ઉજાસ ઓલવાયો

  • 3k
  • 1k

IPL ની મોસમ ચાલી રહી છે ત્યારે દરેક યુવાન માટે પથદર્શક એવી મારી કલમે લખાયેલી વાર્તા અચુક વાંચો તેમજ શેર પણ કરો...... કોઈના પરિવારના ચિરાગને બુઝાતો અટકાવો.... "એક પરિવારનો ચિરાગ તો બુઝાતો અટક્યો પરંતુ બીજા પરિવારનો ઉજાસ હંમેશને માટે ખોવાઈ ગયો......." કીચુંડ...... અવાજ સાથે ખડકીનો દરવાજો ખુલ્યો. ચિરાગનો પ્રવેશ થયો. મોડીરાત્રે ઘરે આવવાનો સિલસિલો જ્યારથી IPL ની મેચ શરૂ થઈ ત્યારથી ચાલુ થઈ ગયો હતો. થાકમય પરિસ્થિતિમાં ખાટલામાં આડા પડેલા સુકેતુભાઈએ એકના એક દીકરા ચિરાગની આવવાની નોંધ લીધી. સામાન્ય રીતે મોડી રાત્રે દિકરો ઘેર આવે ત્યારે ચિંતા થાય, જ્યારે આજે રોજ કરતા વહેલા આવેલા દિકરાએ પિતાને ચિંતા કરતા કરી દીધા.