પદમાર્જુન - ( ભાગ - ૨૪ )

  • 2.3k
  • 980

“પદ્મિની, તારું પ્રિય ભોજનનો દુનો મારાં હાથમાં આપ.”અર્જુને પોતાનો હાથ લંબાવીને કહ્યું.પદ્મિનીએ દાળભાત ભરેલ દુનો અર્જુનનાં હાથમાં આપ્યો.અર્જુને તેમાંથી એક કોળિયો તૈયાર કર્યો અને પદ્મિની તરફ લંબાવ્યો.પદ્મિની અર્જુન સામે જોઇ રહી.“પદ્મિની, મારી આંખો પર પટ્ટી છે એટલે હું જોઇ નહીં શકું કે તારું મુખ ક્યાં છે?”પદ્મિનીએ પોતાનાં ચહેરા પરથી નકાબ હટાવ્યું અને ભાતનો કોળિયો ખાધો.“પદ્મિની, હું નથી જાણતો કે એવું તે કયું કારણ છે જેનાં લીધે તું તારાં ચહેરા પર હંમેશા નકાબ રાખે છે, શા માટે તારાં ભૂતકાળ વિશે કોઈને પણ જણાવતી નથી?અને તારી મરજી સિવાય એ કંઇ હું તને પૂંછવા પણ નથી માંગતો. હું તો બસ મારાથી જેટલાં થાય