શમણાંના ઝરૂખેથી - 17. વહેણનાં હલેશે શમણાં વહે..

  • 2.4k
  • 1.4k

૧૭. વહેણનાં હલેશે શમણાં વહે.. ... પફુલ્લિત થયેલા મનને છેલ્લા અમુક દિવસથી થતાં શ્રમ કે ઉજગરાની કોઈ પરવા નહોતી. નવાં કુટુંબમાં, નવી જગ્યાએ, સુહાસના ઓરડામાં; કે જ્યાંથી નવા જીવનની શરૂઆત થઈ ચૂકી હતી; ત્યાં આ પહેલી પ્રભાત હતી. આંખો ખોલીને થોડી વાર તો સુહાસ તરફ ક્યાંય સુધી જોતી રહી. તેમના ચહેરા પર એકદમ સરળતા નીતરી રહી હતી. તેમનું નિંદ્રાધીન મુખ જોઈને આંખોમાં ઠંડક વળતી હોય તેવું લાગતું હતું. આભાર અને ગર્વના ભાવ સાથે તે જોતી રહી અને વિચારતી રહી..., અને વિચારો ભાવી જીવનની શરૂઆતની કલ્પનાઓમાં દોરી રહ્યા હતા.. .. રૂમની બહાર નીકળીને શું કરવું? કેવી રીતે બધાની સામે જઈને ઉભી