પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૭

(15)
  • 2.7k
  • 1.7k

એકાંત હતો, શ્રેણિક અને શ્યામાની વાતો ચાલતી હતી, એક બાજુ કોયલનો મીઠો સ્વાદ એમાં સુર પૂરી રહ્યો હતો ને મીઠો પવન શ્યામાની લટોને સ્પર્શીને રમી રહ્યો હતો, શ્યામાની આગળ ભણવાની વાતથી શ્રેણિક પ્રેરાયો પરંતુ ઘરના વડીલો વિરોધી થશે એ વાતને તે પચાવી શક્યો નહિ, તેને શ્યામા પ્રત્યે સહાનુભૂતિ થઈ, શ્યામાની મરજી વિરુદ્ધ લગ્ન કઈ રીતે સંભવી શકે એ વાત એના મનમાં ઘૂમરાવા માંડી. " તો પછી આ લગ્નની વાત?"- શ્રેણીકે શ્યામાને સવાલ પૂછ્યો. " જો એમાં એમ છે કે બધા ભાઈ બહેનોમાં હું મોટી, અને ઉંમર થઈ ગઈ ત્રેવીસ એટલે વડીલોને મન એમ કે એક સારા ઘરમાં મારા લગ્ન થાય