આ જનમની પેલે પાર - ૨૨

(40)
  • 3.8k
  • 2.1k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૨ દિયાન પ્રેત સ્વરૂપમાં રહેલી શિનામિને ભેટવા ગયો પણ તેને ભેટી શક્યો નહીં અને પડી ગયો. કદાચ એ ભૂલી ગયો હતો કે શિનામિ માનવ રૂપમાં નથી. પોતે એને સ્પર્શી શકે એમ નથી. તેની સાથે વાર્તાલાપ કરવા સુધી જ તેનો પ્રેમ અને સંબંધ સીમીત છે. તે હાથ પંપાળતો ઊભો થયો અને બેડ પર આવીને બેઠો.શિનામિ બોલી ઊઠી:'...અરે! સંભાળ... આમ ઘેલો ના થા. આપણી વચ્ચે કોઇ દિવાલ નથી પણ એક અંતર છે એ કાયમ માટે રહેવાનું છે. આપણે એકબીજાને મળી શકીશું પણ ભેટી શકીશું નહીં. એકબીજા સાથે વાતચીત કરી શકીશું પણ હાથમાં હાથ મિલાવીને પ્રેમ કરી શકીશું નહીં. દિલથી