ભૂતનો ડર- રાકેશ ઠક્કરવિતાન પોતાના ગામમાં ઘણા વર્ષ પછી આવ્યો હતો. તે જંગલના જીવજંતુઓ પર સંશોધન કરી રહ્યો હતો. એના માટે આવા ગામમાં આવવું જરૂરી બન્યું હતું. નહીંતર ન જાણે ક્યારે આવવાનું થયું હોત. શહેરની જેમ સમય સાથે ગામ એટલું બદલાયું ન હતું. ગામમાં આધુનિકતાએ એટલો પગપેસારો કર્યો ન હતો. ગામમાં પૈસાદાર લોકોના ઘરમાં નવા જમાનાની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો આવી ગઇ હતી પરંતુ તેમનું જીવન યાંત્રિક બન્યું ન હતું. મોટું ઘર બાંધીને આધુનિક સુવિધાઓ સાથે જીવતો ખેડૂત પણ સવારથી સાંજ સુધી ખેતરે જઇને મહેનત કરતો હતો. લોકો આધુનિક બની રહ્યા હતા પણ એમનું જીવન ગામઠી હતું.શહેરની જેમ અહીં ગલીએ ગલીએ મેડિકલની