દુઃખમાં આળોટ્યાં કરવાનો શો મતલબ?

  • 3.4k
  • 1
  • 1.1k

આપણી આસપાસ ઘણાં લોકો જોવા મળે છે કે જેમનાં મોં હંમેશા ઊતરેલી કઢી જેવા જ હોય છે. કોઈને ધંધામાં નુકસાન ગયું છે એટલે દુઃખમાં છે, કોઈને પરીક્ષાનું પેપર સારું નથી ગયું એટલે દુઃખમાં છે, કાં તો કોઈ લવર મૂછીયાનું પ્રેમમાં દિલ તૂટ્યું છે એટલે દુઃખમાં છે. કોઈ ને કોઈ બાબતે લોકો પોતાનાં દુઃખમાં આળોટ્યાં કરે છે. એમાં ઘણા બુદ્ધિશાળી લોકો હોય છે કે જેમને ગમે તેટલું દુઃખ હોય પણ થોડી વારમાં પોતાનાં દુઃખમાંથી બહાર આવીને પોતાનાં આગળનાં કાર્યોમાં રત થઈ જાય છે. જ્યારે અમુક લોકોને ખબર નહિ કે એમનાં નાનકડાં દુઃખનાં ખાબોચિયામાં એવી તો શું મજા આવે છે કે એમાં