ધાકડ

  • 2.4k
  • 672

ધાકડ-રાકેશ ઠક્કરકંગના રનોતની ફિલ્મ 'ધાકડ' માં 'એક્શન, એક્શન એક્શન' જ છે. પણ એનાથી 'એન્ટરટેન્મેન્ટ એન્ટરટેન્મેન્ટ એન્ટરટેન્મેન્ટ' મળતું નથી. એકશન ફિલ્મ હોય એટલે એમાં માત્ર એક્શન જ હોય એવી ગેરમાન્યતા ધરાવતા નિર્દેશકને કારણે 'ધાકડ' ની વાર્તા પકડ જમાવી શકતી નથી. કંગનાની 'અગ્નિ' ની ભૂમિકાવાળી ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠંડી જ રહી છે. કંગનાએ વાર્તાને બદલે એક્શનને જ વધારે મહત્વ આપ્યું છે. અગ્નિ (કંગના) નામની એક આંતરરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ એજન્ટની વાર્તા છે. તે નાની હતી ત્યારે તેના માતા-પિતાની હત્યા થઇ ગઇ હોય છે. તેનો ઉછેર સીક્રેટ સર્વિસના મુખ્ય અધિકારી (શાસ્વત) દ્વારા થાય છે. અને તેને જાસૂસ તરીકે પ્રશિક્ષણ અપાય છે. અગ્નિને જાસૂસ