સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૬. ફોનથી પરેની દુનિયા

  • 2.5k
  • 982

બપોરનું જમવાનું પત્યું. આરામનો સમય પસાર થયો. નાનીસી દુનિયાનાં એ દંપતિ, પોતપોતાનાં હાથમાં વિશાળ વિશ્વને છુપાવી રાખેલ ફોન અને ચીંટુ ને લઈ, દરિયાકિનારે પહોંચી ગયા. સાથે લીધો બીજો જરૂરી સમાન અને ચીઝ-વસ્તુઓ - થોડા રમકડાં, નાસ્તાના પડીકા, પાણીની બોટલ વગેરે. ચીંટુને મઝા પડી ગઈ - ભીની રેતીમાં રમવાની ને પછી કિનારે લાગેલ ભાતભાતની ચકરડીમાં બેસવાની. મમ્મી-પપ્પાનેય બાળકને હરખાતું જોઈને આનંદ છલકાયા કરતો હતો. છુક છુક ગાડી અને જંપિંગની મજા કાંઈક જુદી જ હતી. બેટરીથી ચાલતી જીપ મોબાઈલમાં જોઈ હતી, પણ આજે તો એમાં બેસવા માટે રડવું પડે તોય ખોટું નહોતું. ચીંટુને તો હજુય કેટલું રમવાનું બાકી હતું, પણ પપ્પા-મમ્મીએ મકાઈ