ડૉ. સ્ટ્રેન્જ

  • 2.4k
  • 708

ડૉ. સ્ટ્રેન્જ-રાકેશ ઠક્કરહોલિવૂડની ફિલ્મ 'ડૉ. સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ મેડનેસ' તેના નામ પ્રમાણે જ છે. જે દર્શકો માર્વલની ફિલ્મોના પાત્રોથી પરિચિત નથી એમને વાર્તા સમજવામાં થોડી મુશ્કેલી આવે છે. જોકે, હવે માર્વલની ફિલ્મોથી કોઇ અજાણ્યું નથી. જે એમની દુનિયાથી પરિચિત નથી એ વળી નવો જ અનુભવ મેળવે છે. હોલિવૂડના જુદા જુદા સુપરહીરો પોતાની જાદૂઇ શક્તિથી પૂરેપુરું મનોરંજન કરે છે. 'ડૉ. સ્ટ્રેન્જ' નું પાત્ર તેની દરેક ખૂબીઓ સાથે હાજર છે. 'ધ એવિલ ડેડ' અને 'સ્પાઇડર મેન' સીરિઝની ફિલ્મોથી વિશ્વભરમાં જાણીતા રહેલા નિર્દેશક સૈમ રૈમીનું નિર્દેશન જકડી રાખે એવું છે. આંખનો પલકારો મારી ના શકાય એટલા રોમાંચક દ્રશ્યો હોવાથી દર્શકોએ થિયેટરોમાં અને