સોરઠ તારાં વહેતાં પાણી - Novels
by Zaverchand Meghani
in
Gujarati Novel Episodes
ગીરના નાકા ઉપર એક સરકારી થાણું હતું. અમલદારી ભાષામાં એ ‘આઉટ-પોસ્ટ’ તરીકે ઓળખાતું. પંદર પેદલ સિપાહી તથા પાંચ ઘોડેસવારોની પોલીસ-ફોજ ત્યાં રહેતી. ત્રીજા દરજ્જાના અધિકારીનો મૅજિસ્ટ્રેટ રહેતો. નાનું એક દવાખાનું સંભાળવા દાક્તર રહેતો. તેને કોઈ કમ્પાઉન્ડર ન મળતો. મૅજિસ્ટ્રેટ ...Read Moreસાહેબ’ કહેવાતા. પોલીસ અમલદારનું લોકનામ ‘જમાદાર સાહેબ’ હતું. થાણદારના હાથમાં ઈન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી.
ખરું જોતાં આવી બેવડી સત્તાવાળો થાણદાર જ મુખ્ય હકેમ ગણાય. છતાં પોલીસના ચકચકિત પોશાક, કારતૂસ વગરની છતાં બૂઠાં સંગીનો વડે ઝગારા મારતી ‘બ્રિજિલોડ’ બંદૂકો હંમેશા પ્રભાતની કવાયતના ધમધમાટ, અને મૅજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાર્ડ-ટુકડીના ખડે પગે પહેરા, કલાકે-કલાકે બજતી ઝાલરના ડંકા, રાતના દસથી ચાર સુધીની લાંબા સૂરોની ત્રેવડી આલબેલો, ઘોેડેસવારોની રોજ સાંજની બબે ગાઉ સુધીની ‘રૉન’ (રાઉન્ડ) - એ બધાનો પ્રભાવ લોકો પર વિશેષ પડતો. આથી થાણદાર અને જમાદાર વચ્ચેની સત્તાની સરસાઈ એક ધૂંધવાતા છાણાની જેમ, અહર્નિશ ખુલ્લી-અણખુલ્લી, ચાલ્યા જ કરતી.
ઝવેરચંદ મેઘાણી ૧. અમલદાર આવ્યા ગીરના નાકા ઉપર એક સરકારી થાણું હતું. અમલદારી ભાષામાં એ ‘આઉટ-પોસ્ટ’ તરીકે ઓળખાતું. પંદર પેદલ સિપાહી તથા પાંચ ઘોડેસવારોની પોલીસ-ફોજ ત્યાં રહેતી. ત્રીજા દરજ્જાના અધિકારીનો મૅજિસ્ટ્રેટ રહેતો. નાનું એક દવાખાનું સંભાળવા દાક્તર રહેતો. તેને ...Read Moreકમ્પાઉન્ડર ન મળતો. મૅજિસ્ટ્રેટ ‘થાણદાર સાહેબ’ કહેવાતા. પોલીસ અમલદારનું લોકનામ ‘જમાદાર સાહેબ’ હતું. થાણદારના હાથમાં ઈન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી. ખરું જોતાં આવી બેવડી સત્તાવાળો થાણદાર જ મુખ્ય હકેમ ગણાય. છતાં પોલીસના ચકચકિત પોશાક, કારતૂસ વગરની છતાં બૂઠાં સંગીનો વડે ઝગારા મારતી ‘બ્રિજિલોડ’ બંદૂકો હંમેશા પ્રભાતની કવાયતના ધમધમાટ, અને મૅજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાર્ડ-ટુકડીના ખડે પગે પહેરા, કલાકે-કલાકે
૨. થાણાને રસ્તે “પણ તમને કોણે કહ્યું કે ઉપાડો !” એવા ઉગ્ર પણ ચૂપ અવાજે કચકચતા દાંતે બોલીને અમલદારે પોતાના વૃદ્ધ પિતાના હાથમાંથી ટ્રંક નીચે પછાડી નાખીને ડોળા ફાડીને કહ્યું : “મારી ફજેતી કાં કરી ?” ડોસા સડક થઈ ...Read Moreઅમલદારનાં દૂબળાં પત્નીથી ન રહેવાયું. થોડી લાજ કાઢઈને પણ એણે કહ્યું : “આકળા કેમ થઈ જાવ છો ? બાપુને...” “તમે બધાંય મારાં દુશ્મન છો.” એટલું કહી અમલદારે પીઠ ફેરવી સામાન ઉપડાવ્યો. એક ગાડું સામાનનું ભરાવ્યું. બીજામાં કુટુંબ બેઠું. અમલદારે પૂછ્યું : “એલા, દરબારી સિગરામ કેમ નથી લાવ્યો ?” “સિગરામ હાલે એવો મારગ નથી, મે’રબાન.” “ભેખડગઢ કેટલું થાય અહીંથી ?” “વીસ
૩. પહાડનું ધાવણ જકડાયેલા બૂઢા સાથીએ પાછળથી અવાજ કર્યો : “સુરગ, ગાડાંને ભેરવના નહેરામાં ઊતરવા દે, અધીરાઈ કરીશ મા.” જુવાન પસાયતાએ આ શિખામણ સાંભળીને પોતાનો વેગ ઓછો કર્યો. પણ ‘મામાની દીકરી’ને અને પોતાને પડી રહેલું અંતર તેનાથી સહેવાતું નહોતુ. ...Read Moreચાલ્યા જતા ગાડામાં સહુ ઝોલે ગયાં હતાં ત્યારે બ્રાહ્મણ અમલદાર અને એનો બાળ ભાણો જાગતા હતા. “તને ઊંઘ નથી આવતી, ભાણા ?” “ના.” “કાં ?” “વાતો સાંભળવી છે.” “શેની ? દીપડાની ને દીપડા જેવા માણસોની ?” “હા.” “અરે પસાયતા ! શું તારું નામ ?” અમલદારે હાક મારી. જવાબ ન મળ્યો. જોડાનો સંચાર પણ ન સાંભળ્યો. રોજની આદત બોલી ઊઠી :
૪. વાઘજી ફોજદાર ભાણો મોટાબાપુની ગોદમાં લપાયો હતો. એના હાથ મહીપતરામ જમાદારના હાથના પોંચા પરના મોટામોટા ઘાટા વાળને પંપાળવા લાગ્યા હતા. મોટાબાપુનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેલા વરાળ-સંચાની માફક ગરમ-ગરમ હતું. ગાડાવાળાની જબાન ચૂપ હતી. એણે હેહેકારા બંધ ...Read Moreહતા. બળદની ગતિ ધીરી પડી હતી, તેનું પણ એણે ભાન ગુમાવ્યું હતું. એ ચુપકીદીએ જ મહીપતરામનું ધ્યાન ખેંચ્યું. એણે પૂછ્યું : “એલ્યા એય બેવકૂફ! ઝોલાં તો ખાતો નથી ને ?” “ના, સા’બ.” “આ લૂંટવા આવ્યો ત્યારે તું શું કરતો હતો, હેવાન ?” “હું શું કરું, સા’બ ? બેસી રિયો’તો.” “કાં બેસી રિયો’તો ?” ગાડાવાળો કશું ન બોલ્યો. “તુંય ગીરનો ખેડુ
૫. લક્ષ્મણભાઈ ગામપાદર નજીકનો રસ્તો બે ઊંચાં ખેતરોની વચ્ચે થઈને જતો હતો. ઊંટ ચાલે તો માથું જ ફક્ત દેખાય એટલી ઊંચી હાથિયા થોરની વાડ બેઉ ખેતરને ઢાંકતી હતી; એટલે રસ્તો બંદૂકની નળી જેવો સાંકડો બની ગયો હતો. હાથિયા થોરના ...Read Moreપંજા સાંજના ઘેરાતા અંધારામાં મૂંગો કોઈ માનવ-સમુદાય ત્યાં લપાઈને બેસી ગયો હોય તેવી યાદ દેતા હતા. “હો-હો-હો,” એવા નેળની અધવચ્ચેથી હાકલા સંભળાયા. સામે કોઈક ગાડાં આવતાં હતાં. આ નેળમાં સામસામાં ગાડાંને તારવવાનું અશક્ય હતું. ગાડાં થંભાવીને એક ગાડાવાળો સામો દોડ્યો. થોડીવારે એણે પાછા આવીને કહ્યું કે, “રૂનાં ધોકડાંનાં ભરતિયાંની પચીસ ગાડાંની લાંબી હેડ્ય છે. એ આખી હેડ્યને પાછી સામે છેડે
૬. સિપારણ એ વખતે દૂર એક ખૂણામાં ગામઝાંપાની ડેલી પર ઊભેલા આદમીએ ધીરેધીરે અમલદાર તરફ પગલાં ભર્યાં. એના ખભા ઉપર દેશી બંદૂક હતી. એનું બદન ખુલ્લું હતું, માથા પર પાઘડી હતી, ને કમ્મરે કાછડી હતી. એણે નવા અમલદારને સાદી ...Read Moreરામરામ કર્યા. “દીકરીને બહુ કોશીર છે ? અંતકાળ છે ?” દરબાર નામે ઓળખાયેલા કાઠી અમરા પટગરે વિસ્મય બતાવ્યું. “ત્યારે - માળું શું થાય ?” પટગર વિમાસણમાં પડ્યા. નવા આવનારે વિવેકવિધિ કર્યા વગર જ પૂછ્યું : “કોને કોશીર છે ?” ગાડાખેડુએ એની બાજુમાં ચીડને આખી વાત સમજાવી. દરમિયાન પટગર દરબાર ચિંતા કરતા હતા : “દાક્તર તેડવા ઘોડું મોકલશું ? કયું ઘોડું
૭. કોનું બીજક ? ઘુનાળી નદીના કાંઠા પરથી જ્યારે ભાણાભાઈએ સામા કિનારાની ટોચ પર ચૂનો ધોળેલાં, સરખા ઘાટનાં મકાનોનું ઝૂમખું જોયું ત્યારે એનું મન પહેલી વાદળીને જોતા મોરલાની માફક નાચી ઊઠ્યું. એ જ આઉટ-પોસ્ટ, એ જ ભેખડગઢનું થાણું. પૂરા ...Read Moreગાઉ ઉપરથી આ મકાનો હસતાં હતાં. આ કિનારો એટલે સપાટ મેદાન- સોનાના મોટા ખૂમચા સરીખું : ને સામો કિનારો જાણે રમકડાંનો દેશ હોય એવો ડુંગરિયાળ. ઘુનાની નદીના ઢોળાવમાં ગાડાં ઊતર્યાં તે પહેલેથી જ એકલવાયું કોઈ ઊંટ ગાંગરતું હોય તેવો વિલાપ-ભરપૂર, ઘેરો ઘુનાળીનો પ્રવાહ ગોરતો સંભળાતો હતો. ને નદીનો કુદરતે વાઢેલો અણઘડ ગાળો પાર કરી સામ કાંઠે ચડવા માટે ત્યાં એક-એક
૮. માલિકની ફોરમ છ મહિને પિનાકી દિવાળીની રજા ભોગવવા પાછો ફર્યો ત્યારે પહેલા પાંચ ગાઉ સુધીમાં તો એને વચગાળાના પ્રત્યેક ગામડે વાહન બદલવું પડ્યું. અમલદારના દીકરાની વેઠ માટે પ્રત્યેક ગામ સામા ગામડા સુધીનું જ ગાડું કાઢતું. સામા ગામે પહોંચ્યાં ...Read Moreગામનો પોલીસ-પટેલ પોતાને ઘરને ઓટે ઊભો રહી પસાયતાઓને હાકોટા પાડી ચોરેથી બોલાવતો. પસાયતા પટેલને શોધી પાડતા. પટેલ વેઠના વારાની ચિઠ્ઠીઓ તપાસતો, તે પછી વારાવાળા ખેડૂતને જાણ પહોંચાડવામાં આવતી. પછી ખેડુ પોતાના સાંતીએ જોતરેલા બળદોને એક ગાઉ પરના ખેતરેથી ગામમાં લાવવા જતો. તે પછી અમલદારનો પુત્ર આગળ પ્રયાણ કરતો. પરંતુ મહીડા ગામથી પિનાકીને એક ઘોડીનું વાહન આપવામાં આવ્યું. મધ્યમ ઊંચાઈની, કેસરવરણી,
૯. શુકન દીપડિયો વોંકળો થાણાની ભેખડને ઘસીને વહેતો હતો. પાણીનો પ્રવાહ સાંકડો ને છીછરો, છતાં કાંઠાની ઊંચાઈ કારમી હતી. તાજું જન્મેલું હરણું જો માને બે-પાંચ વાર ધાવ્યું હોય તો જાણે કે વોંકળો ટપી જવાના કોડથી થનગની ઊઠે. પ્રભાતનાં તીરછાં ...Read Moreદીપડિયાના ઊંચા એક ધોધ ઉપર પડતાં ત્યારે ધોધના પછાડામાંથી લાખો જળ-કણોની ફરફર ઊઠીને પ્રભાત સામે ત્રણ થરાં મેઘધનુષ્યોની થાળી ધરતી. થાણું નહોતું ત્યારે ત્યાં વાઘ-દીપડા રાતનું મારણ કરીને ધરાઈ ગયા પછી પરોઢિયે છેલ્લું પાણી પીવા ઊતરતા, તે ઉપરથી એ વોંકળાનું નામ દીપડિયો પડ્યું હતું. રાતભર દીપડિયો જાણે રોયા કરતો. એનું રોવું ગીરના કોઈ ગાંડા થઈ ગયેલા રબારીના રોવા જેવું હતું.
૧૦. ગંગોત્રીને કાંઠે બા મુંબઈ ચાલી ગઈ હતી. બાની બીજી વાતો પિનાકીને ગમતી; પણ રોટલી અને રોટલા ઉપર હર વખતે લોંદો-લોંદો ઘી ‘ખા ને ખા જ !’ એવી જિકર એને કડવી ઝેર લાગતી. શિયાળાની રજામાં મૂસળીપાક ને સાલમપાકના મસાલેદાર ...Read Moreભાણાને જોરાવરીથી ખાવા પડતા. ખારેકનો આથો એને દુર્ગંધ દેતો, અને વારંવાર એને બોલાવવા આવતી થાણદારની પુત્રી પુષ્પા પણ આ આગ્રહભેર અપાતા પાકના લાડુ જેવી જ અણગમતી થઈ ગઈ હતી. છીંટની ઝાલરવાળો ચણિયો પુષ્પાને કેવો ખરાબ લાગે છે ! એની રાજકોટની નિસાળમાંથી શીખેલી ચટક-ચટક ચાલ શું સારી કહેવાય ! ને એના કાનનાં એરિંગો તો ચિરાઈ ઉતરડાઈ ગયેલી ચામડી જેવાં લબડે છે