ઇરાવન - ભાગ ૭

  • 3.5k
  • 1.4k

ત્યારે ઇરાવનનાં સમસ્ત સૈનિકોએ તેં છ એ છ વીરોનાં સૈન્ય સમૂહનો નાશ કરી નાખ્યો. સમરાંગણમાં પોતાની સેનાનો આ રીતે નાશ થતા જોઇ સુબલનાં છ એ પુત્રો ન સહન કરી શક્યા. તેઓએ ઇરાવન પર ઍક સાથે હુમલો કરીને ચારે તરફથી ઘેરી લીધો. તેં છ એ શૂરવીર તીખાં પ્રાસોથી એકબીજાને પ્રોત્સાહન આપતાં ઇરાવન પર તુટી પડ્યા તથા એકદમ વ્યાકુળ કરવા લાગ્યા. તેં મહાન વીરોનાં તીખાં પ્રાસોથી ક્ષત-વિક્ષત થયેલા ઇરાવન વહેતા લોહીથી તરબોળ થઈ ગયો. અંગોથી ઘાયલ થયેલા હાથીની જેમ વ્યાકુળ થઈ ગયો. તેં એકલો હતો અને તેની પર પ્રહાર કરવા વાળાઓની સંખ્યા ઘણી હતી. તેં આગળ પાછળ અને આજુ બાજુથી અત્યંત ઘાયલ