સોરઠ તારાં વહેતાં પાણી - 24

  • 2.1k
  • 4
  • 1.2k

૨૪. સુરેન્દ્રદેવ હાઈસ્કૂલના મધ્ય ખંડને છેડે ઊંચું ચણેલું વ્યાસપીઠ હતું. તેના ઉપર રંગાલય ગોઠવાયું હતું. શહેરની નાટક કંપની પાસેથી માગી લીધેલો એક પડદો ત્યાં ઝૂલતો હતો. ખંડની જમણી બાજુએ બીજી એક ઊંચી બેઠક બનાવી હતી. તેના પર માનવંતા મહેમાનોની ખુરશીઓ હતી. વચલી બે ખુરશીએ જરા વધુ ઠસ્સાદાર હતી. તેના ઉપર ઠાકોર સાહેબ અને રાણી સાહેબ બેસી ગયાં. એ જોઈને હેડ માસ્તર આકુલવ્યાકુલ બનવા લાગ્યા. વચલી બે પૈકીની એક ખુરશી પોતે ખાલી રખાવવા માગતા હતા. ધીરેધીરે એ બેઠકો પાસે જઈને હેડ માસ્તરે મીઠો મોં-મલકાટ ધારણ કર્યો, ને કહ્યુું : “મહેરબાન પ્રાંત-સાહેબ વધારવાના છે.” “ઓહો !” ઠાકોર સાહેબ રાજી થયા કે ગભરાટ