ઇરાવન - ભાગ ૬

  • 2.9k
  • 1.4k

રથીઓમાં શ્રેષ્ઠ તેં બન્ને વીર રણભૂમિમાં એક જ રથ પર બેસીને ઘણી શીઘ્રતાથી ઇરાવન પર બાણોની વર્ષા કરવા લાગ્યા. તેં બન્ને દ્રારા છોડેલા મહાન વેગશાળી સુવર્ણ ભૂષિત બાણોએ સુર્યનાં પથ પર પહોંચીને આકાશને આચ્છાદિત કરી નાખ્યું. ત્યારે ઇરાવન પણ રણક્ષેત્રમાં ક્રોધે ભરાઈને બન્ને મહારથી ભાઇઓ પર બાણોની વર્ષા આરંભ કરી દીધી અને તેઓનાં સારથીનો વધ કરી નાખ્યો. સારથીનાં પ્રાણશૂન્ય થઇને પૃથ્વી પર પડી ગયા બાદ તેં રથનાં ઘોડા ગભરાઈને ભાગવા લાગ્યા અને આ પ્રકારે તેં રથ સંપુર્ણ દિશાઓમાં દોડવા લાગ્યો. વિન્દ અને અનુવિન્દને જીતીને પોતાના પુરુષાર્થનો પરિચય આપતાં ઇરાવને તરત જ કૌરવ સેનાનો સંહાર કરવાનો આરંભ કરી દીધો. યુદ્ધ ક્ષેત્રમાં