મોજીસ્તાન - 95

(17)
  • 2.9k
  • 1
  • 1.1k

મોજીસ્તાન (95) વહેલી સવારે નીનાની ઊંઘ ઊડી ગઈ હતી. મોબાઈલ ચાલુ કરીને એણે સમય જોયો, મોબાઇલની સ્ક્રીન 4 વાગ્યા હોવાનું બતાવી રહી હતી.ઘેરથી આમ એકાએક નાસી જવું પડશે એવું એણે વિચાર્યું પણ નહોતું.મમ્મી અને પપ્પા એને સાંભરી આવ્યા.એના બે નાના ભાઈઓ પણ એને યાદ આવ્યા.નાસી જઈને ઘરની આબરૂ પણ પાણી તો ફરી જ ગયું હશે ગામમાં પપ્પા હવે ઊંચું મોં કરીને ચાલી નહિ શકે.આજે તો અમદાવાદથી મહેમાનો આવવાના છે એ લોકોને પપ્પા શું જવાબ આપશે એ પણ નીનાએ વિચાર્યું નહોતું. ગઈકાલે સાંજે ફળિયામાં મચેલું દંગલ ઘણા લોકોએ જોયું હતું.'મારે સાવ આવો ફજેતો નહોતો કરવો જોઈતો. હું વિરલને જ ચોખ્ખી ના