કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-23

(31)
  • 7.7k
  • 1
  • 6.5k

વેદાંશ ભારે હ્રદયે અને અતિશય દુઃખ સાથે અમદાવાદ છોડી ક્રીશાને લઈને બેંગ્લોર પહોંચી જાય છે. વેદાંશ અને ક્રીશા બંને ક્રીશાની મમ્મીના ઘરે જઈને જમ્યા અને પછી આરામ કર્યો. વેદાંશે પોતાની ઓફિસની બાજુમાં જ એક ફ્લેટ રેન્ટ ઉપર લઈ લીધો અને ક્રીશાએ અને વેદાંશે પોતાના લગ્નજીવનની શુભ શરૂઆત તે ઘરમાંથી જ કરી. બે બેડરૂમ, હૉલ, કીચનના આ ઘરની વેદાંશ તેમજ ક્રીશા પોતાના મીઠાં મધુરા સ્વપ્નથી ખૂબજ સુંદર સજાવટ કરે છે. ******************** સાન્વીને રેગ્યઞુલર દવા આપવામાં આવે છે પરંતુ કંઈ પણ ફરક દેખાતો નથી એટલે તેના પપ્પા ડૉ.અપૂર્વ પટેલને ફોન કરીને એ દિવસની સાંજની એપોઈન્ટમેન્ટ લઈ લે છે અને સાન્વીને બતાવવા માટે