ભીનાશ

  • 3.4k
  • 1.3k

પુરુષ રડતો હોય ત્યારે કેવો લાગે? આ વિષય પર પહેલા અનેક વાર લખાઈ ગયું છે, પણ બહુ ઓછા લોકો હશે જે એ પુરુષના રુદન પાછળના કારણોને સમજવાનો પ્રયાસ કર્યો હશે. પુરુષોને બાળક કે સ્ત્રીની જેમ મન મૂકીને રડવાની ક્યારે છુટ આપવામાં આવી જ નથી.સમાજે પુરુષને સિંહ અથવા પહાડ સાથે હંમેશા સરખાવ્યો છે, પણ એ લોકો ભૂલી જાય છે કે બહારથી પથ્થર જેવો દેખાતો અથવા દેખાવાનો ડોળ કરતો પુરુષ ખૂબ જ લાગણીશીલ હોય છે. સ્ત્રી કરતા કદાચ પુરુષ વધુ લાગણીશીલ અને ભાવુક હોય છે, પણ એમને ક્યારેય રડવાની કે લાગણીઓને વ્યક્ત કરવાની છુટ મળી નથી અથવા આ સમાજના લોકોએ પુરુષને આવી