કનેક્શન-રૂહ સે રૂહ તક - 7

(17)
  • 3.2k
  • 1.8k

૭.રાઝ શિવ અપર્ણાને એનાં ફ્લેટ સુધી મૂકવાં આવ્યો હતો. એણે સેટેલાઈટ ઈલેજન્સની સામે પોતાની જીપ ઉભી રાખી. અપર્ણા પોતાનાં વિચારોમાં ખોવાયેલી હતી. જીપ ઉભી રહેવા છતાંય એને કોઈ જાતની ખબર નાં રહી. શિવે એનાં તરફ નજર કરી. પરંતુ એનીયે સમજમાં નાં આવ્યું, કે એ અપર્ણાને નીચે ઉતરવાનું કેવી રીતે કહે? આખરે શિવે હિંમત કરીને અપર્ણાના ખંભે હાથ મૂક્યો, "અપર્ણા! તારો ફલેટ આવી ગયો." "હં હાં, સોરી, મને ખબર જ નાં રહી." અપર્ણાએ થોથવાતી જીભે કહ્યું. "ઇટ્સ ઓકે." શિવે શાંત અવાજે કહ્યું. અપર્ણા તરત જ જીપનો દરવાજો ખોલીને નીચે ઉતરી, અને ચાલતી થઈ ગઈ. શિવ એને જતી જોઈ રહ્યો. જ્યાં સુધી