આશ્રમ ૩

(18)
  • 3.1k
  • 1k

આશ્રમ ૩-રાકેશ ઠક્કરબોબી દેઓલની 'આશ્રમ' વેબસિરીઝમાંથી દર્શકોનું મન ઊઠી રહ્યું છે ત્યારે OTT પર એની ચોથી સીઝનની તૈયારી ચાલી રહી છે. તેનું ટીઝર પણ ત્રીજા ભાગના અંતમાં આપી દીધું છે. જેમાં પમ્મી એક ચાલ ચાલતી દેખાય છે. ત્રીજા ભાગમાં કોઇ ક્લાઇમેક્સ ના રાખીને અધૂરા રહસ્ય મૂકી ૨૦૨૩ માં ચોથી સીઝન જોવા મજબૂર કરવાની નિર્દેશક પ્રકાશ ઝાની આ ચાલાકીની ટીકા થઇ રહી છે. ૨૦૨૦ માં જ્યારે પહેલી સીઝન આવી ત્યારે ઝાએ બાબા પર સીધો સવાલ કર્યો હોવાથી હલચલ મચી ગઇ હતી. પણ એક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્દેશક તરીકે એમણે જે પ્રતિષ્ઠા મેળવી હતી એ હવે ગુમાવી રહ્યા છે. આ વખતે