ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-73

(48)
  • 3k
  • 3
  • 1.5k

(એલ્વિસ અને કિઆરાએ કર્યો રોમેન્ટિક સમય પસાર.કિઆરાને બિકીનીમાં જોઈને એલ્વિસની હાલત થઈ ખરાબ.એલ્વિસે જણાવ્યું કિસ ના કરવાનું કારણ.સિલ્વી,એન્ડ્રિક,કેવિન અને આઈશાનો થયો અકસ્માત.જેની પાછળ હતો ડેનિસનો હાથ.વિન્સેન્ટ અને આયાન વચ્ચે થઈ અહાનાને લઈને જોરદાર લડાઇ.વિન્સેન્ટને ઘાયલ અવસ્થામાં જોઇને સોનલબેન આઘાત પામ્યાં.) વિન્સેન્ટ ખૂબજ ડરી ગયો.આજ પહેલા તેણે આ રીતે મારામારી નહતી કરી.વિન્સેન્ટના હોઠના ખુણેથી લોહી નીકળી રહ્યું હતું.કપાળે,કોણીએ અને ઢીંચણે છોલાયેલું હતું. "આંટી,બહુ લાંબી વાત છે પણ ટ્રસ્ટ મી.મે કશુંજ ખોટું ‍નથી કર્યું.હું તમને તેના વિશે પછી શાંતિથી જણાવીશ.અત્યારે ટુંકમાં કહું તો મારી એક ફ્રેન્ડ છે જેને હું મનોમન ચાહુ છું પણ તેને ખબર નથી.તે પણ કોઇને ચાહે છે.તે છોકરાએ તેની