પ્રેમ ક્ષિતિજ - Novels
by Setu
in
Gujarati Fiction Stories
પ્રસ્તાવનાનમસ્કાર મિત્રો! આપ સૌનો સાથ અને સહકાર મને લખવાની ફરી નવી પ્રેરણા આપી રહી છે ને હું ફરી આપની સમક્ષ મારી નવી કલમ લઈને આવી રહી છું.મારી 'રેમ્યા' અને 'રુદયમંથન' ને આપનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો એ જાણીને મને ખૂબ ...Read Moreથાય છે. મને ખુશી થાય છે કે હું આપ સૌની સમક્ષ એક નવુ નજરાણું લઈને આવી રહી છું, મારી નવલકથા 'પ્રેમક્ષિતીજ' એ એના નામ પ્રમાણે જ પ્રેમથી ભરપૂર હશે, પ્રણયકથાને સાંકળી લેતી સામાજિક નવલકથામાં ઘણા પાત્રો છે, જેઓનું પોતાનું કૈકને કઈક વર્ચવસ્વ છે, પરંતુ બધાનું ધ્યાન દોરી રહેલા નાયક શ્રેણિક અને નાયિકા શ્યામા છે, શ્યામા એક ગામડાની ગોરી અને એનાથી
પ્રસ્તાવનાનમસ્કાર મિત્રો! આપ સૌનો સાથ અને સહકાર મને લખવાની ફરી નવી પ્રેરણા આપી રહી છે ને હું ફરી આપની સમક્ષ મારી નવી કલમ લઈને આવી રહી છું.મારી 'રેમ્યા' અને 'રુદયમંથન' ને આપનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો એ જાણીને મને ખૂબ ...Read Moreથાય છે. મને ખુશી થાય છે કે હું આપ સૌની સમક્ષ એક નવુ નજરાણું લઈને આવી રહી છું, મારી નવલકથા 'પ્રેમક્ષિતીજ' એ એના નામ પ્રમાણે જ પ્રેમથી ભરપૂર હશે, પ્રણયકથાને સાંકળી લેતી સામાજિક નવલકથામાં ઘણા પાત્રો છે, જેઓનું પોતાનું કૈકને કઈક વર્ચવસ્વ છે, પરંતુ બધાનું ધ્યાન દોરી રહેલા નાયક શ્રેણિક અને નાયિકા શ્યામા છે, શ્યામા એક ગામડાની ગોરી અને એનાથી
મેડી આગળ આવીને ઉભેલા હેમલરાયે સરલાને બૂમ પાડી, "સરલાવહુ, શ્યામા તૈયાર છે ને?" દર વખતે સવાલ પૂછતાંની સાથે જવાબ આપવાવાળી સરલાનો કોઈ જવાબ આવ્યો નહિ, હેમલરાયને જરાક અકળામણ થવા માંડી, એ નીચે ઊભા આઘાપાછા થવા માંડ્યા, બાજુમાંથી જતાં પ્રયાગને ...Read Moreઅટકાવ્યો, " ભઈલા, જરા એક ટાપુ કર ને!" "જી દાદાજી, શું કરવું છે તમારે?" "જરા, ઉપર તારી મમ્મી શ્યામાને તૈયાર કરવા લઈ ગઈ છે, જોતો આવને શું ચાલી રહ્યું છે?" "જી ભલે!" - પ્રયાગે હાથમાં રહેલા ઓશિકા નીચે મૂક્યા ને એ પગથિયાં ચડીને મેડીએ પહોંચ્યો. મેડીએ જતાની સાથે જ એ ગભરાઇ ગયો, અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ જોઈને એને પાક્કો અંદાજો આવી
અમરાપરની શેરીઓ આમ સુની જણાતી હતી પરંતુ ક્યાંક ક્યાંક ચહલપહલ એને જીવંત બનાવી રહી હતી, સવારનો આઠ વાગ્યાની વેળા એટલે કપડાના ધોકાનો નાદ, પાણીના નળનો અવાજ તો ક્યાંક કૂકરની સીટીના સુસવાટા, ગૃહિણીઓના કામની મઘમઘતા રેલાઈ રહી હતી, સુખીસંપન્ન ગ્રામ ...Read Moreસરકારી કચેરીઓથી સજ્જ, સ્કૂલની દીવાલો પર ચીતરેલા ચિત્રો જાણે દરેક વ્યક્તિને શાળાએ ગયા વગર જ્ઞાન આપી રહ્યા હતા. જીપ લઈને નીકળેલા નવજુવાનીયાઓ એમની ચકોર નજર બધે વીજળી વેગે પ્રસરાવી રહ્યા હતા, શ્યામા ક્યાંક મળી જાય! "એલાઓ, જોજો બધેય, શ્યામાદીદી નજરચૂક ના થવી જોઈએ!"- ભાર્ગવ બોલ્યો. "હા ભાઈ, દાદાનો હુકમ છે તો પાળવો જ રહ્યો"- પ્રાયાગે ઉમેર્યું. "પણ સાલું સમજાતું નથી
શિયાળાની સવાર કહી ના શકાય પરંતુ ટાઢક વર્તાતી હોઈ મોસમ ખુશનુમા હતી, અમરાપરની માતાતુલ્ય એવી વહેતી હિરણ નદી જેમ કાઠિયાવાડની શાન છે એમ અમરાપરની પણ શાન હતી, એને કાંઠે કાંઠે વસેલા ગામની માટીમાં એની સોડમ એવી રીતે વણાઈ ગઈ ...Read Moreકે આવવાવાળા દરેકને એની ગંધ વર્ષો સુધી વિસરાય એવી નહોતી. ચારે બાજુ લીલા તોરણ સમાન હરીયાળી એના રૂપમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા, ક્યાંક ડોકિયું કરતું જનાવર પાણી પીવાની ચેસ્ટા સાથે એ હરિયાળીમાં લપાઈને બેઠું હોય ને અચાનક સાવજ ગરજે કે એ વીજળીવેગે ભાગી જાય, આવું નજરાણું દિવસમાં ક્યાંકને ક્યાંક જોવા મળી જ જાય, ઉપરથી વાંદરાઓની વનરાજી હૂપાહૂપ કરીને શોર
"ચાલ શ્યામા! જલદી ભાગ!"- માયાએ શ્યામાને ખેંચાતા કહ્યું. " હા આવી..તારે જ ઉતાવળ હોય દરેક વાતે! લાવવામાં પણ તે દોડાવી મને ને હવે જવામાં પણ દોડાવે છે!"- શ્યામા એની પહેરેલી ઝાંઝરના ઝણકાર સાથે એના સ્વરનો નાદ ગુંજવી રહી હતી. ...Read Moreતે ઘરમાં કોઈને કંઈ કહ્યું નથી એટલે હવે મને ટેન્શન થાય છે! બાપુજી બોલશે તો?"- માયાની ચિંતા વધી. "હાલ્ય ને ઈ તો પડ્યાં એવા દેવાશે!"- શ્યામા શાંતિથી બોલતાં હસી. "સાલું તને તો કોઈ ફિકર જ નથી." "ફિકર ના હોત તો નદીને ઘાટે કરુણા માટે ના દોડી હોત!"- શ્યામાએ એની અણિયારી આંખોના તીર સાથે માયા સામે જોયું. "હા પણ મહેમાન આવશે
યુવાન શ્યામાને જોઈને સુધબુધ ખોઈ બેઠો, એના યૌવનનું તેજ એના પર એવું છવાઈ ગયું કે એને અફસોસ થવા લાગ્યો કે ક્યાં લેપટોપમાં માથું નાખીને બેઠો હતો ક્યારનો? એને એ અજાણ છોકરી વિશે જાણવાની ખેવાના થઈ એ આગળ બેઠેલા મગજમારી ...Read Moreનયનને પૂછવા માંડ્યો," નયન, શું વાત હતી? કેમ આમ અજાણી છોકરીઓ જોડે મેથી મારતો હતો?" " હા સાહેબ, તો તારે વચ્ચે પડાય ને? એ ગમાર કેટલું બોલી ગઈ મને ને તને તારા વહાલાં લેપટોપમાં જ રહેવું હતું ને!"- નયને એને જરાક ઠપકો આપતાં કહ્યું. "અરે દોસ્ત, એવું નથી પણ ક્લાયન્ટને અરજન્ટ પીપીટી મોકલવાની હતી એટલે બાકી તારો દોસ્ત તારી ફેવરમાં
"ઓય શ્યામા દીદી! ઊભા રહો..." જીપમાં બેઠેલા પ્રયાગે શ્યામાને બૂમ પાડી. પ્રાયાગનો અવાજ સાંભળતાં જ શ્યામાના કાન સરવા થઈ ગયા, એને ઘરની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો, એ જે હાલતમાં ઘરમાં કોઈને કહ્યા વગર જ આવી રીતે નદીના ઘાટે કોઈને ...Read Moreદોડી આવી અને તેનાથી ઘરમાં શી પરિસ્થિતિ સર્જાઈ હશે એનો અણસાર એને મનોમન થકી અંતરમનમાં એક ઝાટકે આવી ગયો. શ્યામાના છમછમ કરતાં પગને અચાનક બ્રેક વાગી, એની જોડે એની સખી પણ ઉભી રહી ગઈ, નદીની ભેખડ કોતરીને આવી રહેલી જીપ અને એની પાછળ ઉડતી ધૂળની ડમરી જાણે એને પકડવા માટે હરીફાઈમાં ઉતરી હોય એમ લાગી રહ્યું હતું, પ્રયાગના માત્ર અવાજથી
જીપ ઘર આગળ આવીને થંભી, એના અવાજની સાથે જ ઘરના બધા બહાર એવી ગયા, એમનાં મનમાં રહેલી ચિંતા જે ઘર કરીને બેઠી હતી એ શ્યામાને જોવા માટેની હતી, આમ કઈ પણ કહ્યા વગર ઘરેથી જુવાનજોધ દીકરી એના માંગાના દિવસે ...Read Moreથઈ જાય તો ચિંતા થાય એ સહજ છે. ભાઈઓ ભેગી એને જોતાં જ બધાંને ટાઢક વળી, સૌના મોઢાં પર જાણે વરસાદ આવ્યો હોય એવી ખુશાલી છવાઈ ગઈ ને જોડે થોડો ગુસ્સો પણ! થોડો નહિ પરંતુ ઘણો બધો... દાદાનો ગુસ્સો તો અત્યારે સાતમે આસમાને હતો એવું જણાઈ રહ્યું હતું, કોઈ દિવસ શ્યામાને એક પણ શબ્દ વઢે નહિ એવા દાદા આજે ગરમ
દાદાના સવાલ સાથે માયાના મનમાં આવેલો સવાલ બધા સમક્ષ ઉભરી આવ્યો, બધાને ખબર પડી કે તેઓ ગામમાં આવી ગયા છે છતાંય હજી ઘરે નથી આવ્યા તો બધાનાં મનમાં વિચારોના વમળ અને જોડે જોડે વિચાર વિમર્શ થવા માંડ્યા અહી નયને ...Read Moreલેફટ અને રાઇટનો લોચો એમને ગોથે ચડાવી ગયો. ચોરે બેસેલા બાપુએ એમને રસ્તો ચીંધ્યો હતો કે ડાબી બાજુથી પાંચમું મકાન પરંતુ ભાઈ નયને આંખનું કાજલ ગાલે ઘસ્યું. એણે જમણી બાજુ વળવા ડ્રાઈવરનો કહ્યું ને ડ્રાઈવરે એના કહ્યા મુજબ જમણી બાજુ ગાડીનું ગવન્ડર ફેરવી લીધું, ને ત્યાંથી કોઈ મકાન તો શું કોઈ ઝૂંપડીએ ના મળી, બધી સરકારી કચેરી, ડેરી અને સવારમાં
એક બાજુ મહેમાનની રાહ જોતો આખો પરિવાર ચિંતાતુર બની ગયો હતો ને અહી નયનનાં કરનામાએ ગાડી લઈને શ્રેણિક ગોથે ચડી ગયો હતો એ તો સારું થયું કે પેલો સાયકલ સવાર તરુણ એમની વહારે આવ્યો, અહીંના ગામડામાં જોવા મળતી એકદમ ...Read Moreમદદ કરવાની ભાવના વિશે શ્રેણીકે એના દાદા જોડે ઘણી વાર સાંભળી હતી પરંતુ આજે એણે એ અજાણ તરુણની આંખોમાં સાક્ષાત જોઈ લીધી. તરુણ એની મસ્તીમાં સાયકલ ચલાવે જતો હતો, એની પાછળ મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડી નીચું મોઢું કરીને જઈ રહી હતી, તરુણની ઊંચી ઉઠેલી ડોક સામે મોંઘીદાટ ગાડીમાં બેઠેલા યુવાનો વામળા લાગી રહ્યા હતા. એ અજાણ્યા તરુણના ઠંડા પવનમાં લહેરાતાં વાળ
મહેશભાઈએ ગૌરીભાભીને નાસ્તાનું કહ્યું, એ વખતે નયનનું ધ્યાન ભલે ગાંઠિયામાં હોય પરંતુ શ્રેણીકનું ધ્યાન તો વાત વાતમાં છોકરીને જોવા માટે આતુર હતુ, જે હેતુથી એ આવ્યો હોઇ એ માટે આતુરતા હોવી માનવ સહજ છે, એની આંખો ઘરની અંદર નજર ...Read Moreરહી હતી કે કોણ છે શ્યામા? એનું મન એ પણ ધારતું હતું કે કાશ એ છોકરી સામે મળેલ પેલી સુંદરી જ હોય જેણે એને ઘાયલ કરી દીધો હતો. એને મનોમન નક્કી જ કરી લીધું હતું કે એને તો એ અણિયાળી આંખોમાં જ ગમે છે અને એની જોડે જ એકરાર કરવો છે! પરંતુ અહી શ્યામાને જોવા માટે આવેલો માટે એને જોવી
દાદાની સામે બેઠેલો શ્રેણિક એક પછી એક બધાને અભિવાદન કરતો ગયો, આવા મોટા કુટુંબનો પરિચય મેળવતા તો જાણે એને સાંજ પડી જવાની હોય એમ લાગ્યું, એના મનમાં અધિરાઈનો હવે અંત આવતો જણાયો! " જો દીકરા મારા ચાર પુત્રો અને ...Read Moreસંતાનો, હંધાય મળીને ચાલીસ જેવા થઈએ, મને ખબર છે હું હમણાં બધાને ઓળખાવવા જઈશ તો તુંય હેબતાઈ જઈશ!"- દાદા જાણે શ્રેણીકના મનને ભણી ગયા હોય એમ બોલ્યાં. " ના એવું કંઈ નહિ..." - કહેતાં શ્રેણિક જરા હસ્યો પણ મનમાં તો એમ જ હતું કે ક્યારે આ સિલસિલો પતે. "પ્રયાગ દીકરા, જા તો સરલાવહુને બોલાવી આવો તો એ શ્રેણીકના દૂરના માસી
શ્રેણિક એકીટશે શ્યામાના ચહેરાને જોઈ જ રહ્યો, સવારે જોયેલી એ જ બેનમુન યુવતી એની સમક્ષ રજુ થઇ એ જોઈને એ ખુશ થઈ ગયો, એના હાથમાં રહેલો ગાંઠિયાનો ટુકડો છટકી ગયો, એને ભાન થયું કે એની આજુબાજુ બધા બેઠાં છે ...Read Moreઆ એક સામાજિક પ્રસંગ છે, એની આંખો માત્ર શ્યામાને જોઈને પૂછી રહી કે 'તું અહી?' શ્યામા પણ એની નજર જુકાવીને સામે સોફા પર બેઠી, એણે ચોર નજરથી શ્રેણીકને જોયો અને તસલ્લી કરી કે આ તો એ ગાડીમાં સવાર હતો એ યુવક જ છે, એ એની પર્સનાલિટીથી જાણે મોહાઈ ગઈ પરંતું આવો નવયુવાન એના જેવી ગામડાની ગોરીને કઈ રીતે પસંદ કરશે
શ્રેણિક અને શ્યામાએ એકબીજાને જોયા, જોતાવેંત જાણે એમણે મનમાં એમ થઇ ગયું કે જાણે એકબીજાને વર્ષોથી એકબીજાનો ઇન્તજાર હતો, આંખોથી તો મિલન થઈ ગયું પરંતુ વાણીથી મિલન બાકી હતું, બન્ને એકબીજા જોડે વાત કરવા આતુર હતા, પરંતુ તેઓને વાત ...Read Moreમાટેની સીડી કોણ મને? ઘરમાં વડીલને કહીએ ને તેઓ ના પાડી દેશે એ ડર હતો, આ બાજુ નયનને કહે પરંતુ એને તો હવે ખાવામાં અને માયા જોડે ઝગડવામાં જ રસ લાગી રહ્યો હતો, તો હવે એક નજર ઉડીને સરલાકાકી સામે પડી, દૂરના આ માસી ક્યારે કામે આવશે? શ્રેણીકે એમની સામે જોયું, જાણે એની આંખો કાકીને શ્યામા જોડે વાત કરાવવા માટે
કાકાને મંડળી તરફ જતાની સાથે ભાર્ગવ અને મયુર દોડતાંની સાથે પ્રયાગ અને શ્રેણિક જોડે આવી ગયા, " હાશ! કાકા વયા ગયા!"- મયુરે હાશકારો લેતાં કહ્યું. બધા એ આ વાક્યની સાથે જ પાછળ જોયું ને મહેશકાકા નહોતા, " ઇ શીદ ...Read Moreપ્રયાગ બોલ્યો. " મંડળી જવું કહીને જતાં રહ્યા, કે શ્યામા અને કુમારને વાત કરવી હોય તો.." ભાર્ગવે આંખ મારતાં કહ્યું. " હા તો એવું નથી લાગતું કે આપણે પણ આઘા જતાં રહેવુ જોઈએ!"- પ્રયાગ શ્રેણિક સામે જોતાં બોલ્યો. " ડોન્ટ વરી...આઇ વિલ મેનેજ!"- શ્રેણિક બોલ્યો. " શું મેનેજ? છોકરી જોવા આવ્યો ને એમ જ જતું રહેવાનું? ભેગમાં શું પૂછીશ?"- નયને
નયન બધા ભેગો વાડી સુધી પહોંચ્યો, ત્યાં એને પહેલા તો મયુરે ઢાળીએથી પાણી લઈ આવ્યો, ત્યાં રાખેલો માટીની કુલડી અને વહેતું પાણી એણે એના ચોખ્ખા રૂમાલથી ગાળીને આપ્યું, પહેલાં જોતાં તો નયનને સુગ લાગી પરંતુ એક ઘૂંટ પીતાની સાથે ...Read Moreમાની ગયો કે આ તો અમૃત કરતાંય કદાચ મીઠું છે, સ્વદેશી સ્વાદની આ એક સૌથી નિરાળો અનુભવ એણે માણ્યો. પાણી પીધું અને હાશકારો લીધો ને ભાઈ ફરી મૂડમાં આવી ગયા, હવે માયાને એની જાળમાં ફસાવીને એનો વારો લેવા એ આતુર થઈ ગયો, એ એને ઘુરવા લાગ્યો. માયા શ્યામા જોડે હતી માટે એ કશું કહી નહોતો શકતો પરંતુ હવે એનો નિશાનો
એકાંત હતો, શ્રેણિક અને શ્યામાની વાતો ચાલતી હતી, એક બાજુ કોયલનો મીઠો સ્વાદ એમાં સુર પૂરી રહ્યો હતો ને મીઠો પવન શ્યામાની લટોને સ્પર્શીને રમી રહ્યો હતો, શ્યામાની આગળ ભણવાની વાતથી શ્રેણિક પ્રેરાયો પરંતુ ઘરના વડીલો વિરોધી થશે એ ...Read Moreતે પચાવી શક્યો નહિ, તેને શ્યામા પ્રત્યે સહાનુભૂતિ થઈ, શ્યામાની મરજી વિરુદ્ધ લગ્ન કઈ રીતે સંભવી શકે એ વાત એના મનમાં ઘૂમરાવા માંડી. " તો પછી આ લગ્નની વાત?"- શ્રેણીકે શ્યામાને સવાલ પૂછ્યો. " જો એમાં એમ છે કે બધા ભાઈ બહેનોમાં હું મોટી, અને ઉંમર થઈ ગઈ ત્રેવીસ એટલે વડીલોને મન એમ કે એક સારા ઘરમાં મારા લગ્ન થાય
શ્યામા એ શ્રેણિક જોડે બે દિવસનો વિચારવા માટે સમય માંગ્યો, પરંતુ એના મનમાં પણ શ્રેણિક એના વિશે શું વિચારે છે એ જાણવાની ઈચ્છા થઈ, એણે શ્રેણિકને સીધું પૂછી લીધું, " ઇફ યુ ડોન્ટ માઈન્ડ...હું તમારો મત જાણી શકું?" "જી... ...Read Moreતો માત્ર તમારું ગામ જ જોવાનું બાકી હતું, બાકી ન્યુઝીલેન્ડની નીકળ્યો ત્યારે દહી સાકાર સાથે મનમાં ગોળધાણા કરી લીધા હતાં!"- શ્રેણિકે એના અંદાજમાં જવાબ આપ્યો. "લે...જોયા વગર કઈ રીતે નક્કી કરી લેવાય?"- શ્યામાએ સવાલનો છૂટોદોર નાખ્યો. "મેં તમારા વખાણ જ એટલા સાંભળેલા તો...." શ્રેણિકે જવાબ આપ્યો, ને શ્યામા શરમાઈ ગઈ. "પણ મારો વાન શ્યામ છે તો તમને ચાલશે?"- શ્યામાએ બેઢડક
છાનીછૂપી મુલાકાતનો અંત આવ્યો, બધાય ભેગા થઈને પાછા ઘર તરફ વળ્યા, વાડી તો માત્ર બહાનું હતું, નયનરમ્ય દૃશ્ય તો એકબીજાને જોવાનું હતું, લગ્ન કરવા કે નહિ એ વાતને વધારવાનું હતું, મહેશકાકાની સમજદારી શ્યામા અને શ્રેણિક વાત કરી શક્યા, બાકી ...Read Moreમોર જોવાનું તો માત્ર બહાનું જ હતું, નયને મોર જોયો કે ના જોયો પરંતુ શ્યામા એને શ્રેણિકએ એકબીજાના મનના ટહુકા સાંભળી લીધા. તેઓના વિચારોના આદાનપ્રદાન બાદ તેઓએ વિચાર્યું તો ખરું કે તેઓની સમજ એકબીજા માટે યોગ્ય છે, પરંતુ શ્યામાના સપના એની આડે ના આવી જાય એની બીક શ્રેણિકને ક્યાંક મનમાં કોરી ખાતી હતી, તેને શ્યામા પસંદ તો આવી ગઈ હતી,
રસોડામાં રંધાઈ રહેલી વાનગીઓની સોડમ છેક માઢમાં પ્રવેશતાની સાથે જોડે થતો હતો, આજે શ્યામાનું માંગુ લઈને મહેમાન આવ્યા હતા તો એમની નવાજીમાં કોઈ કસર ન રહે એ માટે પકવાનો રંધાઈ રહ્યા હતા, તેઓ માટે તળાઈ રહેલા મેથીના ભજીયા અને ...Read Moreસુગંધ પોતાની તીવ્રતા સર્જી રહી હતી, શીરો અને દૂધપાક એમની સોડમથી મઘમઘી રહ્યા હતા, ને બાસમતી ભાતની ભાત અને તમાલપત્રથી વધારેલ દાળની સોડમ જાણે આખાય માઢમાં અલૌકિક આનંદ પ્રસરાવી રહ્યા હતા, ને ઘમ્મર વલોણાંની છાશ એની તાજગી રેલાવી રહી હતી, આજે એ બધાં સ્વાદની સામે કદાચ ડોમિનોઝના પિત્ઝા અને મેક્-ડીની ફ્રેન્ચફ્રાઈઝ હારી જવાની હતી! આ બધામાં બનાવનાર અન્નપૂર્ણા સ્વરૂપ ગૃહિણીઓના
હંધાય પુરૂષો પંગતમાં ગોઠવણા, પાટલી અને આસન જાણે વિદેશીઓને નવાઇ લાગે, પરંતુ જે ભાવથી એમની આગતાસ્વાગતા થતી હતી એ કોઈને તેઓ ખુશ લાગી રહ્યા હતા, ભાવતા ભોજન સાથે તેઓએ જમવાનું ચાલુ કર્યું, ઘેબર, મોહનથાળ, દૂધપાક પુરી ને જોડે જોડે ...Read Moreસંભારા અને શાક એમની નજાકત દેખાડતા હતાં, આ બધું જોઇને તો નયન ખૂબ જ ખુશ થઈ ગયો, અત્યાર સુધી તો માત્ર સુગંધથી મન ભર્યું હવે પેટ પણ ભરાશે એમ વિચારતો એ તો તૂટી પડ્યો. માયા અને માહી,રમિલકાકી અને મહેશ્વરીકાકી એ ચાર જણે ફટાફટ સૌને પીરસવા માંડ્યું, ગૌરીબેન એમને જોઈતી બધી વસ્તુ રસોડેથી લાવીને આપતાં, કોના ભાણામાં શું ખૂટે છે એની
"સરલાવહુ...આરામ થઈ ગયો?"- સામેથી આવતી સરલાકાકી અને શ્યામાને જોઈને દાદાએ પૂછ્યું. "જી દાદાજી, સારું છે એટલે આવી!" સરલાએ એના રણકાદાર અવાજ સાથે કહ્યું. "ભલે,જોઈ લેજો તમારા ભાણિયાને બધા બરાબર જમાડે તો છે ને?"- દાદાએ સરલાને શ્રેણિક સાથેનું સગપણ કહેતાં ...Read More"હા...તમે હોવ તો મારે ક્યાં જોવાનું આવે? તમારી મહેમાનનવાજી અવ્વલ જ હોય!"- સરલાએ પાણી ચડાવતા કહ્યું. "મહેમાન તો આપણો દેવ કે'વાય!"- દાદાએ એમની મૂછોને તાવ દેતાં કહ્યું. "હા તો મહેમાનને તકલીફ નો પડે એનું ધ્યાન પણ રાખવું પડે ને!" સરલાએ શ્રેણિક સામે જોતા કહ્યું. "એમાં શેની તકલીફ? આપણે ક્યાં એમની જોડે ભારા ઉપડવ્યા સે? હાસુ કીધું ને નયન?"- દાદાએ અમસ્તા
અમરાપરની સફરથી આવેલા શ્રેણિક અને નયન બન્ને થાકેલા હતા, બે રાતના ઉજાગરા જેવું જ હોઈ આજે બંનેની આંખો જાણે ખુલવાનું નામ જ નહોતી, એમાંય શ્રેણિકને તો ખયાલોમાં પણ શ્યામા હતી, જે બંધ પોપચા ખુલવા જ નહોતી દેતી ને બીજી ...Read Moreનયનને ખાવાના સપના! જાણે તેઓને અમરાપરમાં જ રોકી રાખ્યા હતા, પરંતુ સવારે ઓફિસનું કામ અને અમરાપરની મુલાકાતનો અહેવાલ લેવા ન્યુઝીલેન્ડથી ફોન આવ્યા ભેગો જ હતો, ભલે આ બન્નેની નિંદર ના ખૂલે પણ ત્યાં બેઠેલા દાદા અને મમ્મીપપ્પાને અહેવાલ જાણ્યા વગર ઊંઘ આવે એમ નહિ હોય! એમાંય બળવંતદાદા અને ભાનુબાને તો એમનાં અમરાપરની ખબર પૂછવાની તાલાવેલી લાગી હશે, જૂનો વડલો અડીખમ
વિડિયોકોલ પર ચાલી રહેલી વાતોમાં સૌએ અમરાપરની ખૂબ વાતો વાગોડી, સૂચિતાએ તો કદી ઇન્ડિયા જોયું નહોતું છતાંય એને મજા આવી રહી હતી, શ્રેણીક અને નયનને ઇન્ડિયાનો પહેલી વારનો પ્રવાસ ગમી ગયો હતો, અમદાવાદમાં તો લાઇફસ્ટાઇલમાં બહુ વાંધો નહોતો પરંતુ ...Read Moreવાત તેઓના મનમાં ઘર કરી ગઈ અને શ્રેણિકના મનમાં શ્યામા! બધા વાતોમાં શ્યામા વિશે પૂછવાનું જાણી જોઈને ટાળી રહ્યા હતા કે શ્રેણિક પહેલ કરે છે કે નહિ? એક તો એનો શરમાળ સ્વભાવ અને ઉપરથી છોકરીની વાત એટલે સૌ મજા લઈ રહ્યા હતા, દાદા અને દાદીની સામે બોલવાની એની મર્યાદાથી તે કટિબદ્ધ હતો, છતાંય એ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે
મહેમાનોની સારી રીતે મહેમાનગતિ થઈ, હવે બધું ઠામઠેકાણે કરવા ઘરની વહુઓ લાગી ગઈ હતી, અમરાપરની બપોર સુધીની ધમાલ બાદ સાંજે બધું સરખું કરતી સ્ત્રીઓમાં થોડો થાક વર્તાયો હતો છતાંય જોશ અકબંધ હતો, આવેલા મહેમાનને વાગોળતા તેઓ વાતોના વડા કરી ...Read Moreહતા, "આજે તો મજા પડી ગઈ હો!"- મહેશ્વરી બોલી. "મજા તો પડે જ ને...છેક વિદેશથી મહેમાન આવ્યા તે તી!"- રમીલા બોલી ઉઠી. "હું સુ કઉ સુ...આ શ્રેણિકકુમાર સારા લાગે છે નઈ?"- મહેશ્વરીએ ધીમા આવજે રમિલાને કહ્યું. "ઇ તો હારા જ હોય ને! વિદેશથી આવ્યા તે..."- રમિલા એ મોટેથી કહ્યું ને એ તો જાણે વિદેશથી જ મોહી પડી, બાજુમાં બેઠેલી બીજી
મહેમાન ગયા અને બીજીબાજુ શ્યામા ફટાફટ કપડાં બદલીને પોતાના વચન તરફ દોડી ગઈ, સવારે ઉતાવળમાં કરુણા સાથે થયેલો જે બનાવ બન્યો હતો એ એના મગજમાંથી ગયો નહોતો, એને યાદ હતું કે મહેમાન ગયા બાદ એના ઘરે જઈને બધું થાળે ...Read Moreવચન એને કરુણાને આપેલું હતું, એને આ બધી વાત દાદાને કહી અને કરુણાના ઘરે જવાની પરવાનગી માગતા, "તો દાદા મારે શું કરવું જોઈએ?" "દીકરા, તું તો મારી ચારણ કન્યા સો! તારા પર મને પાક્કો વિશ્વાસ સે! જા તું તારે, કરુણા વહુની વહારે, અને જરૂર પડે તો તારા મહેશકાકાને લેતી જાજે!"- દાદાએ શ્યામાને આશિષ આપ્યા કહ્યું. "દાદા, એ તો હું એકલી
"કરુણાભાભી ક્યાં?"- શ્યામાએ ધડામ દઈને સવાલ પૂછ્યો. "ઇ.... ઇ તો ઘરે નથી."- ભીખીબેને થોથવાતી જીભે જવાબ આપ્યો. "કેમ?"- શ્યામાએ જરાક ઊંચા અવાજે પૂછ્યું. "મને નથી ખબર ક્યાં ગઈ છે." કરુણાની સાસુએ ઘબરતા કહ્યું. "સાચે?"- પડખંડી સવાલે ભીખીબેનને જાણે હલાવી ...Read More"માયા, જરાક જો તો ઘરમાં...કરુણા એટલામાં જ ક્યાંક હશે, એનામાં એટલી હિંમત ક્યાં કે તમને મૂકીને હાલી નીકળે?"- શ્યામાએ તીક્ષણ આંખે ભીખીબેન તરફ જોતા કહ્યું, માયા એની જોડે વર્ષાને લઈને ઘરના ઊંડે ગઈ. "બેનું, કાં આમ મારી પર તવાઈ કરો સો?"- ભીખીબેન બોલ્યાં. "હજી તો ક્યાં તવાઈ કરી જ છે? વારો તો હવે નીકળશે તમારો!" - બીજલ તો જાણે બિજલી
કરુણા બધાને જોઇને હેબતાઈ ગઈ હોય એમ લાગી રહ્યું હતું, જ્યારે શ્યામાએ એને બધાની સામે એની મુશ્કેલી કહેવા કહ્યું ત્યારે એનામાં હિંમત આવી, એ ઘણા સમયથી એની સાસુનો ત્રાસ સહન કરતી હતી એ આજે સૌની સામે કહેવા માટે શ્યામાએ ...Read Moreકહી દેવા માટે એને પ્રેરિત કરી, પરંતુ એ એવી બિવાઈ ગઈ હતી કે હજીય ઠર ઠર ધ્રૂજતી હતી,છેવટે એણે મુઠ્ઠી બંધ કરીને જીભ ખોલી. "મને માજી રોજ ચિપિયાના દામ દે સે..." કહેતાંની સાથે એને એના પાલવને ઊંચો કર્યો અને એનો હાથ બતાવ્યો, એ જોઈ સૌ હેરાન રહી ગયા, એક જ હાથમાં એટલા બધા નિશાન, કાળા ધબ્બા એને લાલ થઈ ગયેલી
કરુણાની કરુણા સમજનાર શ્યામાએ એને ન્યાય અપાવ્યો, ભીખીબેનની આંખ ઉઘડી અને એમનાં ઘરમાં કાયમી શાંતિ સ્થપાઈ એનાથી શ્યામનું મન પ્રફુલ્લિત થઇ ગયું, એના બે વચનો કોઈના માટે આશિષ બનીને ઊભા રહ્યા એ એના માટે સૌભાગ્ય હતું. એ બધી સમજાવટ ...Read Moreઘરે આવી, રસ્તામાં પછી માયાના ઘરે આંટો કરી આવી, શ્યામા ગામમાં બધાની લાડકવાયી એટલે એટલે એ કશે પણ જાય એટલે માન સાથે એનો આવકાર થતો, બાળપણની પગલીઓ અમરાપરની ધૂળમાં રગદોળીને મોટી થયેલી શ્યામાએ ઉંમરની સાથે સૌના મનમાં પણ પોતાનું સ્થાન મેળવી લીધું હતું, એનો હસમુખો અને આખાબોલો સ્વભાવ બધાને ગમી જતો, નાનકાઓ સાથે નાનું અને મોટેરા સાથે મોટું થઈને રહેવું
શ્યામાનું ઘરમાં આવી ત્યાં તો એની કાકીઓ એના માથે આવીને બેસી ગઈ, ગૌરીબેન પણ જોડે હતા, પોતાની દીકરીના મનમાં શું ભાવો છે એ જાણવા તેઓ પણ આતુર હતાં, સરલાકાકીએ એના દિલથી સૌથી નજીક હતા, જે વાત કહેવામાં એ ગૌરીબેન ...Read Moreખચકાતી એ વાત કહેવામાં શ્યામા સરલાકાકી જોડે કોઈ દિવસ પાછી નહોતી પડતી, સરલાકાકી જોડે એનું ટયુનિંગ એક કાકી ભત્રીજી કરતાં બે બહેનપણીઓ જેવું હતું, ઉંમરમાં ફરક ભલે હતો પરંતુ એમનાં વિચારો હંમેશ માટે એક સરખા હતા, સરલાનું ભણતર, એના શહેરી વિચારો એ બધું શ્યામાને એમની જોડે બાંધી રાખતું, એવું નહિ માત્ર, શ્યામા અમદાવાદ જઈને આટલું ભણી એના માટે પણ સરાલ્લકાકીનો
શ્યામા બધાને મળીને આખા દિવસની થાકીપાકી એના રૂમમાં ગઈ, આમ એનો એનો રૂમ કહી શકાય પરંતુ એના ભેગા સૌ રહે, ઘરના બધા બાળકોને પહેલાથી રહેવા માટે એક મોટો હોલ જેવો ઓરડો બનાવી આપવામાં આવ્યો હતો, બચપણથી અહી જ રહેવા ...Read Moreબધા માટે એ સૌથી પ્રિય હતો, અહી આવ્યા પછી એક માનસિક શાંતિ સ્થપાઈ જતી, શ્યામા પણ આ ઓરડા સાથે જ મોટી થઈ હતી, એની જોડે બધા ભાઈ બહેનો પણ મોટા થયા, પહેલેથી જોડે રહેવા ટેવાયેલા સૌને એકબીજા વગર અહી ફાવી ગયું હતું, ભલે આખો દિવસ ગમે ત્યાં હોય પરંતુ સાંજે ભણવાના સમયે જમીને આઠ વાગ્યા પછી સૌ અહી જ જોવા
જવાબની રાહમાં શ્યામા સવારની પહોરમાં વહેલી ઉઠી ગઈ, આખી રાતની કાચી ઊંઘ સ્પષ્ટ કરી દેતી હતી કે એને આખી રાત વિચારોમાં વિતાવી હતી, તો બીજી બાજુ શ્રેણિકની હાલત તો એનાથીય કફોડી હતી, ઘરેથી જવાબનું દબાણ નહોતું પરંતુ શ્યામા તરફથી ...Read Moreદિવસ બાદ શું જવાબ આવશે એની ફિકરમાં એની રાતની નિંદર તો જાણે અમરાપર પહોંચી ગઈ હતી, એના મનમાં બસ શ્યામાના જ વિચારો હતા, કે એના માટે એની જિંદગીમાં અનોખા પડાવમ એની ભૂમિકા શું બનીને રહેશે એના માટે એ થોડો વ્યાકુળ હતો, કોઈ દબાણ પૂર્વક શ્યામા જવાબ ના આપી બેસે એની ચિંતા એના મનને કોરી ખાતી હતી, શ્યામા એના જીવનમાં આવે
શ્રેણિકની આંખોનો ઊંઘ અમરાપર આવીને અટકી ગઈ હતી તો શ્યામાની ઊંઘ પણ જાણે શ્રેણિકના ખ્યાલોમાં ખોવાઈ ગઈ હતી, સવાર થતાંની સાથે દાદાને જવાબ આપવા માટે શ્યામા મનોમન તૈયારી કરી રહી હતી, જો દાદા એને જવાબ માટે મોકો જ નહિ ...Read Moreતો? એના સપનાંઓ ધૂળધાણી થઈ જશે તો? લગ્ન કરવા માટે એનો નિર્ણય લેવો તો પડશે જ પરંતુ એ નિર્ણય સાથે એ ખુશ થશે કે નહીં? સવારના પહોરમાં એ જલ્દી ઉઠી ગઈ અને મેડીએથી નીચે આવી, ઘરના બધા સૂતા હતા ખાલી ઘરની સ્ત્રીઓ ઊઠીને છાણ વસિદા કરતા હતા, ક્યાંક ઘમ્મર વલોણું ચાલતું હતું, તો ક્યાંક ગાયો દોહાતી ગમાણમાં ચહલપહલ હતી, એક
બધાને સવારમાં આવી રીતે તેની પાસે આવીને એની કાળજી કરતાં જોઈને શ્યામાની આંખમાં આંસુ વહેવા માંડ્યા, એ જોઈને ગૌરીબેન પણ ભાવુક થઈ ગયા, સરલાકાકી અને મહેશ્વરી પણ એમને જોઇને રડવા લાગ્યા, વિમલરાયના આંખના ખૂણા પણ જાણે ભીના લાગી રહ્યા, ...Read Moreદિલમાં સૌથી વહાલી દીકરી થોડા વખતમાં સાસરિયે ચાલી જશે એ વાતને લઈને ઉદાસીનતા છવાઈ ગઈ, દીકરી જાણે આજે જ વિદાય લઈને સાસરિયે ચાલી જવાની હોય એવું લાગવા માંડ્યું. શ્યામાની સંવેદના એ સૌની સંવેદના બનીને આંખોમાં ઉભરાઈ ગઈ, ભલે દાદા ગમે તેવા કડક સ્વભાવના હતા પરંતુ શ્યામા માટે એમનાં મનમાં હંમેશ માટે લાગણીઓ સૌથી હળવી હતી, તેઓ શ્યામાની દરેક જીદ આગળ
દાદાનો હુકમ અને શ્યામાની સમજૂતી એટલે રાધેકાકાનું ટેન્શન ખતમ! શ્યામા ચૂપચાપ દવા પી ગઈ, બાકી શ્યામાને એક ગોળી પીવડાવતા એમને આંખે પાણી આવી જાતે! રમીલા દાદા માટે બેસવા ખુરશી લઈને આવી, દાદા શ્યામાની બાજુમાં ખુરશી નાખીને બેઠાં, દાદા બેઠાં ...Read Moreશ્યામાના મનમાં ધકધક થવા લાગ્યું, આજે તો દાદા જવાબ લીધા વગર નહિ ઊભા થાય, આખી રાત ચાલેલું મનોમંથન બાદ હવે પરીક્ષા આપવા બેઠેલી શ્યામાના મનમાં જબરી ઉથલપાથલ હતી, એના જવાબની એના જીવનમાં બહુ ગહેરી અસર થવાની હતી. "તાવ કઈ રીતે આવી ગયો તને?"- દાદા બોલ્યાં. "કઈ નહિ દાદા એ તો કાલની દોડાદોડી એટલે રહે, પણ એ તો સારું થઈ જશે."-
શ્યામાને જવાબ આપવા માટે એક રસ્તો મળ્યો, દાદા જોડે સમય માંગી લીધો અને મુલાકાત માટે સૌએ સહભાગી થઈને દાદાને માનવી પણ લીધા. શ્યામા ખુશ થઈ ગઈ, કે એને એની વાત રાખવા માટે હજી એક મોકો મળી ગયો, શ્યામા હવે ...Read Moreમક્કમ બની, એને એના જીવનના લક્ષ્ય વધારે ધારદાર લાગવા માંડ્યા, એ ગમે તે રીતે શ્રેણિકને એની વાત રજૂ કરીને મનાવવા માંગતી હતી, એને શ્રેણિક ગમી તો ગયો હતો પરંતુ એના જીવનની રાહમાં એનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય, અગાઉ વાત થઈ હતી એ પ્રમાણે શ્રેણિકને એના આગળ ભણવા અને એના પગભર ઊભા રહેવા માટે કોઈ રોકટોક નહોતી,
સુરેન્દ્રનગર જિલ્લાથી આગળ આવતા અમદાવાદ તરફ પ્રયાણ થઈ રહ્યું, ગરમી એની માજા મૂકી રહી હતી, ફુલ્લી એસી કારમાં પણ ગરમીનો દબદબો જાણે વર્તાઈ રહ્યો હતો. રાણીપ જેવા ગીચ વિસ્તારમાં રહેતા મિત્રના ત્યાં જવાનું હતું, ટ્રાફિકની સમસ્યાને ચીરીને તેઓ પહોચ્યાં, ...Read Moreવચ્ચે શ્યામા એની કોલેજની મુલાકાતે જઈ આવી, ને બે ચાર બહેનપણીઓ સાથે મુલાકાત કરી આવી, દિવસ તો જાણે પળભરમાં પસાર થઈ ગયો હોય એમ લાગ્યું, પાંચ વાગ્યે તે કૉલેજથી આવી એને તૈયાર થવા બેઠી. એના સિલ્કી વાળ લહેરાતા હતા, ડાયમન્ડની નજીક ટોપ્સ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા, લાઈટ ગ્રીન રંગનો કુર્તો અને એની નીચે વ્હાઈટ રંગનો પેન્ટ એને
"આવો કાકા! આવો.... આ બાજુ પાર્ક કરી દઈએ ગાડી, અહી છાયડો છે." નયને મહેશકાકાને ગેટ પાસે જોતાં વેત કહ્યું. "ભલે...ભઈલા, એન્ટ્રી કરાવવાની હશે ને?"- મહેશભાઈએ ગાડીનો કાચ ખોલતાં કહ્યું. "જી, એ તો હું કરાવી દઉં છું તમે આવતાં રહો." ...Read Moreસન્માનભેર તેઓને આવકાર્યા. "ભલે, શ્યામા...આવી જાઓ તમે આ બાજુ, નયનભાઈ ગાડી પાર્ક કરાવી દે છે." શ્યામા અને સરલાકાકી ગાડીમાંથી ઉતર્યા, શ્યામાનો સફેદ દુપટ્ટો બહાર આવતાની સાથે પવનની લહેરખીમાં લહેરાવા માંડ્યો, એની જૂલ્ફો જાણે ગરમીમાં પવન ચાળીને એને શીતળતા આપવા માંડી, લાઈટગ્રીન કમીઝ અને એના પર ખૂબ સુંદર લાગી રહ્યું હતું. સરલાકાકી અને શ્યામા નયન આવે ત્યાં સુધી બાજુમાં પડેલા બાંકડે
કાકાએ સવાલ પૂછ્યો એની સાથે શ્રેણિક સફાળો થયો અને," જી...મને તો ગમ્યું! સારું છે.... અહીંની પબ્લિક માયાળુ છે!" "ગુજરાતી એ ગુજરાતી! ક્યાંય પણ જાઓ તેઓની છાપ ઉભરી આવે!" - સરલાકાકી બોલ્યાં, ગુજરાતી અને ગુજરાતની વાતોમાં બધા પરોવાઈ ગયા, શ્યામા ...Read Moreશ્રેણિક પણ એમાં ધીમે ધીમે જોડાયા, થોડી વાર ચા નાસ્તો થયો ત્યાં સુધી બધા જોડે બેઠાં, જે કામ માટે આવેલા એનો હવે સમય આવી ગયો હતો. "તો હવે? શ્રેણિક તમારે બહાર જવું છે?"- રીનાબેન બોલ્યાં. "મને તો બધે ફાવશે...."- શ્રેણિક બોલ્યો. "શ્યામા રિવરફ્રન્ટ તરફ આંટો મારી આવો, સારું રહેશે હમણાં આ સમયે!"- અનુભવભાઈએ શ્યામાને સજેશન આપ્યું. "આમ પણ શ્રેણિક કહેતો
"શું વિચાર્યું તમે?"- શ્રેણિક એકદમ શાંત મુદ્રામાં બેસીને શ્યામાને પૂછી રહ્યો. "શેનું?"- શ્યામાએ પ્રતિસાદ આપ્યો. "તમારે લગ્ન કરવા બાબતે? તમારે લગ્ન કરવા છે કે નહિ?"- શ્રેણિકે સીધો સવાલ પૂછી લીધો. "આઈ એમ નોટ રેડી ફોર ધિસ... બટ...." - શ્યામાએ ...Read Moreનાજુક નજર નીચી કરતાં કહ્યું. "બટ? વ્હોટ?"- શ્રેણિક જરા કચવાયો, એના મનમાં થયું કે એને ઈચ્છા નથી તો અહી અમદાવાદ સુધી કેમ આવી હશે? કોઈ તો કારણ હશે ને? એના મનની વાત જાણવા એ આતુર થયો. "હું મેરેજ કરવા તૈયાર તો છું પણ હમણાં નહિ, મારે મારી જાતે મારું નામ કમાવું છે, મારી ઓળખ ઊભી કરવી છે, મારા સપનાં પૂરાં
સાંજનો એ જ સમય હતો, એ જ માહોલ, રિવરફ્રન્ટના એ જ નજારા, કોલેજીયનો, જોગર્સ અને સહેલવા આવેલા બાળકો અને ક્યાંક છૂટાછવાયા કપલ! નદીના પટમાં વિસ્તરતા દરેક વ્યક્તિ પોતાના મનમાં કંઇક ના કંઈ વિચારો સાથે વિચરી રહ્યા હતા, કોઈના હાવભાવ ...Read Moreસમાઈ જતાં અને કોઈના બહાર ડોકાઈ જતા. એ જ ઘડીએ સ્કાય બ્લ્યુ રંગની આછી પ્રીન્ટની સાડીમાં એક યુવાન સ્ત્રી અને એની જોડે સૂટમાં સજ્જ એવો યુવાન જોડે આવી રહ્યા હતા, જોઈને કોઈ કપલ લાગી રહ્યું હતું પરંતુ એકબીજાથી દૂર દૂર ભરાઈ રહેલા પગલાં કઈક વિચિત્ર આભાસ કરાવી રહ્યા હતા, તેઓ બીજું કોઈ નહિ એ તો સાત વર્ષ પૂર્વે લગ્ન બંધનનાં
શ્યામા એના લહેરાતા પાલવ અને વાળ સાથે રિવરફ્રન્ટ પાસે શ્રેણિક જોડે આવીને ઊભી રહી,બન્ને વચ્ચે એક મૌનમાળા સ્થપાયેલી હતી, જે જગ્યાથી તેઓની જીવનની શરુઆત થઈ હતી એ જગ્યાનો આભાર રખે ભૂલી શકાય? પવનની લહેરખીઓ સાથે આવી રહેલા ઠંડા પાણીની ...Read Moreવાતાવરણને ઠંડી કરી રહી હતી, ઉપરથી વરસાદી વાદળોએ સૂર્યના બળબળતા તાપને પોતાના માથે લઈને એક પ્રાકૃતિક છત્રી બનાવી દીધી છે, કુદરત પણ જણાતી હતી કે હવે એટલા વર્ષે તેઓ અહી આવ્યા છે તો એમને ફરીથી એ દિવસો યાદ કરાવી દેવા પડશે! જ્યારે તેઓ આગાઉ મળેલા ત્યારે બળબળતી ગરમીનો સમય હતો પરંતુ આજે વાતાવરણે પલટો લીધો છે, એ વખતે વચનોબદ્ધ થવા
શ્યામા અને શ્રેણિક ફરી એકબીજાના પ્રેમમાં ભીંજાઈ ગયા, તેઓની સાત વર્ષની સફળતાનો સફરનો અહી પૂરો થયો અને એમનાં જીવનનો સાંસારિક ભાગ શરૂ થયો, ઘડિયા લગ્ન કરીને જતાં રહેલા બન્નેએ એમનાં સબંધને નામ તો આપી દીધું હતું પરંતુ વાસ્તવમાં એ ...Read Moreજીવવાની શરુઆત હવે થઈ. તેઓ લગ્નજીવનની ઘડીઓ હવે માણવા તૈયાર થયા હતા, ન્યુઝીલેન્ડની ભાગદોડ અને કરિયરની શરૂઆતમાં તેઓએ રાત દિવસ એક કરી નાખ્યાં હતા અને એના ચક્કરમાં તેઓએ માત્રને માત્ર એકબીજાના સારા મિત્રો બનીને રહ્યા હતા, તેઓએ કોઈ દિવસ એક દંપતિ બનીને જીવવાની ઘેલછા નહોતી રાખી, પરંતુ અહી આવ્યા બાદ તેઓને એમનાં મિલનનો અહેસાસ થયો શ્યામા માટે શ્રેણિકે એના પ્રેમનો
(સાત વર્ષ બાદ અમરાપર ગામે.....) ગામની સીમથી લઈને છેક ડેલી સુધી જાણે બધું બારીકાઈથી નીરખી રહેલી શ્યામા આજે જાણે અહી ભૂલી પડી હોય એમ લાગી રહી હતી, શ્રેણિક સાથે લગ્ન બાદ વિદાય પછી પહેલીવાર પિયર આવેલી શ્યામા પિયરની સીમના ...Read Moreજોઈને જ એટલી હરખાઈ ગઈ તો એના સ્વજનોને જોઈને તો ખુશી સાતમે આસમાને જઈ પહોંચશે! અહીંના દરેક સ્વજનો એને રૂબરૂમાં ઘણા વખતે મળવાના છે એ વાતની ખુશી એના સ્મિતમાં ઝળકી રહી હતી, શ્રેણિક સાથે સજોડે એ પહેલી વાર અહી આવવાની છે એ વાતની જાણ એણે પહેલા ઘરે કરી દીધી હતી માટે એના ભાઈઓ એને સામે લેવા પહોંચી ગયા હતા, ગામની
શ્યામા અને શ્રેણિક ગાડી લઈને ઢાળ વાળી શેરીથી પસાર થયા, શ્યામાને એનું બચપણ એની નજર સમક્ષ તરી આવ્યું, જે ધૂળમાં એને લખોટી રમી હતી એ એની નજરની સામે હતી, એની સહેલીઓ જેને લગ્ન પછી છોડીને એ જતી રહી હતી ...Read Moreઆ જગ્યાએ ફરી ભેગી કરીને યાદોને તાજા કરવાની એના મનમાં ગડમથલ ચાલવા માંડી, શ્રેણિક સાથે એ એના મનની વાત રજૂ કરતી ગઈ અને ગાડી ડેલી પાસે આવીને ઊભી રહી ગઈ.ઘર આગળ તો જાણે કોઈ વીઆઇપી આવ્યા હોય એમ માનવ મહેરામણ ઊમટી પડ્યો, બધાની નજર શ્યામા અને શ્રેણિક સામે ટકી રહી હતી, આટલા વર્ષે આવેલી શ્યામા ખુશ જણાઈ રહી હતી એ
વર્ષો બાદ બધાને એકસાથે જોઈને શ્યામા ખુશ થઈ ગઈ, શ્રેણિક શ્યામાને જોઈને ખુશ થઈ ગયો, શ્યામાના ચહેરાની આ રોનક એણે એની પહેલી મુલાકાતમાં જોઈ હતી, ન્યુઝીલેન્ડ જઈને શ્યામા ખુશ તો હતી પરંતુ એના કામની વ્યસ્તતામાં એ ક્યાંક તણાવમાં ડૂબી ...Read Moreહતી, એ શ્રેણિક જોડે વિકેન્ડમાં મળીને ફરવા પણ જતી, ઘરના સદસ્યો જોડે ભળી પણ જતી પરંતુ એક વહુ તરીકે એ મર્યાદિત હતી, એનું આમ નદીની માફક વહેવું ત્યાં રોકાઈ ગયું હતું, આજે આટલા દિવસો બાદ ફરી એ જાણે કુંવારી નદી બનીને ખળખળ વહેતી થઈ ગઈ. શ્યામાની ખુશીનો પાર ન રહ્યો, એ બધાને મળી, ઘણા વખતે આવ્યાની ખુશી એના સ્મિતમાં સ્પષ્ટ
શ્યામા દાદા જોડે ગઈ, સરલાકાકી શ્રેણિક જોડે વાતે વળગ્યા, ત્યાં તો મહેશ્વરીએ બૂમ પાડી, "એ હાલો..... મહેમાનને વાતું જ કરાવવાની છે કે કંઇક મહેમાનગતિ પણ કરાવવી સે?""આ માસી ભાણીયાની વાતો પતે એટલે પુગીએ..." મહેશભાઈએ સરલાને કટાક્ષમાં કહ્યું."અમારી વાતું તો ...Read Moreપતે...હાલ્યો...શ્રેણિક દિકરા...ચાલ હાથપગ ધોઈ લ્યો.... ગરમાગરમ નાસ્તો તૈયાર જ છે!""હા ચાલો જીજુ....આ બાજુ સે ગેંડી....!"- ભાર્ગવે શ્રેણિકને રસ્તો બતાવ્યો."આજે તો જામો પડી જાહે....ગરમાગરમ ભજીયા અને વરસાદી મોસમ!"- કહેતાં મયુર રસોડા બાજુ ગયો."તું ક્યાં વયો આવ્યે સે....જા દાદાને અને શ્યામાને તેડી લાવ!"- રમીલાબેન રસોડે ઊભા રહીને મયૂરને કહ્યું."હા ભલે...આવ્યો ફટાફટ....!" મયુર દાદાના ઓરડા પાસે ગયો."એ હાલો દાદા....શ્યામા જોડે નાસ્તો કરશો ને?"-
શ્યામા અને શ્રેણિકને અમરાપર આવ્યે બે દિવસ થઈ ગયા,બધાની મુલાકાત ચાલુ ને ચાલુ જ હતી, ગામમાંથી સગાવહાલા દીકરી જમાઈને મળવા આવ્યા જ જતાં હતા, એવામાં શ્રેણિકે શ્યામા જોડે ફરી લગ્ન કરવાની ઈચ્છા ક્યાંક કચડાઈ જતી લાગતી હતી, એણે શ્યામા ...Read Moreઆડકતરી રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જોડે કોઈને કોઈ આવી જ જતું હતું, આવવામાં એના દિલના અરમાનો અધૂરા રહી જતા હોય એમ લાગ્યું, પરંતુ શ્યામાએ એને વચન આપ્યું હતું માટે એને વિશ્વાસ હતો કે એ એની વાતને ટાળશે નહિ પણ શ્યામા પણ આ બધા જોડે એવી વ્યસ્ત થઈ ગઈ હતી કે શ્રેણિકને સમય આપવામાં નિષ્ફળ રહેતી હતી.પરંતુ આજે તો
સવારની એકાંતમાં શ્યામા જોડે વાત કરતા શ્રેણિક લગ્નની વાત છેડી, શ્યામાની મશ્કરી ભરેલી વાતથી શ્રેણિક મૂડમાં આવી ગયો અને લગ્નની વાતને યાદ કરાવી, શ્યામાએ આપેલું વચન સિદ્ધ કરવાની એને તાલાવેલી હતી."મને તો ખૂબ યાદ છે કે આપણા બીજી વારના ...Read Moreબાકી છે, પણ તું ભૂલી ગઈ લાગે છે!"- શ્રેણિકે શ્યામાને કહ્યું."જરાય નથી ભૂલી જનાબ...મને બધું યાદ છે!""તો પછી કેમ વાત નથી કરતી ઘરમાં?"- શ્રેણિકે શ્યામાને પૂછ્યું."તો તમે જ તો કીધું હતું કે હું હા પાડીશ પછી તમે જોઈ લેશો અને ઘરના ને મનાવી લેશો, તો હું તો તમારી રાહ જોઈને બેઠી છું."- શ્યામા હસી."અરે વાહ...એવું થોડી હોય? તારે સાથ તો
સવારના પ્હોરમાં બધા ફ્રેશમુડમાં ભેગા થયા, શ્યામા રસોડામાં હતી એ ત્યાંથી આવી એટલે શ્રેણિકની નજર એની તરફ અટકી ગઈ, એણે પહેરેલી મરૂન રંગની કુર્તી અને સફેદ દુપટ્ટો એટલો સરસ લાગી રહ્યો હતો કે શ્રેણિકનું મોઢું ખુલ્લું જ રહી ગયું, ...Read Moreબેઠ થતાં એટલે એણે અમાન્યા રાખીને પોતાની જાતને સંભાળી, છતાંય એની નજર તો બેશરમની માફક શ્યામા પર અટકી જ ગઈ, શ્યામા હતી એનાથી પણ રૂપાળી લાગી રહી હતી, એનો શ્યામવર્ણ એના ઘાટમાં એવો સમાઈ ગયો હતો કે તે એક મૂર્તિ જેવી નાજુક લાગી રહી એ થોડો સભાન થયો અને પ્રયાગ જોડે વાતે વળગ્યો ને શ્યામા પણ જોડે બેસી ગઈ, શ્યામાને
"ઘરમાં પ્રસંગ આવતો હોય તો કોને ના ગમે? આમ પણ એ બહાને ફરી યાદી તાજા થઈ જાસે..!"- કહીને સરલાકાકીએ વાતને સમર્થન આપ્યું."પણ દાદાને કોણ સમજાવશે?"- ગૌરીબેન બોલ્યાં."દાદાને અને માનવી લઈશ..."- મયુર અને ભાર્ગવ બોલ્યાં."ઇ માનસે નહિ તો?"- મહેશ્વરીએ દર ...Read Moreજેમ ડરતા ડરતા કહ્યું."બી પોઝીટીવ કાકી...બધું સારું જ થાય એમ વિચારવાનું, એમ વિચારો કે બધાયને શ્યામાના ફરી લગ્નનો લહાવો મળશે!"- કહીને મહર્ષી મહેશ્વરીને સમજાવી."ઈ વાતય હાચી સે હો ભાઈ તારી...પણ આ મુરતિયાઓને તો પુસો...!"- કહીને મહેશ્વરીએ શ્યામા અને શ્રેણિક તરફ ઈશારો કર્યો,ને બંનેને ભાવતું હતું ને વૈધે કીધુ એમ થયું."હા...મને કોઈ પ્રોબ્લેમ નથી...!"- કહીને શ્રેણિકે શ્યામા તરફ જોયું."શું કુમાર તમેય
શ્યામાને ખ્યાલ આવી ગયો હતો કે માયા એટલી હદે નયનને ચાહતી હતી કે એ એને પામવા માટે એણે ખૂબ મહેનત પણ કરી હતી, નયનની બધી વાતોનું ધ્યાન રાખતી હતી, એમનો ઝગડો ક્યારે એના મનમાં પ્રેમ બનીને ઉભરી આવ્યો એની ...Read Moreખબર ન પડી, નયન એમનાં ઝઘડાને સાવ હળવો લઈને જતો રહેતો પરંતુ માયા એ ઝગડામાં એની સાથેની યાદો ભેગી કરતી હતી, એને ખબર હતી કે નયન થોડા દિવસમાં ન્યુઝીલેન્ડ પાછો જતો રહેવાનો હતો છતાંય એ ગમે તે બહાને એના સંપર્કમાં રહેતી હતી, શ્યામા અને શ્રેણિકના લગ્નની ચોરી હોય કે શ્યમાની વિદાય એ કોઈના કોઈ બાબતે એની જોડે વાત કરીને એને
ઘરમાં ધમાલ મચી હતી, લગ્નના માત્ર ચાર દિવસ બાકી, મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા, શ્રેણિક અને શ્યામા અમદાવાદ ગયા હતા, સુતરીયા પરિવારને લેવા માટે, એરપોર્ટથી નીકળી ગયા હતા એટલે છ કલાકમાં અમરાપર બધાય આવી જશે!શ્યામાએ ઘરમાં બધાને મદદ કરવા ...Read Moreએને આજે આવવાનું કહ્યું હતું, માયા આજે સવારથી એના ઘરે જ હતી, ન્યુઝીલેન્ડથી ઘરના બધા અવવના હતા એની સાથે શ્રેણિકનો જીગરી નયન પણ ખાસ આવવાનો હતો, શ્રેણીક અને શ્યામાએ એ વાત બધાથી છાની રાખી હતી, જેથી માયાને સરપ્રાઇઝ મળી શકે, એમને માયાની નીરસ બનેલી જિંદગીમાં એક નવો સુર પૂરવાનો અવસર મળ્યો હતો, એ બન્નેને હવે પોતાના લગ્ન કરતાં માયા અને
શ્યામાએ નયન જોડે માયાની વાતો ચાલુ કરી, એણે એવી રીતે માયાની વાતો નયનને કહી કે નયનનો માયા પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો, એના મનમાં માયાની એક અલગ છાપ ઊભી થવા માંડી, એને સાવ સામાન્ય લાગી રહેલી માયા તરફ માન થયું, ...Read Moreજે રીતે અલગ અલગ એનજીઓ સાથે જોડાયેલી હતી અને સામાજિક પ્રવૃત્તિ અને લોકકલ્યાણ સાથે જોડાયેલી હતી એ બધી વાતોથી નયનને એના વ્યક્તિત્વ સાથે આકર્ષણ થઈ ગયું, એ હજી માયાને મળ્યો નહોતી છતાંય એને મળવાનું અને એનામાં થયેલા બદલાવને જોવાની એને ઈચ્છા થઈ ગઈ.આગાઉ મળેલી માયા અને હમણાંની માયા જાણે સાવ અલગ છે એમ એને લાગી રહ્યું હતું. વાત કરતા કરતાં
"તમે બહુ બદલાઈ ગયા છો હા....પહેલાં કરતાં!"- હળવા મૂડમાં જોઈને નયને માયાને કહ્યું. "કેમ? પહેલા કેવી હતી?"- માયાએ સામે સવાલ પૂછ્યો. "આપણે બહુ ઝગડતા હતા ને લાસ્ટ ટાઈમે?"- નયને એને જૂની યાદ તાજી કરાવી. "હા... એ તો સમય સાથે ...Read Moreબદલાઈ જાય!"- માયા થોડી ગંભીર થઈને બોલી. "એક વાત પૂછી શકું? જો તમને ખોટું ન લાગે તો!"- નયને એને જરાક શાંત અવાજથી પૂછ્યું. "બોલો ને! મને શું ખોટું લાગવાનું?"- માયાએ જાણે વાતને સ્વીકારી હોય એમ કહ્યું. "તમે હજી સુધી મેરેજ કેમ નથી કર્યા?"- નયને સીધો સવાલ પૂછી લીધો. "કોઈ ખાસ કારણ છે, જેથી હવે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો!"- માયાએ
માયા બધાથી નજર છુપાવીને અગાસી પર આવી ગઈ, સુકાતા કપડાંની ઓથે છુપાઈને ડુસકા લેવા માંડી, શ્યામા એની વહારે આવી અને એને એની પાછળથી ખભે હાથ મૂકીને એને પોતાની દિલની વાત કહેવા કહ્યું, માયાએ વાતને ટાળી દીધી અને કહેવા માંડી ...Read Moreએ લગ્ન કરીને પાછી જતી રહેશે એ વાતનું એને બહુ દુઃખ થાય છે, શ્યામા હસી પડી અને એને સાંત્વના આપી, પરંતુ એ ખૂબ સારી રીતે જાણતી હતી કે એના આંસુ નયનની વાતને લઈને જ છલકાયા હતા! શ્યામા એની વાતને માની ગઈ, પરંતુ આ વાતને ધ્યાનમાં રાખીને એને શ્રેણિક સાથે વાત કરી, બન્નેએ માયા અને નયનને સરખે પાટે લઈ આવવા માટે
શ્રેણિક અને નયનની વાતથી નયનની આંખ પહોળી થઈ ગઈ, શ્રેણિકનું એક વાક્ય જે નયનને તીરની માફક વીંધી ગયું એ વાક્ય હતું, 'નયન.... લિસન, માયા લવ્સ યુ!'"વ્હોટ?"- નયને એકીશ્વાસે સવાલ પૂછી લીધો."યાહ... ટ્રસ્ટ મી!"- શ્રેણિકે એની વાત પર વિશ્વાસ રાખવા ...Read Moreએણે મને કંઈ નથી કહ્યું હજી સુધી!"- નયને આશ્ચર્ય સાથે કહ્યું."એ કહેશે પણ નહિ!"- શ્રેણિકે એની સામે જોતા કહ્યું."મતલબ? યાર..તું મને ગોળ ગોળ ન ફેરવ...મને કઈ જ સમજ નથી પડતી."- નયન અકળાઈને બોલ્યો."શાંતિ રાખ...હું તને બધું જ કહું છું.""હા તો જલદી કહે ...!"- નયન આતુરતાપૂર્વક વાત સાંભળવા તૈયાર થઈ ગયો."માયા તને પ્રેમ કરે છે ..છેલ્લા સાત વર્ષથી..પણ એ તને કહી
"સંભાળ મારી વાત પહેલાં....."- શ્રેણિકે નયનને ખભે હાથ મૂકીને રોક્યો."ભાઈ પણ બહુ મોડું થઈ ગયું છે!"- નયન રડમસ અવાજે બોલી રહ્યો."હું પણ જાણું છું એ તો...પરંતુ ધીરજના ફળ મીઠા હોય."- શ્રેણિકે એને સાંત્વના આપી."તો બોલ હું શું કરું હવે?"- ...Read Moreતો જાણે સાવ પાછલી પાટલીએ બેસી ગયો."જો એક વાત સાંભળ, તને ખબર પડી ગઈ છે કે માયા તને પ્રેમ કરે છે પરંતુ માયાને ખબર નથી કે તને આ વાતની જાણ છે!""તો?""તો એને સરપ્રાઇઝ આપ...એની ખુશીમાં ચાર ચાંદ લગાવી દે!"- શ્રેણિકે હસતાં હસતા કહ્યું."યાર સીધું કહે ને...મને કશી સમજ નથી પડતી.""તને મારા પર વિશ્વાસ છે?""હા...મારા કરતાં પણ વધારે યાર...""તો બસ હું
કોઆ બાજુ તો શ્યામા માયા પર બધું ઢોળીને જતી રહી, માયાને બહુ જ ટેન્શન થવા માંડ્યું, શું કરવું ને શું ન કરવું એ અવઢવમાં એને કશું જ ન સૂઝ્યું.આ વાત કહી શકે એને એવું બોલી જ ના લાગ્યું, એને ...Read Moreનયન યાદ આવ્યો, એણે સીધી નયનને ફોન જોડ્યો."હેલ્લો..""યાહ...માયા...તૈયાર થઈ ગયા બધા?અમે હવે નીકળીએ જ છીએ...!"- કહીને નયને એમનાં પ્લાન મુજબ વાત કરવાનું ચાલુ કરી દીધું, સામે શ્યામા અને શ્રેણિક બેઠાં હતાં, બધાએ ભેગા થઈને માયાની મજા લેવાનું ચાલુ કરી દીધું હોય એમ લાગ્યું."લિસન.....આજુબાજુ કોઈ છે?"- માયાએ કોઈ સંભાળે નહિ એમ એને પૂછ્યું."હા..બોલને...કોઈ જ નથી...આઇ લવ યુ કહેવું છે મને?"- નયને
જાન ઘર આગળ આવી પહોંચી, જાનૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, ઘોડેસવાર થઈને આવેલ વરરાજા પોતાના સહેરમાંથી આ બધું જોઈ રહ્યા હતા અને પોતાની ઓળખ છતી ના થઈ જાય એ માટે અવારનવાર સહેરો સરખો કરી રહ્યા હતા, એકબાજુ ડીજે સાથે ગરબા ...Read Moreબીજીબાજુ ઘરની સ્ત્રીઓ ફટાણાં ગાવાના ચાલુ કરી દીધા, બંનેના અવાજ એકબીજા સાથે હરીફાઈમાં ઉતર્યા હોય એમ લાગી રહ્યું હતું, એનઆરઆઈ મહેમાનોને આ બધું એકસાથે જામ્યું નહિ પરંતુ તેઓએ જીવનમાં આવો લ્હાવો લેવાનો અવસર બખુભી સ્વીકારી લીધો, તેઓ પણ બધા જોડે સેટ થઈ ગયા હોય એમ ઝૂમવા માંડ્યા, ગામમાંથી ને ગામમાંથી જ જાન આવી રહી હતી એટલે ગામના લોકોએ પોતાને જાણે
"આજે કેમ વરવધૂએ પોતાના ચહેરા સંતળ્યા છે, આપણામાં તો આવો કોઈ રિવાજ નથી!"- વિધિ કરાવી રહેલા મહારાજે અનાયાસે સૌના મનમાં જે ચાલી રહ્યા હતા એ સવાલનો બન્નેને પૂછ્યો.માયાને થયું કે બધું સાચું કહી દે પરંતુ હવે એ બોલે તો ...Read Moreએની પર તુટી પડે અને આખા ગામની સામે પરિવારની ઇજ્જતનાં ધજાગરા થાય, એનું તો મૌન વ્રત હતું એટલે બધાએ એની પાસેથી કોઈ આશા રાખી નહિ કે એ જવાબ આપશે, પરંતુ બધાએ વરની સામે જોયુ, એ કઈ જવાબ આપે તે પહેલાં કરુણાએ જવાબ આપ્યો,"ઈ તો મારાજ એમ છે ને કે આજે આ બન્નેએ આપના પૂર્વજોના રિવાજથી લગ્ન કરવાનું નક્કી કરેલું, એટલે