બિચારો જીવ છૂટે તો સારું!

  • 2.4k
  • 894

આજે વાત કરવી છે કાજલબહેન વિશે - તેમના જીવનમાં આવી પડેલ સંઘર્ષની - અચાનક આવી પડેલ બીમારી અને સુખી લગ્નજીવનને વેરવિખેર કરી પતિના તરછોડ્યા પછી જીવન-મરણ વચ્ચે ઝઝુમી રહેલ વ્યક્તિની. છ વર્ષનાં લગ્ન જીવનને એવી પાનખર લાગી જ્યાં વસંતના અરમાન રાખવાની પણ હિંમત ન થાય! આવી એક સત્ય ઘટનાને આજે અહીં નોંધવાનો સામાન્ય પ્રયાસ કરૂ છું.કાજલબહેનની આપવીતી જાણવા ચાલો અમારી સાથે - તેમના ઘરે!***** અહીં વાત છે કાજલબેનની. મારા મિત્રની સાથે તેમનાં ઘરે જવાનું થયું. તેમનું ઘર આણંદ જિલ્લામાં નડિયાદ નજીકનાં એક ગામમાં આવેલું. તે બેન મારા મિત્રના કુટુંબમાં કંઈ દૂર સગામાં થાય. તેમનાં જીવનનો દુઃખદ