પ્રેમ ક્ષિતિજ - ભાગ-૧૮

(15)
  • 2.8k
  • 3
  • 1.8k

શ્યામા એ શ્રેણિક જોડે બે દિવસનો વિચારવા માટે સમય માંગ્યો, પરંતુ એના મનમાં પણ શ્રેણિક એના વિશે શું વિચારે છે એ જાણવાની ઈચ્છા થઈ, એણે શ્રેણિકને સીધું પૂછી લીધું, " ઇફ યુ ડોન્ટ માઈન્ડ...હું તમારો મત જાણી શકું?" "જી... મારે તો માત્ર તમારું ગામ જ જોવાનું બાકી હતું, બાકી ન્યુઝીલેન્ડની નીકળ્યો ત્યારે દહી સાકાર સાથે મનમાં ગોળધાણા કરી લીધા હતાં!"- શ્રેણિકે એના અંદાજમાં જવાબ આપ્યો. "લે...જોયા વગર કઈ રીતે નક્કી કરી લેવાય?"- શ્યામાએ સવાલનો છૂટોદોર નાખ્યો. "મેં તમારા વખાણ જ એટલા સાંભળેલા તો...." શ્રેણિકે જવાબ આપ્યો, ને શ્યામા શરમાઈ ગઈ. "પણ મારો વાન શ્યામ છે તો તમને ચાલશે?"- શ્યામાએ બેઢડક