અનેક

(13)
  • 2.2k
  • 1
  • 764

અનેક-રાકેશ ઠક્કર આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'અનેક' ના મુદ્દાઓમાં એક મનોરંજન જ નથી! અત્યાર સુધી મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી અનેક ફિલ્મોમાં આયુષ્માન ખુરાનાએ દર્શકોનું દિલ જીતી લીધું છે પણ નવી ફિલ્મ 'અનેક' માં મનોરંજન જ નહીં હોવાથી દર્શકો નિરાશ થાય છે. 'અનેક' માં નિર્દેશકે વાર્તા નહીં પણ નોર્થ ઇસ્ટનો મુદ્દો જ રાખ્યો છે. ('અનેક' ના અંગ્રેજી ટાઇટલમાં એટલે જ 'એનઇ' શબ્દો મોટા અક્ષરે લખાવ્યા છે.) દેશ માટે કામ કરતા એક અંડરકવર એજન્ટ આયુષ્માનના પાત્રથી એમણે સવાલ જ વધારે ઉઠાવ્યા છે. જો ફિલ્મને ધ્યાનથી જોવામાં ના આવે તો એ જટીલ બની જાય છે. અંડરકવર એજન્ટ જોશુઆ (આયુષ્માન) ને પૂર્વોત્તર ભારતમાં ફરજ