સાડાત્રણ વજ્ર

  • 6k
  • 2
  • 2.1k

ઇન્દ્રનો દરબાર ભરાયો હતો. પૃથ્વીના ખાસ આમંત્રિત રાજા, મહારાજાઓ તથા ઉચ્ચ કક્ષાના ઋષિ મુનિઓ પણ તેમાં સામેલ હતા. રંગોત્સવ ચાલતો હતો. ઇન્દ્રની ખાસ પદવીધારી નર્તકી ઉર્વશી અને તેની સાથીઓ અદભુત નૃત્ય કરી રહ્યાં હતાં. રાજામહારાજાઓ તો સુંદર સ્ત્રી જુએ એટલે સ્હેજમાં પ્રસન્ન થઈ જાય પણ ઋષિઓ પર એમ મોહિની પાથરવી સહેલી ન હતી. ધીમેધીમે નૃત્ય સાથે ગાંધર્વોનું સંગીત પણ સાથ પુરાવવા લાગ્યું. હવે ઋષિમુનિઓ અને તેમાં સંગીત કે નૃત્ય વિશે જાણતા સમજતા સહુની દાદ પણ મળવા લાગી. એક માત્ર મુનિ દુર્વાસા સ્થિતપ્રજ્ઞ બેઠા હતા. તેમની મુખરેખા હજુ તંગ હતી. ઇન્દ્રે ઉર્વશીને કહ્યું કે તારે માટે આ પડકાર છે. તું મુનિ દુર્વાસાને