શ્રાપિત - 11

  • 3.1k
  • 1.6k

એકબાજુ અધિરાજની તબિયત સારી નથી. એક તરફ આકાશનાં લગ્ન માથે આવી ઉભાં છે. અક્ષય, પિયુષ, દિવ્યા, ચાંદની અને અવની બધાં ઘરે આવે છે. સાથે આકાશની મમ્મી અને સુધા પણ આવે છે. અધિરાજ પાસે હોસ્પિટલમાં આકાશ અને સમીર બન્ને રોકાય છે.જેવાં બધાં ગાડીમાંથી ઉતરીને હવેલીની અંદર પ્રવેશ કરતા હોય છે. ત્યાં રોકી આવીને અવનીના પાગ પાસે આવીને જોરથી ભસવા લાગે છે.આજુબાજુ ફરવા લાગે છે. દરવાજો ખોલવી જેવાં હોલમાં પ્રવેશ કર્યો ત્યાં સોફા પર આછા કોફી રંગની સાડી અને ડોકમાં ચાંદીનું માદેડીયુ પહેર્યું હતું. હાથમાં અને પગમાં ચાંદીના કળા પહેરેલી એક સ્ત્રી બેઠી હોય છે. ઉંમરના કારણે ખરડાયેલા હાથ-પગ અને ચહેરા પણ પડેલી