ખુદા હાફિઝ 2

(18)
  • 2.9k
  • 1.1k

ખુદા હાફિઝ ચેપ્ટર 2: અગ્નિપરીક્ષા-રાકેશ ઠક્કરવિદ્યુત જામવાલની 'ખુદા હાફિઝ' ને OTT પર રજૂ કરવામાં આવી ત્યારે પ્રશંસા મળી હતી. એને ધ્યાનમાં રાખીને તેની સીક્વલ 'ખુદા હાફિઝ ચેપ્ટર 2: અગ્નિપરીક્ષા' ને થિયેટરોમાં રજૂ કરવામાં આવી છે. પરંતુ પ્રશંસા સાથે પૈસા મળ્યા નથી. વિદ્યુતની રૂ.૪૦ કરોડની ફિલ્મ સ્ક્રીપ્ટ બાબતે માર ખાઇ જતાં નકારાત્મક પ્રતિભાવને કારણે એવો મત વ્યક્ત થયો કે એને પણ OTT પર રજૂ કરવાની જરૂર હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મને સફળતા મળી નથી પણ અભિનયની પરીક્ષામાં તે જરૂર પાસ થયો છે. આ ફિલ્મમાં તેની કારકિર્દીનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય હોવાનું કહેવાયું છે. તે મોટા બેનરની ફિલ્મો માટે હકદાર ગણાયો છે.