ભામતિ..

  • 3.5k
  • 1.4k

નારી સહન કરનારી!‘દેવી ! તું કોણ છે?’વૈદિક સમયના ગામડાના એક નાના ઘરના ઓરડામાં એરંડિયાનો દીવો બળતો હતો.ઓરડાની કચરાની ભીંતો ગારથી ચોખ્ખી અને રળિયામણી દેખાતી હતી.દૂર ખૂણામાં માટલીની બે-ત્રણ ઉતરડો પડી હતી અને પાસે જ બીજા ખૂણામાં કચરાના થાળાવાળી ઘંટી અને માંચી હતાં.દીવીની પાસે ચાકળો નાખીને શાસ્ત્રીજી પાનાં પર કંઈ લખતા હતા.તેમની બેઠકની આસપાસ ત્રણ-ચાર પોથીઓ પડી હતી અને પાસે થોડે દૂર પોથી બાંધણાં પડ્યાં હતાં.લાકડાની દીવી પરનો એરંડિયાનો દીવો આખા ઓરડાને અજવાળતો હતો અને શાસ્ત્રીજી એકાગ્રતાથી પોતાનાં પાનાં પર અક્ષરો પાડ્યે જતા હતા.ઘડીએ-બેઘડીએ પાસે પડેલી પોથીઓમાંથી એકાદ પાનાને હાથમાં લઈને ઉકેલતા હતા.વળી ઘડીભર વિચારમાં પડી જતા હતા, કોઈ કોઈ વાર