપી આવું. આ વિચારથી મહેકે કોઈ વિચાર કર્યા વગર તાંત્રિક પાસે પહોંચે છે. આલીશાન બંગલો અને ઉપરથી નોકર ચાકરો ની ભરમાળ જાણે કોઈ રાજવી હોય
રાજવી અને મહેક એકબીજા થોડી વાર એકબીજાની આંખોમા ખોવાઈ રહ્યા. આ શહેરમાં આટલી સુંદર યુવતી ને અત્યાર સુધી ક્યારેય જોઈ ન હતી. એટલે પહેલી નજરમાં રાજવી ને મહેક દિલમાં ઉતરી ગઈ.તે રાજવી બીજું કોઈ નહિ વિરેન્દ્રસિંહ હતા. વિરેન્દ્રસિંહ એક ...Read Moreહતા એટલે સામેથી કોઈ સાથે વાત કરી શકે નહિ એવું તેનું સ્વાભિમાન હતું. એટલે મહેક જો નજીક આવીને વાત કરે તે વિરેન્દ્રસિંહ રાહ જોઈ રહ્યા હતા. ઘણો સમય સુધી મહેક ત્યાં ઊભી રહી વિરેન્દ્રસિંહ ને નિહાળતી રહી. મહેક ને તે યુવાન પાસેથી કોઈ મદદ હેતુ થી જોઈ રહી હતી. આમ મહેક સમજી ગઈ કે તે યુવાન પણ મારી સાથે વાત કરવાની
મહેક નાં હાથમાં પરવાનગી નું કાર્ડ મળતા તે તરત તાંત્રિક ને મળવા તેના બંગલાએ પહોંચી. ત્યાં જઈને હોમગાર્ડ ને કાર્ડ બતાવી દાખલ થઈ. અંદર પ્રવેચતા સામે વિશાળ ગાર્ડન હતું અને રંગબેરંગી ફૂલોથી છવાયેલું હતું. ચાલતી ચાલતી મહેક આગળ વધી ...Read Moreસામેથી આવતા એક માણસે મહેક ને કહ્યું. મારી સાથે ચાલો હું તમને ટી સાહેબ પાસે લઈ જાવ. મહેક તે માણસની પાછળ ચાલતી થઈ. એક વિશાળ બંગલામાં મહેક દાખલ થઈ. ત્યાં આટલા બધા રૂમ જોઈને કેટલા રૂમ હશે તેનો અંદાજો માનવો મહેક માટે મુશ્કેલ હતો. કેમ કે તે માણસ અંદર ને અંદર રૂમ પછી રૂમ પાર કરીને લઈ જઈ રહ્યો હતો.
તાંત્રિકે પૂછેલા સવાલમાં મહેક વિચારીને જવાબ આપે છે. હા હું તે માટે તૈયાર છું. હું આજથી તમારી સેવા કરવા માંગુ છું. એક પરી થઈને દાસી થવું પરી ને શોભતું ન હોય પણ મહેક તાંત્રિક ને સારી રીતે જાણવા માટે ...Read Moreઆવું પગલું ભરવું પડ્યું હતું. તાંત્રિક હજુ મહેક ની ખાતરી કરવા માટે તેમની નજીક આવવા મહેક ને કહે છે. મહેક તેમની નજીક આવી ત્યાં ફૂલોની ફોરમ એટલી છૂટી કે આખું મકાન ફોરમ થી મહેકી ઉઠ્યું. મહેક વધુ નજીક આવી ત્યાં તાંત્રિકે તેને ત્યાજ ઊભી રહેવાનું કહ્યું. ઊભી રહે યુવતી.!!તું આ કંઈ સુંગંધ લઈને આવી છો.?તને ખબર છે અહી ફૂલો ની
વિરેન્દ્રસિંહ ની રાહ જોઈને મહેક બેઠી હતી પણ વિરેન્દ્રસિંહ ને શું કહીને મદદ માંગવી તે સમજાતું ન હતું. જો તે પરી છે અને તાંત્રિક ને સજા આપવા આવી છું તો તે કદાચ મારી હસી ઉડાવે અથવા નાં કહી શકે. ...Read Moreકોઈ એવી વાત કહીને મદદ માંગીશ જેથી વિરેન્દ્રસિંહ હા કહી શકે. વિરેન્દ્રસિંહ નાં આવતા પહેલા મહેકે વિચારી રાખ્યું હતું કે કેવી રીતે તેમની પાસે મદદ માંગવી. મહેક પાસે વિરેન્દ્રસિંહ આવ્યા એટલે મહેકે તેમને બેસવા કહ્યું ને તેમાં માટે પાણી લાવી. મહેક નાં હાથથી લાવેલું પાણી વિરેન્દ્રસિંહ જ્યારે પીધું તરત જ એક અલગ શાંતિ સાથે શક્તિ નો ભાસ થયો. તે પાણી
વિરેન્દ્રસિંહ મદદ માટેની નાં કહી એટલે મહેકે તેને નાં કહેવાનું કારણ પૂછ્યું.વિરેન્દ્રસિંહ એક તો હતા રાજવી અને ઉપરથી તેનું શહેરમાં મોટું નામ હતું એટલે આવી રીતે લગ્ન. તેના માટે તો વિચાર માત્ર મુશ્કેલી પેદા કરે તેમ હતું. વિરેન્દ્રસિંહ નાં ...Read Moreજવાબ આપતા કહે છે.પહેલી વાત કે હું તને જાણતો નથી. હજુ કાલે આપણે મળ્યા ને આજે લગ્ન ની વાત.!! આ નવાઈ ની વાત કહેવાય ને આ વાત કોણ માને..!તું લગ્ન ની વાત કરી છે તે લગ્ન નહિ પણ નાટક છે અને આ નાટક હું પાત્ર ભજવવા તૈયાર નથી. મહેક સમજાવતા કહે છે. કુંવર હું જે લગ્નની વાત વાત કરું છું
જેમ જેમ વિરેન્દ્રસિંહ ટી સાહેબના બંગલાની અંદર દાખલ થઈ રહ્યા હતા તેમ તેમ તેમને ડર સતાવી રહ્યો હતો. ચહેરા પર ડર જોઈને મહેક વિરેન્દ્રસિંહ ને હિંમત આપતી જાય છે. આપ એક શૂરવીર રાજવી છો અને હું તમારી સાથે છું ...Read Moreડરવું એ વ્યજબી નથી. ડરશો નહિ હું તમને કઈક હાનિ નહિ પહોચાડવા દવ. મહેક નાં આ હિંમતભર્યા શબ્દોથી વિરેન્દ્રસિંહ માં થોડી હિંમત આવી અને ટી સાહેબ નાં મુખ્ય રૂમ તરફ આગળ વધ્યા. વિરેન્દ્રસિંહ અને મહેક ટી સાહેબનાં મુખ્ય રૂમ પાસે એક માણસ દ્વારા પહોંચ્યા. ત્યાં ટી સાહેબ હાજર હતા નહિ એટલે બંને તેમની રાહ જોવા લાગ્યા. થોડો સમય ત્યાં રાહ
વિરેન્દ્રસિંહ ને પૂછ્યા વગર થોડો સમય ત્યાંથી દુર ગઈ ત્યારે થોડો ડર લાગ્યો હતો પણ તે ફરી આવી જતા તેના મનને શાંતિ થઈ. મહેક આવી એટલે તરત વિરેન્દ્રસિંહ પૂછે છે ક્યાં ગઈ હતી મહેક.?જવાબમાં મહેક કહે છે બસ બહાર ...Read Moreલગાવવા ગઈ હતી.આ જવાબ સાંભળીને વિરેન્દ્રસિંહ થોડા ગુસ્સે તો થયા પણ મહેક ને કઈ કહી શક્યા નહિ કેમ કે આજે તેની મદદે આવ્યા છે અને મહેક ને હજુ સારી રીતે જાણી શક્યા ન હતા એટલે. હવે બંને ચૂપ રહીને ટી સાહેબ નાં આવવાની રાહ જોવા લાગ્યા. થોડો સમય થયો એટલે ટી સાહેબ ત્યાં તે રૂમમાં આવી પહોંચ્યા. ટી સાહેબ નાં
સાંજ પડી તે પહેલાં મહેક ને અંદાજો લગાવી લીધો હતો કે આજે રાત્રે હું ટી સાહેબ નો શિકાર થઈ જઈશ. તે પહેલાં મારે કઈક કરવું પડશે. એટલે તે ચુપચાપ તે રૂમમાંથી નીકળી ને થોડે દૂર બેસીને વિચારવા લાગી. હવે ...Read Moreકરવું...!! પહેલા વિચાર આવ્યો કે હું તાંત્રિક સાથે લડાઈ કરીને તેને ખતમ કરી નાખું પણ તેની આટલી શક્તિ જોઈને એ વિચાર પડતો મૂક્યો ને કોઈ નવો રસ્તો શોધવા વિચાર કરવા લાગી. ત્યારે તેને જીનાત યાદ આવી જાય છે કેમ કે જીનાત પાસે જ આ તાંત્રિક નો જીવ સચવાયેલો હોય છે. એટલે બધું સમય વેડફવા કરતા તે તરત જ જીનાત નાં
મહેકને તે મહિલા ટી સાહેબના મુખ્ય રૂમ સુધી મૂકીને જતી રહી. રૂમનો દરવાજો ખુલ્લો હતો ને ટી સાહેબ એક આલીશાન બેડ જે સુંદર ફૂલોથી સજાવેલ હતો તેની ઉપર બેઠા હતા ને મહેકની રાહ જોતા હોય તેમ તેની નજર દરવાજા ...Read Moreટકેલી હતી. તે રાત્રીના પહેરવેશમાં બેઠા હતા. રૂમની અંદર દાખલ થતાં જ મહેકે ઘૂંઘટ તાણી લીધો ને ધીરે ધીરે ટી સાહેબ પાસે આવવા લાગી. મહેકને જોઈને ટી સાહેબનાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ. જ્યારે જ્યારે કોઈ સ્ત્રી કે છોકરી તેમની પાસે આવતી ત્યારે ત્યારે ટી સાહેબ ની ખુશી બમણી થઈ જતી. જાણે કે તે કોઈ નવો રેકોર્ડ બનાવવાની ખુશી વ્યક્ત
જીનાત ટી સાહેબનાં કેદ માંથી મુક્ત થયો થયો એટલે મહેક ને કઈક માંગવા કહે છે. ત્યારે મહેક કઈ માંગતી નથી બસ એટલું કહે છે. મને તાંત્રિકની બધી શક્તિઓ ને કેવી રીતે કાબૂમાં કરવી તેના વિશે જણાવ. ત્યારે જવાબમાં જીનાત ...Read Moreછે. તાંત્રિકની બધી શક્તિઓ એક તાવીજ માં સમાયેલી છે. જે તાવીજ તેના ગળામાં પહેરેલું છે. અને એટલું સુરક્ષિત છે કે તેને કોઈ ટચ પણ કરે તો સામાન્ય માણસ તો ત્યાંજ બેભાન થઈ ઢળી પડે. પણ તારી પાસે રહેલી શક્તિથી તને કોઈ હાનિ નહિ પહોંચે. મહેક તે તાવીજ ને કેવી રીતે નષ્ટ કરવું તે જાણવા જીનાત ને પૂછે છે.હે.. જીનાત તું
ટી સાહેબ ને ઊંઘતા જોઈને મહેક ધીરેથી તેની પાસે આવે છે. હજુ તે નશામાં જ છે તે ખાતરી કરવા ટી સાહેબ નો હાથ પકડીને હલાવવાની કોશિશ કરે છે. ટી સાહેબની કોઈ હલચલ ન થતાં મહેક સમજી ગઈ કે હજુ ...Read Moreનશામાં ઊંઘી રહ્યા છે. એટલે તાવીજ ગળામાંથી ઉતારી લેવું મહેક ને યોગ્ય લાગ્યું પણ ત્યાં વિચાર આવ્યો તાવીજ ઉતર્યા પછી તેને તેના જ પગ નીચે હું કેવી રીતે દબાવી શકીશ. પણ અત્યારે તાવીજ કાઢવું મહેક ને યોગ્ય લાગ્યું કેમ કે તેને અત્યારે શક્તિહિન કરવો જરૂરી હતો. ટી સાહેબને ખબર ન પડે અને ઊંઘ માંથી જાગી ન જાય તે માટે મહેક
તાંત્રિક હવે સામાન્ય માણસ સાથે બંધક થઈ લાચાર થઈ ઊભો રહી મહેક સામે જાણે ભીખ માંગી રહ્યો હોય તેમ મહેકને જોઈ રહ્યો હતો. પણ તે હજુ સુધી કંઇજ બોલ્યો ન હતો. હવે મહેક કઈક એવું કરવા માંગતી હતી જેનાથી ...Read Moreપોતાની ભૂલો અને અપરાધો નો સ્વીકાર કરે સાથે તેણે કરેલા ગુનાઓ નો પણ તે કબૂલ કરે તે માટે મહેક તેને પોતાની શક્તિ વડે વીજળીનાં કરંટ નો તાંત્રિક ને ત્રાસ આપવા લાગી. વીજળીના કરંટ મળતા તાંત્રિક ભયભીત થઈને રાડો પાડવા લાગ્યો. તે થરથર કાંપવા લાગ્યો હતો. આ જોઈને બહાર ઊભેલા વિરેન્દ્રસિંહ અને ન્યુઝ ચેનલ નો માણસ ત્યાં આવી પહોંચે છે. અને
વિરેન્દ્રસિંહ જ્યારે મહેક ને પરી નાં રૂપમાં જુએ છે તો પોતાનો હોશ ખોઈ બેસે છે. પહેલી નજરમાં વિરેન્દ્રસિંહ ને મહેક નજરમાં વસી ગઈ હતી પણ આજે આટલી સુંદર અને પરી ને જોઈને તે મનમાં એવી કામના કરવા લાગ્યા કે ...Read Moreઆ પરી મારી જીવનસંગિની હોય. મહેક પરી આ બંગલા માંથી તેના પરીઓના દેશમાં જાય તે પહેલાં. વિરેન્દ્રસિંહ એક વિનંતી કરે છે. હું તમારી મદદે આવ્યો તે મારુ એક કર્તવ્ય હતું પણ તમારું પણ એક કર્તવ્ય બને છે કે મારી મદદે આવવવાનું.! શું મદદ કરી શકું તમારી.! મહેકે વિરેન્દ્રસિંહ ને સહજ રીતે પૂછ્યું. મહેક નાં મનમાં અત્યારે ગુરુમાં દેખાઈ રહ્યા હતા
વિરેન્દ્રસિંહે કરેલો પ્રેમ નો પ્રસ્તાવ મહેક મૂંઝવણ ભર્યો લાગ્યો હતો. કેમકે મહેક પણ વિરેન્દ્રસિંહ ને પ્રેમ કરવા લાગી હતી પણ પરી થઈને તે હમેશા માટે સાથે રહી શકે તેમ ન હતી. એટલે પ્રેમ ના પ્રસ્તાવનો જવાબ શું આપવો તે ...Read Moreવિચારવા લાગી. મહેક નું આ રીતે વિચારવું વિરેન્દ્રસિંહ ને પણ મનમાં શંકા કુશંકા પેદા કરી રહ્યું હતુ. કે શું મહેક મને પ્રેમ નથી કરતી.! વિરેન્દ્રસિંહ તો મહેક ને દિલથી ચાહતા હતા મહેક પણ મને પ્રેમ કરે છે કે નહિ તે ખાતરી કરવા ફરી મહેક નો હાથ પોતાના હાથમાં લઈને પૂછે છે.મહેક...તું મને પ્રેમ તો કરે છે ને.. ? મહેક નાં
મહેક પરીઓના દેશમાં આવી એટલે ગુરુમાં અને બીજી પરીઓ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહેક પર શક્તિઓનો વરસાદ ગુરુમાં વરસાવવા લાગ્યા. કાવ્યા સામે મહેક આગળ વાત કરતા કહે છે. તે દિવસ પછી મને વિરેન્દ્રસિંહ ની બહુ યાદ આવવા ...Read Moreહતી. હું તેને ભૂલી શકતી ન હતી પણ ત્યાં જવા માટે ગુરુમાં ની પરવાનગી લેવી જરૂરી બનતી હતી. મારી પાસે તે શહેરમાં જવા માટે કોઈ બહાનું ન હતું. એટલે થોડા દિવસ એમ જ ઉદાસ થઈ ને સમય પસાર કરતી રહી. એક દિવસ મારાથી રહેવાયું નહિ ને હું ગુરુમાં ની પરવાનગી વિના પરીઓ નાં થી નીકળી ગઈ વિરેન્દ્રસિંહ ને મળવા. વિરેન્દ્રસિંહ
કાવ્યા પોતાના પ્રેમની જાણ મહેક ને કરવા માંગતી ન હતી એટલે તેણે એવી કોઈ વાત કરી નહિ કે જેનાથી મહેક ને થોડો પણ ખ્યાલ આવી જાય કે કાવ્યા પણ કોઈ નાં પ્રેમ છે. અને કાવ્યા એ પણ આગળ મહેક ...Read Moreકોઈ સવાલ કર્યા નહિ. હા, મનમાં ઘણા સવાલ હતા. મહેક અને વિરેન્દ્રસિંહ ફરી એક થઈ જશે.! શું તે લગ્ન કરી શકશે. આવા સવાલો કાવ્યા મનમાં ઉદભવ્યા હતા પણ હવે કાવ્યા કોઈ મદદ મહેકની કરવા માંગતી ન હતી. કેમ કે તેની મદદ કરવામાં પોતે મુશ્કેલીમાં આવી શકે તેમ હતી. મહેક પાસેથી કાવ્યા છૂટી પડે તે પહેલાં કાવ્યા તેની પાસેથી એક વચન
જીતસિંહ ની જીદ સામે વિરેન્દ્રસિંહ કહે છે. જીત મારા લગ્નની ચિંતા કરીશ નહિ. મને આ શહેરમાં ઘણી છોકરીઓ પ્રેમ કરે છે જે તેમનો એક તરફી પ્રેમ છે. તેમાંથી કોઈ સારી છોકરી સાથે નિરાંતે લગ્ન કરી લઈશ. જાણે વિરેન્દ્રસિંહ ખબર ...Read Moreકે મહેક પરીઓના દેશ માંથી ક્યારે પાછી ફરશે અને ક્યારે તે મારી સાથે લગ્ન કરશે. એટલે જીતસિંહ ને મનાવતા કહે છે. જીત હું કહું તે કર. અત્યારે તમારા બંનેના લગ્ન કરવા ખૂબ જરૂરી છે. જીતસિંહ જાણે જીદ પકડીને બેઠા હોય તેમ ફરી મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને કહ્યું. મોટાભાઈ તમે મારાથી મોટા છો અને આ મહેલનો રિવાજ છે કે પહેલા મોટાભાઈ નાં
કાવ્યા અને જીતસિંહ દૂર નીકળી જાય છે. પણ કાવ્યા ને એવી કોઈ જગ્યા મળતી નથી જ્યાં ગુરૂમાં ની દિવ્ય દ્રષ્ટિ પહોંચી શકે. આખરે તેને એવી કોઈ સુરક્ષિત જગ્યા મળતી નથી. નિરાશ થઈને કાવ્યા એક જગ્યાએ બેસી જાય છે ને ...Read Moreલાગે છે. જો ગુરુમાં ની દીવ્ય દૃષ્ટિથી બચી શકીશ તોજ હું પરી રહીશ નહિ તો ફરી હું સામાન્ય માણસ બની જઈશ. ઘણા વિચારો કર્યા પછી પણ કાવ્યા ને કોઈ સુરક્ષિત જગ્યા મળતી નથી. જ્યા ગુરુમાં ની દિવ્ય દ્રષ્ટિ પહોંચી ન શકે. આખરે તેને જીન યાદ આવે છે. પણ કાવ્યા જીતસિંહ આગળ જીન ને લાવવા માંગતી ન હતી. અને જીતસિંહ થી
વિરેન્દ્રસિંહ અચાનક મહેલ થી ક્યાંક ચાલ્યા ગયા હતા. ક્યાં ગયા હશે તે ચિંતામાં જીતસિંહ કાવ્યા ને કહે છે.કાવ્યા તારી દિવ્ય દ્રષ્ટિ થી નજર કરી ને જો..મોટાભાઈ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે. કાવ્યા પોતાની દિવ્ય દ્રષ્ટિ થી ...Read Moreને શોધવા ની કોશિશ કરે છે. પહેલા તેણે આજબજુના વિસ્તારો તરફ દ્રષ્ટિ કરી પણ તેને વિરેન્દ્રસિંહ ક્યાંય નજર ન આવ્યા. કાવ્યા આકાશ તરફ નજર કરીને જોયું પણ ત્યાં પણ ક્યાંય વિરેન્દ્રસિંહ નજર આવ્યા નહિ. કાવ્યા ચિંતિત બની ગઈ કે નથી આજુબાજુના વિસ્તારમાં કે નથી આકાશમાં તો વિરેન્દ્રસિંહ આખરે ક્યાં ગયા હશે.! કાવ્યા એ પોતાની દિવ્ય દ્રષ્ટિ વધુ તેજ બનાવીને દૂર
લગ્નની બધી તૈયારી થઈ ચૂકી હતી. મહેલના નોકરો એ ઘણી વાર જીતસિંહ ને પૂછ્યું.કુવર સાહેબ આ કોનાં લગ્નની તૈયારી થઈ રહી છે.?જીતસિંહ કોઈ જવાબ આપતા નથી અને એટલું કહે છે. તમને બધા ને સોંપેલું કામ પૂર્ણ કરો અને કાલથી ...Read Moreદિવસ માટે હું તમને રજા આપુ છું. લગ્નની બધી તૈયારી કરીને બધા નોકરો મહેલની બહાર નીકળી ગયા. પણ તેમના મનમાં એક વિચાર તો રહ્યો કે એવા તે કેવા લગ્ન હશે કે અમને બધાને દૂર કરીને ખાલી મહેલમાં લગ્ન થશે.! તેમને અંદાજ લગાવી લીધો હતો કે મહેલમાં હવે કુવર જીતસિંહ અને કાવ્યા સિવાય બીજું કોઈ નથી તો લગ્ન આ બંનેના જ