એ વરસાદી રાત

(33)
  • 3.3k
  • 2
  • 1.3k

એ વરસાદી રાત - રાકેશ ઠક્કરશહેરના ટાવરના ઘડિયાળમાં દસ ડંકા વાગ્યા એ હવે સંભળાતા હતા. છેલ્લા ચાર કલાકથી અટકવાનું નામ ના લેતો વરસાદ જાણે પોરો ખાવા સહેજ થોભ્યો હતો. કડાકા- ભડાકા સાથે વરસાદ આખા શહેર પર પોતાનું વર્ચસ્વ જમાવી ચૂક્યો હતો. ઠેરઠેર પાણી ભરાઇ ચૂક્યા હતા. વરસાદ ધીમો પડ્યો હતો પરંતુ કાળા ડિબાંગ વાદળા અને વીજળીના ચમકારા એવો ભયજનક અણસાર આપતા હતા કે આજની રાત શહેર માટે ભારે હતી. આજે લોકો પોતાના ઘરમાં કેદ થઇ ગયા હતા. વરસાદ એનું કામ કરતો હતો. જેલાંગની વાત અલગ હતી. તે રાતનો રાજા હતો. રાત પડે એટલે પોતાની કાર લઇ રખડવા નીકળી પડતો હતો.