ગંગૂબાઇ કાઠિયાવાડી

(42)
  • 3.7k
  • 1
  • 1.5k

ગંગૂબાઇ કાઠિયાવાડી- રાકેશ ઠક્કરઆલિયા ભટ્ટના ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી' ના અભિનયથી દર્શકો રાજી થાય એમ છે! અત્યાર સુધી નિર્દેશક સંજય લીલા ભણશાલીની ફિલ્મો એમના નામ પર જ ઓળખાતી આવી છે. કદાચ પહેલી વખત એવું થયું છે કે આલિયાનો અભિનય તેમના નિર્દેશન પર ભારે પડ્યો છે. સંજયની અગાઉની ફિલ્મોની સરખામણીએ 'ગંગૂબાઇ કાઠિયાવાડી' ને સંગીત, વાર્તા કે જરૂરી ક્લાઇમેક્સ ન હોવાની બાબતોને કારણે નબળી ગણવામાં આવી હોવા છતાં આલિયાના નામ પર જોવા જેવી બની છે. સંજય ભણશાલીએ એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે વેશ્યાના જીવનની વાર્તા હોવા છતાં એમાં કોઇ દ્રશ્ય કે સંવાદ અશ્લીલ ના લાગે. તેમણે ફિલ્મના દ્રશ્યોને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન