કળશ

(11)
  • 2.8k
  • 958

કળશ એક રહસ્યમય વાર્તા સલોની અને તેની નાની બહેન વૃંદા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બંને જણા એક કોન્સ્ટેબલની સામે ઊભા હતા અને કોન્સ્ટેબલના કાન ઉપરથી ફોન હટે તો તેઓ તેમની રજૂઆત કરે તેવી રાહ જોઈ રહ્યા હતાં. સલોનીના ચહેરા પર પરસેવાના બુંદ બાઝેલાં હતાં. વૃંદા સ્વસ્થ હતી અને સલોનીનો ઉચાટ સમજી શકતી હતી કારણ કે સલોની પોતાની નાની દિકરી સુહાનીને પાડોશીને ઘેર મૂકીને આવી હતી એટલે તેનો જેટલો જીવ તેની દીકરીમાં હતો પણ તેના કરતા વધારે મહત્વનું તેના પતિ નિમેષની ભાળ મેળવવાનું કામ હતું. ‘બોલો શું કામ હતું?’ કોન્સ્ટેબલે ફોન પૂરો થતાં જ પૂછ્યું. ‘અમારે ફરિયાદ નોંધાવવાની છે.’ સલોની