એટેક

(14)
  • 2.1k
  • 2
  • 796

એટેક- રાકેશ ઠક્કરએટેક' ને એક સારી રોમાંચક ફિલ્મ બનાવવાનો પ્રયાસ થયો પણ બની શકી નથી. વાર્તા ઘીસીપીટી જ છે. દેશભક્તિવાળી બોલિવૂડની ફિલ્મમાં હોય એવી જ વાર્તા છે. 'સત્યમેવ જયતે ૨' ની નિષ્ફળતા પછી પણ જૉન અબ્રાહમને એ જ્ઞાન મળ્યું નથી કે મેકઅપ પર નહીં પણ સ્ક્રીપ્ટ અને નિર્દેશન પર પૈસા લગાવવાની જરૂર છે. 'સુપર સોલ્જર' ના નામ પર જૉનના થોડા એક્શન દ્રશ્યો જ છે. વીએફએક્સનો ક્યાંય ઉપયોગ દેખાતો નથી. 'એટેક' નું ટ્રેલર જોઇને જ આખી ફિલ્મ જોયાનો સંતોષ માણવા જેવો હોવાનું ઘણા સમીક્ષકો કહી રહ્યા છે. દેશને બચાવવા માટે એક સૈનિક લડાઇ લડે એ વાત અનેક ફિલ્મોમાં આવી ગઇ છે.